For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખિલજીએ કેમ કર્યો હતો ચિત્તૌડ પર હુમલો ? શું છે રાણી પદ્માવતીનો ઇતિહાસ ?

By Lekhaka
|

સંજય લીલા ભાનુશાળીની આવનાર ફિલ્મ પદ્માવતી વિવાદોમાં ઘેરાઈ ચુકી છે. આ ફિલ્મ રાણી પદ્ાવતીના જીવન પર ફિલ્માવવામાં આવી છે, પરંતુ કેટલાક જાણકારો અને સમર્થકોએ આ ફિલ્મનો એટલા માટે વિરોધ શરૂ કરી દિધો છે, કારણ કે તેમનુ કહેવું છે કે રાણી પદ્માવતીને આ ફિલ્મમાં ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. આજે અમે રાણી પદ્માવતી વિશે વાત કરીશું. આપને અમે તે વાતો બતાવીશું કે જે આપને અત્યાર સુધી ખબર નહીં હોય.

રાણી પદ્માવતીની તે હકીકત કે જેને સાંભળીને આપ પોતાના દાંતો તળે આંગળી દબાવી લેશો. રાણી પદ્માવતી વિશે ઇતિહાસમાં બધુ જ મોજૂદ છે, પરંતુ કેટલીક એવી વાતો પણ છે કે જે તેમને અજબ ગઝબ રાણી બનાવે છે.

ઘણા એવા હુનરો કે જે તે જમાનામાં કોઈની પાસે નહોતા. આ વાતો આપને આશ્ચર્યમાં નાંખી દેશે. આવો જાણીએ કે તે કઈ વાત અથવા કયા રાઝ છે કે જે રાણી પદ્માવતી વિશે કોઈ નથી જાણતું.

શ્રીલંકામાં જન્મી હતી પદ્માવતી

શ્રીલંકામાં જન્મી હતી પદ્માવતી

રાણી પદ્માવતીનો ઇતિહાસ બહુ જૂનો છે. આપને જણાવી દઇએ કે 13મીથી 14મી સદી વચ્ચેનો રાણીનો ઇતિહાસ મનાય છે. તેમનો જન્મ સિંહલ દ્વીપમાં થયો હતો. હાલમાં આ જગ્યા શ્રીલંકામાં મોજૂદ છે. જો આપ પદ્માવતીને શ્રીલંકાની રાજકુમારી કહો, તો આ બિલ્કુલ પણ ખોટુ નહીં ગણાય.

કાલ્પનિક કૅરેક્ટર ગણે છે ઘણા ઇતિહાસકાર

કાલ્પનિક કૅરેક્ટર ગણે છે ઘણા ઇતિહાસકાર

આપને જણાવી દઇે કે ઘણા ઇતિહાસકારોએ તો રાણી પદ્માવતીનો વજૂદ હોવા સુદ્ધાનો ઇનકાર કરી દિધો હતો. તે પછી મલિક મોહમ્મદ જાયસીએ પોતાના એક પુસ્તક પદ્માવતમાં તેમનો ઉલ્લેખ કર્યો અને તેમના અસલી હોવાનુ સબૂત પણ આપ્યું.

સ્વયંવરમાં થયા હતા પદ્માવતીના લગ્ન

સ્વયંવરમાં થયા હતા પદ્માવતીના લગ્ન


રાણી પદ્માવતીના લગ્ન સ્વયંવરના માધ્યમથી મેવડાના રાજપૂત રાજા રતન સિંહ સાથે થયા હતાં. આ બંનેની પ્રથમ મુલાકાત વિવાહના દિવસે એટલે કે સ્વયંવરમાં જ થઈ હતી. આપને જણાવી દઇએ કે પદ્માવતી સાથે જ્યારે રાજાએ લગ્ન કર્યા હતા, તે પહેલા તેમના અનેક પત્નીઓ હતાં.

પોપટ સાથે વાત કરવાનો હુનર ધરાવતી હતી પદ્માવતી

પોપટ સાથે વાત કરવાનો હુનર ધરાવતી હતી પદ્માવતી

રાણી પદ્માવતી હરિ મનિ નામના એક પોપટથી વાત કરતી હતી. એક પુસ્તકમાં તેનો ઉલ્લેખ છે કે આ કામ કરનાર તે જમાનામાં પદ્માવતી એકમાત્ર મહિલા હતી. પોપટ સાથે વાત કરવાનો ઉલ્લેખ ઇતિહાસમાં પણ નોંધાયેલો છે.

કેમ કરી હતી ખિલજીએ ચિત્તૌડ પર ચઢાઈ

કેમ કરી હતી ખિલજીએ ચિત્તૌડ પર ચઢાઈ

ઘણા લોકોનું પોતાનું કંઇક જુદુ જ માનવું છે. કેટલાક ઇતિહાસકારો કહે છે કે તે રાણી પદ્માવતી માટે લડાઈ કરવા માંગતો હતો. તો કેટલાક લોકોનું માનવું છે કે પૈસા માટે ખિલજીએ ચિત્તૌડ પર ચઢાઈ કરી હતી.

પુરોહિત રાઘવ ચૈતન્યે કર્યું આ

પુરોહિત રાઘવ ચૈતન્યે કર્યું આ

ઘણી જગ્યાએ નોંધાયેલુ છે કે કોઇક કામથી નારાજ થઈ રાજા રતન સિંહે પુરોહિતને હાંકી કાઢ્યો હતો. આ જ વાતથી નારાજ પુરોહિતે ખિલજીને પદ્માવતીની સુંદરતા વિશે જણાવ્યુ હતું. પછી ખિલજી રાણી પર મોહિત થઈ ગયો હતો.

જ્યારે જંગમાં હારી ગયા રતન સિંહ

જ્યારે જંગમાં હારી ગયા રતન સિંહ


કહે છે કે આ જંગમાં રતન સિંહનું મોત થઈ ગયુ હતું, પરંતુ રાણી પદ્માવતી કોઈ પણ કિંમતે ખિલજીની દાસી બનવા નહોતી માંગતી. તેથી તે સૌની સામે અગ્નિમાં કૂદી પડી હતી. રાણીએ પોતાના પતિ સિવાય કોઈની ન થવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દિધી.

English summary
The history of Rani Padmavati is quite old. Let us tell you that the history of the Queen is considered between 13th and 14th centuries. He was born in Sinhalese Island. This place is present in Sri Lanka. If you call Padmavati the princess of Sri Lanka, it will not be wrong at all.
X
Desktop Bottom Promotion