For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવરાત્રી સ્પેશ્યલ : બહુ જોઇ છોકરીઓની ફેશન, હવે છોકરાઓનો વારો

By Desk
|

(માનસી પટેલ) પહેલાના સમયમાં ખાલી છોકરીઓ જ અલગ અલગ પ્રકારની ચણિયાચોળી પહેરી માતાજીના ગરબા કરતી હતી. પણ હવે તો યુવાનો પણ નવરાત્રીના સમયમાં અલગ અલગ પ્રકારના ડ્રેસ, છત્રીઓ અને લટકણ પહેરે છે. આજકાલ અનેક છોકરાઓ ખાસ નવરાત્રી માટે 5 થી 10 હજારના ડ્રેસ તૈયાર કરાવે છે. અને પછી નવરાત્રીમાં છવાઇ જાય છે.

એટલું જ નહીં આવા અલગ અલગ સ્ટાઇલના કેડિયા અને સાફા તથા લટકણ સાથે જ્યારે આ છોકરાઓ નવરાત્રીના ગરબામાં એન્ટ્રી મારે છે ત્યારે બધાની નજર તેમની પર કેન્દ્રિત થઇ જતી હોય છે. ધણીવાર તો આ કપડાનું વજન જ 7 થી 8 કિલો જેટલું હોય છે. તેમ છતાં શોખીન લોકો આ બધા સાથે પૂર જોશથી અને પૂરી સ્ટાઇલથી ગરબા રમે છે. અને ખરેખરમાં તેમને જોવો એક લાહવો બની જતો હોય છે.

ત્યારે છોકરાઓમાં નવરાત્રી માટે શું ટ્રેન્ડમાં છે જાણો નિરજ પટેલથી, અમદાવાદના નિરજ પટેલ દર વર્ષે તેમના કપડાં પાછળ સારો એવો ખર્ચો કરે છે. સીએની તૈયારી કરતા નિરજને નવરાત્રીનો ભારે શોખ છે. એટલું જ નહીં અનેક જાણીતા ગરબાના ઓર્ગેનાઇજર તેમને તેમના આ શોખના કારણે બોલાવે છે. તો જાણો નવરાત્રીમાં છોકરાઓની ફેશનમાં શું છે ઇન અને શું છે આઉટ.....

રેડિયન્ટ કલર

રેડિયન્ટ કલર

છોકરીઓની જેમ જ આ વર્ષે છોકરાઓમાં પણ રેડિયન્ટ કલરની ભારે માંગ છે. રાતના ચમકે તેવા ફ્લોશન, નારંગી રંગો પર પેચવર્ક કે ભરતકામ સાથે લટકણની ભારે ડિમાન્ડ છે.

ફૂમતા ઓન ડિમાન્ડ

ફૂમતા ઓન ડિમાન્ડ

સોનેરી કે રૂપેરી તોઇના વર્ક વાળા સાફા, અને ઉનના ફૂમતાના લટકણ આ વર્ષે પણ ભારે ડિમાન્ડમાં છે. આમ પણ આવી તોઇ રાતના સારી એવી ચમકે છે અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.

કેડ પટ્ટો

કેડ પટ્ટો

કેડ પટ્ટો પણ પુરુષોના લૂકમાં એક અલગ નીખાર આપે છે. કેડ કે ધોતીની સાઇડમાં આભલા, ટીલડી અને ફૂમતા તથા કોડી સાથે જે કેડ પટ્ટાઓ છોકરીઓના ડ્રેસને મસ્ત જમાવટ આપે છે.

પેચ વર્કે, કોટી ને પાધડી

પેચ વર્કે, કોટી ને પાધડી

વળી રબારી વર્કથી ભરેલા વિવિધ પેચવર્ક વાળા કપડા, મિરર વર્ક વાળી કોટી અને ફૂમતા વાળી પાધડીઓ પુરુષોના ડ્રેસિંગને ચાર ચાંદ લગાવે છે.

હાથ પગના પોચિંયા

હાથ પગના પોચિંયા

છોકરાઓને આમ તો છોકરીઓની જેમ ખાસ એસેસરી નથી હોતી પણ વર્ક વાળા હાથ અને પગની મોજડી પર લગાવવામાં આવતા આવા પોચિયા પણ છોકરીઓમાં ભારે પોપ્યુલર છે.

બ્લેક ઇઝ ઇન

બ્લેક ઇઝ ઇન

કાળો રંગ હંમેશાથી છોકરાઓના ડ્રેસિંગમાં સુપર પોપ્યુલર રહ્યો છે. કાળા કેડિયા પર ટિલડી અને તોઇનું વર્ક છોકરાઓના દેખાવને અદ્ધબૂત લૂક આપે છે.

રબારી વર્કનું કેડિયું

રબારી વર્કનું કેડિયું

ભલે ગમે તેટલી ફેશન આવે કે જાય રબારી, દેશી વર્કના કેડિયા છોકરાઓની નવરાત્રી ફેશનથી કદાચ ભાગ્યેજ જશે. હવે વર્ક વાળા કેડિયા અને તેની પર હેવી પેચ વર્કનો પટ્ટો હંમેશા તેમના ડ્રેસિંગને આકર્ષક લૂક આપે છે.

છત્રી, લટકણ

છત્રી, લટકણ

એટલું જ નહીં હાથમાં મંજીરા, છત્રી, મોરલો બેસાડેલી છત્રી, લટકણ તેવી સાઇડ એસેસરી સાથે પણ અનેક યુવાનો નવરાત્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરતા હોય છે.

English summary
Navratri 2016 Special: Men's fashion attire in photos
X
Desktop Bottom Promotion