For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2013ના સૌથી ચર્ચિત આવિષ્કારો પર એક નજર

|

સામાન્ય રીતે આપણું જીવન હવે દિવસેને દિવસે નવી નવી શોધ અને ટેકનોલોજીના માધ્યમથી આપણું જીવન વધુને વધુ સરળ બનતું જઇ રહ્યું છે. રોજને રોજ કોઇને કોઇ નવી શોધ આપણી આસપાસ થઇ રહી છે અને તે આપણા જીવન પર ઘણી અસર કરતી હોય છે.

ઉદાહરણ તરીકે આપણે એક ટેલિફોનની વાત કરીએ તો જ્યારે તેનો આવિષ્કાર કરાયો હતો જ્યારે આપણે દૂર રહેલી વ્યક્તિ સાથે વાત કરતા થઇ શક્યા. પરંતુ જ્યારથી સ્માર્ટફોન આવ્યા ત્યારથી દૂર રહેલી વ્યક્તિ અને આપણી વચ્ચેની દૂરીઓ જ જાણે ભૂંસાઇ ગઇ હોય. તમે તેમની સાથે વીડિયો કોલ કરી શકો છો અને એવી રીતે વાત કરી શકો છો જાણે કે તે તમારી સામે જ હોય.

2013માં ટેકનોલોજીની દુનિયામાં ઘણા એવા આવિષ્કાર અને નવી ટેકનોલોજી આવી જેમણે આપણને કામ કરવાનું સારુ અને સરળ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આજે આપને કેટલીક આવી જ શોધ અંગે વિસ્તારપૂર્વક જણાવીશું જેમણે 2013ના ટોપ આવિષ્કારોમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

2013ના સૌથી ચર્ચિત આવિષ્કારો પર એક નજર

આઇફોન 5એસ ફિંગરપ્રિન્ટ આઇ સ્કેનર

આઇફોન 5એસ ફિંગરપ્રિન્ટ આઇ સ્કેનર

એપ્પલે ગયા વર્ષે પોતાના 5એસ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઓપ્શન આપ્યો જેની મદદથી આપ ફોન અનલોક કરી શકો છો, આ 2013ના સૌથી શાનદાર મોબાઇલ ફીચરોમાંથી એક હતું.

ધ બ્લૂ કોલર રોબોટ

ધ બ્લૂ કોલર રોબોટ

બેક્સ્ટર નામનો આ રોબોટ ખાસ પ્રકારથી સાધારણ વ્યક્તિની જેમ કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ સુરક્ષિત પ્રકારે કાર્ય કરે છે, અને કાર્ય કરવાની રીતને જલદી શીખે પણ છે. 2013માં બેક્સ્ટર પણ ટેકનિકલ ક્ષેત્રે સૌથી ઉમદા આવિષ્કારોમાંનું એક રહ્યું.

સ્માર્ટવોચ

સ્માર્ટવોચ

જો આપને લાગતું હોય વારંવાર મોબાઇલને ખિસ્સામાંથી કાઢવાથી આપને મુશ્કેલી થઇ રહી છે તો તેના માટે એક સ્માર્ટવોચ લઇ લો. ગયા વર્ષે એટલે કે 2013માં પેબલ, સેમસંગ, નેક્સસે બજારમાં સ્માર્ટવોચ લોંચ કરી જેની મદદથી આપ કોલ, ટેક્ટ અને સ્કાઇપનો ઉપયોગ પણ કરી શકો છો. આ ડિવાઇસને એક સાધારણ ઘડિયાળની જેમ જ તમારા હાથે બાંધી રાખો.

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

પ્રાઇવસી ખૂબ જ જરૂરી હોય છે ખાસકરીને જ્યારે કોઇને સોશિયલ મીડિયા થકી મેસેજ મોકલો છો. સ્નેપચેટ જેવી મોબાઇલ એપ્લિકેશને પ્રાઇવસીના મામલામાં ખૂબ જ ઉમદા છે. આમાં આપ જો કોઇને મેસેજ મોકલો છો તો કેટલાંક સમય બાદ તે તેની જાતે જ ડિલીટ થઇ જાય છે.

આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ

આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ

ગૂગલ રે કર્જવિલે એક એવું સોફ્ટવેર ડેવલોપ કર્યું છે આપના વિચાર, ઇમેજ, સાઉન્ડ, અને અન્ય ડેટાને કોપી કરીને શીખે છે. આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સના મામલામાં આ એક શાનદાર ઉપલબ્ધિ છે.

હાઇવોલ્ટેજ સુપર ગ્રિડ

હાઇવોલ્ટેજ સુપર ગ્રિડ

હજી સુધી હાઇવોલ્ટેજ ડીસી માત્ર એક સ્થળેથી લઇને બીજા સ્થળે લાઇનની મદદથી પાવર આપતી હતી, પરંતુ હવે એવી હાઇવોલ્ટેજ ડીસી આવી ચૂકી છે જે પાણીની અંદર પણ ઘણા કિલોમીટર સુધી વીજળી પહોંચાડી શકશે.

પ્રીનેંટલ ડીએનએ સીક્વેંસિંગ

પ્રીનેંટલ ડીએનએ સીક્વેંસિંગ

જો આપ જાણવા ઇચ્છતા હોવ કે આપના થનારા બાળકનો ચહેરો કેવો દેખાશે તો પેરેન્ટલ ડીએનએની મદદથી તેને પણ જોઇ શકાય છે.

3ડી પ્રિન્ટિંગ

3ડી પ્રિન્ટિંગ

મેકરબોટની જેમ ઘણા મેન્યુફેક્ચર 2009થી 3ડી પ્રિન્ટિંગના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. હાલમાં જ તેમણે થ્રીડી પ્રિન્ટર રજૂ કર્યું છે જેમાં કેમેરો પણ લાગેલો છે, તો ઓબ્જેક્ટને જોઇને આબેહૂબ તેના જેવી જ 3ડી પ્રિંટ આપની સામે બનાવી આપશે, ઉપરાંત વાઇફાઇની મદદથી આપ તેમાં ડેટા પણ ઇન્સ્ટોલ કરી શકશો.

અલ્ટ્રા એફીશિયન્ટ સોલર પાવર

અલ્ટ્રા એફીશિયન્ટ સોલર પાવર

2013માં સોલર પાવર ટેકનીકના ક્ષેત્રમાં ઘણા વિકાસ થયા. ગયા વર્ષે એવી ડિવાઇસ બજારમાં આવી જે સૂરજની દિશાને ટ્રેક કરીને એજ દિશામાં એડજસ્ટ થઇ જાય છે, આનાથી વધારે સોલર એનર્જીનો પ્રયોગ પણ કરવામાં આવી શકે છે.

English summary
Know about top technology achievements in 2013.
Story first published: Thursday, January 16, 2014, 18:51 [IST]
X
Desktop Bottom Promotion