For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 11 આદતો સુધારો અને ગ્રહોને બનાવો બળવાન

By Kumar Dushyant
|

આપણી આદતો આપણા વ્યક્તિત્વનું દર્પણ હોય છે. જો આપણે કોઇના ઘરે જઇએ છીએ અને તેને આપણી સારી ટેવો દેખાઇ છે, તો તે આપણી વધુ નજીક આવવા લાગે છે. પરંતુ બીજી તરફ જો તે આપણી ખરાબ આદતોને જોવાનું શરૂ કરી દે છે, તો તેના ઘરમાં આપણું એક દિવસ પણ ટકવું મુશ્કેલ થઇ જાય છે. આપણને આપણી સારી ટેવોના લીધે પસંદ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે આપણી સારી ટેવોનો સંબંધ આપણા ગ્રહો સાથે પણ હોય છે.

જો તમે ઘરમાં સાફ-સફાઇ રાખતા નથી કે પછી એઠાં વાસણને કલાકો સુધી તે સ્થાન પર છોડી દો છો, જ્યાં તમે બેસ્યાં છો, તો પણ તમારી જીંદગીમાં સફળતામાં નહી મળે. તમારી આદતો જેટલી સારી હશે એટલા તમારા ગ્રહ મજબૂત બનશે. આ આદતોને જરા બદલીને જુઓ, તમે તમારી જીંદગીમાં સારું પરિવર્તન અનુભવશો.

યોગ્ય સ્થાને થૂંકવું

યોગ્ય સ્થાને થૂંકવું

જો તમને ગમે ત્યાં થૂંકવાની ટેવ છે, તો એ નિશ્વિત છે કે તમને યશ, સન્માન જો મુશ્કેલીથી મળી પણ જાય તો વધુ દિવસ ટકશે નહી. તેનાથી બચવા માટે તમે વોશ બેસિનમાં થૂંકવાનું રાખો.

ઘરમાં મંદિર સાફ રાખો

ઘરમાં મંદિર સાફ રાખો

જો તમે તમારા ઘરમાં મંદિરને સાફ રાખો છો તો તમારો બુધ સારું ફળ આપશે.

એઠી થાળી અથવા વાસણ તાત્કાલિક ધોઇ લો

એઠી થાળી અથવા વાસણ તાત્કાલિક ધોઇ લો

જે લોકો જ્યાં ખાઇ છે, જો ત્યાં એઠાં વાસણ કલાકો સુધી પડ્યા રહેવા દે, તો તેમને પણ સફળ સ્થાઇ રૂપથી પ્રાપ્ત થતી નથી. જો તમે એઠાં વાસણ ઉઠાવીને યોગ્ય સ્થાને મૂકી દો અને તેને તાત્કાલિક સાફ કરો તો ચંદ્રમા અને શનિ તમારું સન્માન કરે છે.

મોડા સુધી ન જાગો

મોડા સુધી ન જાગો

જે લોકો મોડાં સુધી જાગે છે તેમને ચંદ્રમા ક્યારેય પણ ફળ આપશે નહી.

રસોડાને ગંદું ન રાખો

રસોડાને ગંદું ન રાખો

જો તમે તમારા રસોડાને ગંદું રાખો છો તો તમને મંગળ ગ્રહના લીધે જીવનમાં સમસ્યા આવશે, મંગળ સારો કરવા માટે તમારા રસોડાને હંમેશા સ્વચ્છ રાખો.

ઘરમાં છોડવાની સારસંભાળ રાખો

ઘરમાં છોડવાની સારસંભાળ રાખો

ઘરમાં છોડવા તમારા પરિવારના સભ્યની માફક હોય છે, તો જે ઘરમાં સવારે ઉઠીને છોડવાને પાણી પીવડાવવામાં આવે છે તો આપણે બુધ, સૂર્ય, શુક્ર અને ચંદ્રમાનું સન્માન કરતાં પરેશાનીઓ સામનો કરી શકીએ છીએ.

બૂટ-ચંપલ યોગ્ય સ્થાને રાખો

બૂટ-ચંપલ યોગ્ય સ્થાને રાખો

જે લોકો બહારથી આવીને પોતાના બૂટ-ચંપલ, મોજા આમતેમ ફેંકી દે છે, તેમને તેમના દુશ્મનો પરેશાન કરે છે, તેનાથી બચવા માટે તમારા બૂટ-ચંપલ સાઇડમાં રાખો, તમારી પ્રતિષ્ઠા જળવાઇ રહેશે.

પાણીનો બગાડશો નહી

પાણીનો બગાડશો નહી

જો તમે સ્નાન કર્યા બાદ બાથરૂમમાં તમારા કપડાં આમતેમ ફેંકી દો છો, અથવા પછી આખા બાથરૂમાં પાણી ઉડાડીને આવો છો તો તમારો ચંદ્રમા કોઇપણ સ્થિતીમાં તમને સારું ફળ આપશે નહી. તમારી સાથે હંમેશા ખરાબ થશે અને તમે હંમેશા નિરાશ દેખાશો એટલા માટે પાણીને હંમેશા નિતારી દેવું જોઇએ.

પગની સફાઇ

પગની સફાઇ

બહારથી આવ્યા બાદ તાત્કાલિક તમારા હાથ-પગ ધુવો. તમને જોવા મળશે કે તમારી અંદરનું ચિડીયાપણું ધીમે-ધીમે ખતમ થઇ જશે. સાથે જ મગજની શક્તિ વધશે અને ગુસ્સો ધીમે-ધીમે ઓછો થવા લાગશે.

બુમો પાડીને ન બોલો

બુમો પાડીને ન બોલો

જેટલી જોરથી બુમો પાડીને તમે બોલશો એટલું જ શનિદેવ તમારું ખરાબ કરશે.

ક્યારેય ખાલી હાથ ઘરે ન ફરો

ક્યારેય ખાલી હાથ ઘરે ન ફરો

આપણા શાસ્ત્રોના અનુસાર એવી માન્યતા છે કે ઘર પરત ફરતી વખતે ઘરના વડીલો અથવા બાળકો માટે કંઇકને કંઇક લઇને જવું જોઇએ. જે ઘરમાં વડીલો અને બાળકો ખુશ રહેશે, તે ઘરમાં લક્ષ્મીજીનો હંમેશા વાસ હંમેશા રહે. જો બાળકો અને વડીલો નિરાશ થશે તો લક્ષ્મીજી નારાજ થઇને જતા રહેશે અને ઘરના સભ્યોમાં નકારાત્મક અથવા નિરાશાના ભાવ આવવા લાગશે.

English summary
Do you know that our good or bad habits can effect our stars? Here are few ways to get good luck by changing your bad habits. Change these habits to get good future.
Story first published: Monday, September 1, 2014, 11:10 [IST]
X
Desktop Bottom Promotion