For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુખ-સમૃદ્ધિ માટે ઘરમાં લગાવો આ લકી છોડવાઓ!

|

આજકાલ લોકોને ઘરોમાં પર સુંદર-સુંદર છોડવવાઓ લગાવવાનો ખૂબ જ શોખ હોય છે. આ છોડવવા ઘરને હરિયાળું બનાવે છે અને તેને જોતાં જ આંખોને ખૂબ જ ટાઢક વળે છે. પરંતુ લોકો પોતાના ઘરે એ જ છોડવા લગાવે છે જે મનને ગમે. પરંતુ શું આપે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં લગાવવામાં આવતા છોડવાઓની શું વિશેષતા હોય છે. ઘરે લગાવવામાં આવનાર છોડવાઓની આપણા સ્વાસ્થ્ય પર સારો પ્રભાવ પડે છે તો કેટલાંક છોડવાઓ પરિવારના લોકો માટે લકી સાબિત થાય છે.

માનવામાં આવે છે કે ઘરમાં લગાવવામાં આવનાર કેટલાંક છોડવવાઓમાંથી સકારાત્મક ઉર્જા નીકળે છે, અને આખા ઘરમાં ફેલાય જાય છે. જેનાથી ઘરમાં રહેલી નેગેટિવ ઉર્જા બહાર નીકળી જાય છે. ઘરમાં બધાનું સ્વાસ્થ્ય બની રહે છે અને તેઓ હંમેશા ખુશ રહે છે.

તો મિત્રો આપને એવું નથી લાગતું તમારે પણ આવા લકી છોડ આપના ઘરમાં વાવવા જોઇએ જેનાથી આપ લકી બની શકે. તો આવો જાણીએ કેટલાંક આવા જ લકી છોડવાઓ અંગે...

બાંબૂનો છોડ

બાંબૂનો છોડ

માનવામાં આવે છે કે બાંબૂનો આ છોડ ખુશી અને લક્ષ્મીને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ ઘરની દરક નેગેટિવ ઉર્જાને બહાર નીકાળે છે. સાથે જ આ પરિવારના સ્વાસ્થ્યને પણ સુધારે છે.

તુલસી

તુલસી

આ છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે, આ પ્રેમ, જનૂન, ધન, ભાગ્ય અને સુંદરતાને પોતાની તરફ આકર્ષિત કરે છે. જો આ છોડ ઘરની સામે લગાવવામાં આવે તો કિસ્મત ચમકવા લાગે છે, અને બધી ખરાબ ઉર્જા દૂર જવા લાગે છે.

ચમેલી

ચમેલી

ચમેલી આપણા ઘરમાં પ્રેમ અને રૂપિયાને આકર્ષિત કરે છે. ચમેલીનું તેલ સૌથી શક્તિશાળી કામોત્તેજકમાંનું એક માનવામાં આવે છે અને આનું તેલ રોમાંસને જીવીત રાખવામાં મદદરૂપ થાય છે.

લીંબૂ

લીંબૂ

લીંબૂનું વૃક્ષ લગાવવાથી ઘરમાં ખુશીઓ આવે છે. આ દોસ્તી અને શુદ્ધતાને દર્શાવે છે.

નાના ગુલાબ

નાના ગુલાબ

ગુલાબ સ્નેહ અને ઉત્સાહનું પ્રતિક છે, જે પ્રેમને આકર્ષિત કરે છે. સુરક્ષા અને દરેક અટકળોની સાથે મદદ કરે છે. તેને ઘરને સુંદર બનાવવામાં પણ પ્રયોગ કરવામાં આવે છે.

English summary
A list of few such plants that you can plant in your house to bring joy and luck is given below.
X
Desktop Bottom Promotion