For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મધર્સ ડેએ માતાને કેવી રીતે કરાવશો સ્પેશિયલ ફીલ ?

By Super Admin
|


મધર્સ ડેએ ઘણા કામો કે બાબતોને ટ્રાય કરી શકાય છે કે જે આપનાં માતા માટે બહુ વધુ મહત્વ ધરાવતા હોય. આપ ઇચ્છો તો કોઈ સરપ્રાઇઝ પાર્ટી રાખી શકો છો.

મધર્સ ડે એક ખાસ દિવસ હોય છે કે જ્યારે આપે આપના માતાને સ્પેશિયલ ફીલનો અનુભવ કરાવવાનો હોય છે. આ દિવસ તમામ માતાઓને સમર્પિત હોય છે કે જેઓ સાચે જ પ્રેમ અને સ્નેહની સાક્ષાત મૂર્તિ હોય છે અને તેમના પ્રત્યે આ દિવસે તેના માટે જ આભાર વ્યક્ત કરવો જોઇએ.

મધર્સ ડેએ ઘણા કામો કે બાબતોને ટ્રાય કરી શકાય છે કે જે આપનાં માતા માટે બહુ વધુ મહત્વ ધરાવતા હોય. આપ ઇચ્છો તો કોઈ સરપ્રાઇઝ પાર્ટી રાખી શકો છો અથવા તો પછી તેમના કેટલાક અધૂરા કામો પૂર્ણ કરી શકો છો કે જે તેઓ ઘણા દિવસોથી ન કરી શક્યાં હોય.

માતા પોતાનાં બાળકો અને પોતાનાં પરિવારને કોઈ પણ શરત વગરનો પ્રેમ આપે છે. દુનિયામાં તેનાથી વધુ કંઈ જ નથી હોતું, પરંતુ જો આપ ધ્યાનથી જોશો, તો માતા જ ઘરમાં સૌથી ઓછી પ્રશંસા પામનાર સભ્ય હોય છે, જ્યારે તેની ઉપર આખુય ઘર-પરિવાર ટકેલો હોય છે, તમામ સમ્બંધો તેના વડે જ ચાલે છે, પરંતુ આમ છતાં તેમની ઉપેક્ષા થાય છે.

આ લેખમાં અમે આપને કેટલીક એવી રીતો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જેથી આપ પોતાનાં માતાને મધર્સ ડેએ ખાસ ફીલ કરાવી શકો છો. જાણો આ વિશે :

 ગિફ્ટ બાસ્કેટને કસ્ટમાઇઝ કરો :

ગિફ્ટ બાસ્કેટને કસ્ટમાઇઝ કરો :

પોતાનાં મગજ પર થોડુંક જોર નાંખો અને પોતાના માતાની પસંદનાં સામાન કે મેકઅપ ટૂલ કે વસ્તુઓને કલેક્ટ કરી એક બાસ્કેટમાં એકઠું કરી લો. તે બાસ્કેટ માતાને ગિફ્ટ કરી દો.

 સરપ્રાઇઝ પાર્ટી પ્લાન કરો :

સરપ્રાઇઝ પાર્ટી પ્લાન કરો :

આપ આ દિવસે પોતાનાં મિત્રો સાથે મળી એક સરપ્રાઇઝ પાર્ટી પ્લાન કરો. તેનાથી તેમને પોતાનાં જીવનમાં પોતાના મહત્વનો અનુભવ થશે.

પોતાનો સમય આપો :

પોતાનો સમય આપો :

એક માતા માટે સૌથી જરૂરી પોતાનાં બાળકોનો કિંમતી સમય તેમને મળવો હોય છે. તેથી આ દિવસે આપ પોતાનાં અંગત કામો ન કરી તેમની સાથે સમય વિતાવો. તેમની સાથે શોપિંગે જાઓ અને ખાવા માટે જાઓ. શરત લગાવી લો, આવું કરવાથી આપની મમ્મી બહુ ખુશ થઈ જશે.

 હોમ-ડેકોર પ્રોજેક્ટ પર કામ કરો :

હોમ-ડેકોર પ્રોજેક્ટ પર કામ કરો :

ઘણી માતાઓને ઘરમાં કંઇક નવું કરવાનું મન હોય છે, પરંતુ તેઓ કરી નથી શકતી. આપ ઇચ્છો તો તે તમામ કામો અને પ્રોજેક્ટ પૂર્ણ કરી શકો છો. તેનાથી તેમને સરપ્રાઇઝ મળશે.

તેમની ઇચ્છાઓ પૂર્ણ કરવી :

તેમની ઇચ્છાઓ પૂર્ણ કરવી :

આપ પોતાનાં માતાઓની ઇચ્છાઓને પૂર્ણ કરી શકો છો કે જે તેઓ હંમેશા કરવા ઇચ્છતા હતાં. જેમ કે કોઇક મ્યુઝિક ઇન્સ્ટ્રૂમેંટ લેવું, વર્લ્ડ ટૂર પર જવું વિગેરે.

વીડિયો કૉલ :

વીડિયો કૉલ :

જો આપ પોતાનાં માતાથી બહુ દૂર રહો છો, તો તેમને મધ્ર ડેએ વીડિયો કૉલ કરો. તેનાથી તેઓ આપને જોઈ શકશે અને તેમને સારૂં લાગશે.

English summary
These are some of the things that you can do to make your moms feel special on Mothers day. Check out the list.
Story first published: Friday, May 12, 2017, 13:13 [IST]
X
Desktop Bottom Promotion