For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : ટોપ 10 આંચકાજનક એન્ટિ ડ્રગ કેમ્પેઇન

|

સામાન્ય રીતે સમાજ સુધારણા માટેની ચળવળોની તસવીરો અરૂચિકર હોય છે. જો કે કેટલાક આધુનિક કેમ્પેઇન્સ એવા હોય છે જે આધુનિક જીવનશૈલીનો સાથ લઇને તૈયાર કરવામાં આવ્યા હોય છે. તેમાં રજૂ થયેલી તસવીરો તેમના આંચકાજનક છતાં ચાતુર્યપૂર્ણ ઉપયોગને કારણે એકવાર નહીં પણ વારંવાર જોવાનું મન થાય છે. વિશ્વમાં અત્યારે યુવાનોને ડ્રગ્સની લતમાંથી મુક્ત કરવા માટે અનેક કેમ્પેઇન્સ ચાલી રહ્યા છે. તેમાંથી ટોપ 10 એવા કેમ્પેઇન અહીં રજૂ કરીએ છીએ જે આપને હચમચાવી દેવા માટે પૂરતા છે...

1. ધ મેથ પ્રોજેક્ટ

1. ધ મેથ પ્રોજેક્ટ


અમેરિકાના એક જૂથે મેથાફેટામાઇન (ક્રિસ્ટલ મેથ)નો ઉપયોગ નહીં કરવા માટે તૈયાર કરેલું કેમ્પેઇન ધ મેથ પ્રોજેક્ટ

2. ડ્રગ્સ માટે વેશ્યાવૃત્તિ

2. ડ્રગ્સ માટે વેશ્યાવૃત્તિ


ધ મેથ પ્રોજેક્ટના જ ભાગરૂપે એક પોસ્ટરમાં વધારે ડ્રગ્સ ખરીદવા માટે યુવાનો પોતાનું કૌમાર્ય ગુમાવવા તૈયાર થઇ જાય છે તેમ દર્શાવ્યું છે.

3. સ્વીસ રાઇટ વિંગની યુથ વિંગનું કેમ્પેઇન

3. સ્વીસ રાઇટ વિંગની યુથ વિંગનું કેમ્પેઇન


જાણીતી બ્રિટિશ ગાયિકા એમી વાઇનહાઉસના મૃત્યુના એક માસ બાદ સ્વીત્ઝરલેન્જની રાજકીય પાર્ટી સ્વીસ રાઇટ વિંગની યુવા પાંખ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓનલાઇન કેમ્પેઇનમાં ગાયિકાના ફોટા સાથે મેસેજ આપવામાં આવ્યો છે.

4. પહેલા અને પછી

4. પહેલા અને પછી


મેટ્રોપોલિટન પોલીસે ડ્રગ્સ લેનારાઓની કથળતી જતી શારિરીક સ્થિતિને દર્શાવતા કેમ્પેઇનમાં ફોટોગ્રાફ્સનો ભરપુર ઉપયોગ કર્યો છે.

5. ડ્રગ્સનું મિશ્રિણ પ્રાણઘાતક

5. ડ્રગ્સનું મિશ્રિણ પ્રાણઘાતક


હાલમાં નિષ્ક્રિય થઇ ગયેલી વેબસાઇટ અમેરિકાની વેબસાઇટ theantidrug.com પર વાલીઓને સંબોધીને એક કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું. જેમાં તેમના બાળકોને ડ્રગની લતથી બચાવવા અંગેનો મેસેજ આપવામાં આવ્યો હતો.

6. ખોટો નિર્ણય

6. ખોટો નિર્ણય


મેથ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2005માં તૈયાર કરવામાં આવેલા એક પોસ્ટરમાં એક માતા પોતાની ડ્રગ્સની લતે ચઢી ગયેલી દીકરીની વાત કહે છે.

7. પસંદ તમારી

7. પસંદ તમારી


યુવાનોમાં લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કરીને ડ્રગ્સાના બંધાણીઓને આપવામાં આવેલો સંદેશ. આ એડ જાણીતી એડ કંપની મેક કેન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

8. કુંટુંબ પર અસર

8. કુંટુંબ પર અસર


ચિલીમાં ડ્રગનું સેવન કરનારાઓના પરિવારની શું સ્થિતિ થાય છે અને કેવી અસર પડે છે તે દર્શાવવામાં આવ્યું છે.

9. સ્કિન કેર બાય હેરોઇન

9. સ્કિન કેર બાય હેરોઇન


બ્રિટિશ સરકારે વર્ષ 1980માં ડ્રગ હેરોઇન સામે એક અસરકારક અભિયાન છેડ્યું હતું. તેમાંનું એક પોસ્ટર આવું હતું.

10. પરિવાર પર વાર

10. પરિવાર પર વાર


ફિનિશ સત્તાવાળાઓએ વર્ષ 2006માં લોકોને ડ્રગ્સથી દૂર રહેવા માટે ચેતવણી આપવા તેમના પારિવારિક સંબંધો પર કેવી અસર પડી શકે છે તેનો સંદેશો પોતાના કેમ્પેઇનમાં આપ્યો હતો.

English summary
Pics : Top 10 shocking anti drug campaigns
Story first published: Thursday, June 13, 2013, 16:12 [IST]
X
Desktop Bottom Promotion