Just In
- 347 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 356 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1086 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1089 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
આ પ્લાન્ટ આપના જીવનમાં ભરી દેશે સુખ-સમૃદ્ધિની તાજી હવા
[લાઇફસ્ટાઇલ] કૂદરતના ખોળામાં રહેવું કોને ના ગમે આવો સવાલ કરવામાં આવે તો કોઇનો જવાબ નામાં ના આવે. દરેક વ્યક્તિને હરિયાળી ગમતી જ હોય છે પરંતુ ના છૂટકે તેને સીમેન્ટ અને કોંક્રિટના જંગલમાં રહેવા ટેવાયેલો છે. પરંતુ એવું પણ નથી કે આપ સિમેન્ટના મકાનમાં રહેવા છતાં પણ આપની આસપાસ હરિયાળી વિકસાવી શકો છો, અને કૂદરતના અનુભવની સાથે સાથે આપના સ્વાસ્થ્યની પણ કાળજી લઇ શકો છો.
કહેવાનો અર્થ એ છે કે ઘરને સજાવો એવા પ્લાન્ટથી કે જે ઘરને સુંદર બનાવવાની સાથે ઘરની હવાને પણ શુધ્ધ રાખે. અમે અમારા આ લેખમાં આજે એવા જ કેટલાંક પ્લાન્ટ વિશે આપની સાથે ચર્ચા કરીશું. આ પ્લાન્ટને આપ આપના ઘરમાં, આંગણમાં કે પછી ઓફિસમાં પણ લગાવી શકો છો. આવો જોઇએ કયા છે એ પ્લાન્ટ અને શું છે તેના ફાયદા...

તુલસી
આ છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે, આ પ્રેમ, જનૂન, ધન, ભાગ્ય અને સુંદરતાને પોતાની તરફ આકર્ષિત કરે છે. જો આ છોડ ઘરની સામે લગાવવામાં આવે તો કિસ્મત ચમકવા લાગે છે, અને બધી ખરાબ ઉર્જા દૂર જવા લાગે છે.

વાંસનો છોડ
વાંસનો છોડ ઘરમાં લગાવવાથી તે છોડ હવાને સાફ રાખે છે, કેમકે તે કાર્બન મોનોઓક્સાઇડ, બેંજીન એન ક્લોરોફૉમ જેવાં તત્વનો નાશ કરે છે. આ છોડને વધારે સૂર્યપ્રકાશની જરૂર નથી હોતી આ કારણથી તમે વાંસ ના છોડને લિવિંગ રૂમ કે બેડરૂમમાં પણ રાખી શકો છો.

રબ્બરના પ્લાન્ટ
ભારતમાં રબ્બરના પ્લાન્ટ સામાન્ય છે. આ પ્લાન્ટને વધારે રોશનીની જરૂર પડે છે અને જોડે જોડે ખાતર અને પાણીની પણ, જેનાથી તે સ્વસ્થ રહે. રબ્બરના પ્લાન્ટ લગાવવાથી કાર્બન મોનોઓક્સાઇડ અને ટ્રાઇક્લોરોઇથીન જેવા તત્વ હવામાંથી નાશ પામે છે.

સોપારીનું વૃક્ષ
સોપારીનું વૃક્ષ વાંસના વૃક્ષની જેવું જ હોય છે, તેના પાંદડાનો આકાર અર્ક જેવો જ હોય છે, જે દેખાવવામાં વધારે સુંદર હોય છે. સોપારીના છોડને વધારે સૂર્યપ્રકાશની જરૂર હોય છે અને વધારે પાણીની જરૂર પડે છે. આ છોડ હવામાંથી કાર્બન મોનોઓક્સાઇડ, જાઇલીન, અને ટ્રાઇક્લોરોઇથીન ને નાશ કરે છે અને હવા ને શુધ્ધ રાખે છે.

ગુલાદાઉદી કે ક્રિસૈન્થમમના પ્લાન્ટો
ગુલાદાઉદી કે ક્રિસૈન્થમમના પ્લાન્ટોના તો માત્ર સુંદર લાગે છે પરંતુ હવાને પણ સાફ રાખે છે. આ પ્લાન્ટને સૂર્યની રોશનીમાં રાખો અને માટીમાં પાની નાખતારો જેથી માટીમાં ભીનાશ બની રહે. જે અમોનિયાથી રાહત અપાવે છે.

મની પ્લાન્ટ
આ ખૂબ જ સામાન્ય પ્લાન્ટ છે. આ આપના માટે લકી સાબિત થઇ શકે છે, કારણે તે સારા સ્વાસ્થ્ય, લાંબા જીવન, પૈસા અને સમૃદ્ધિ લાવવાના સંકેત આપે છે. આ આપના જીવનમાં રૂપિયાની ભરમાર કરશે, એટલે આપના આંગણામાં આ છોડ ચોક્કસથી વાવો.