For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કયા ફ્રેંડને કરવું જોઇએ ફેસબુકમાંથી તરત અનફ્રેંડ ?

By Lekhaka
|

શું આપ ફેસબુક પર પોતાનાં મિત્રોની પોસ્ટ જોઈ ઉદાસ અને નારાજ થઈ જાઓ છો ? જો હા, તો આ ખૂબ જ જરૂરી છે કે આપ કેટલાક લોકોને ફ્રેંડ લિસ્ટમાંથી હટાવી દો કે જેમને ઉલ્લેખ આ આર્ટિકલમાં કરવામાં આવ્યો છે.

વાસ્તવિક જીવનમાં આપે મિત્ર બનાવવાની બાબતમાં ખૂબ જ ચૂઝી હોવું જોઇએ, પરંતુ ફેસબુક પર મિત્રો બનાવતી વખતે પણ સજગતાની જરૂર છે. આપણને પોતાનું જીવન પોતાના હિસાબે જીવવાનો પૂરો હક છે અને એ જરૂરી છે કે તેવા લોકોની બિનજરૂરી મદદ ન કરવામાં આવે કે જે આપનાં જીવનને જોખમમાં નાંખે છે.

આપણે નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ રિલેક્સ થવા અને પોતાને ગમતા લોકો સાથે જોડાવા માટે કરી શકીએ છીએ. જોકે જ્યારે આપ પોતાનાં મિત્રને પોતાની નવી કાર કે બંગલૉનો દેખાડો કરતા જુઓ છો, તો આપ ભલે કેટલાય ખુશ હોવ, પરંતુ પોતાની જાતને ઓછું આંકવા લાગો છે.

તેથી આપને જાણ હોવી જોઇએ કે ફેસબુકનાં અનફ્રેંડ બટનનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે અને તેવા લોકોને આપ પોતાનાં મિત્રોની યાદીમાંથી હટાવી દો કે જે આપની માનસિક શાંતિનો ભંગ કરી રહ્યા હોય.

એક શોધ દ્વારા જાણવા મળે છે કે આપની કીર્તિ તેમજ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર આપની ખુશી આપની વિચારસરણી તથા વર્તન પર અસર નાંખે છે.અહીં પર કેટલાક એવા લોકો વિશે કહેવામાં આવ્યું છે કે જેમને તરત પોતાની ફ્રેંડ લિસ્ટમાંથી હટાવી દેવા જોઇએ.

દેખાડો કરનારાઓ :

દેખાડો કરનારાઓ :

ફેસબુક પર આપની યાદીમાં કેટલાક એવા લોકો હશે કે જે પોતાની હંસતી-રમતી જિંદગી નાની-નાની વાતોનું વિસ્તરણપૂર્વક વર્ણન કરે છે. તે પોતાનાં શાનદાર બાથરૂમથી લઈ દરેક રજાએ કરાયેલી ઉજવણીનાં સ્થળની ફોટો અપલોડ કરે છે. તેમનો ઉદ્દેશ બીજો કોઈ નહીં, પણ પોતાનાં મિત્રો વચ્ચે માત્ર દેખાડો કરવાનો હોય છે. જો આ મિત્ર આપને આપની પોતાની નજરમાં નીચું જોવાપણું કરાવી રહ્યો હોય, તો આપ તેને પોતાની લિસ્ટમાંથી હટાવી દો. વિશ્વાસ રાખો કે તેમને જરાય ફરક નહીં પડે.

દલીલ કરનારા :

દલીલ કરનારા :

ફેસબુક પર આપનાં કેટલાક મિત્રો હશે કે જે નાનીથી નાની ચર્ચા કરવાનું પસંદ કરતાં હશે. તેઓ સોશિયલ સાઇટ પર રાજકારણ, ધર્મ અને એવા ઘણા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર રહે છે. આ દરમિયાન તેઓ કેટલીક અપમાનજનક તથા અપ્રિય ભાષાનો ઉપયોગ પણ કરી લે છે. તેથી સારૂં રહેશે કે આપ તેવા લોકોને પોતાની યાદીમાંથી કાઢી નાંખો, એ પહેલા કે આપ કોઇક મુસીબતમાં ફસાઈ જાઓ.

ધોંસ દાખવનાર :

ધોંસ દાખવનાર :

ફેસબુક પર જો આપનો બૉસ આપના ફ્રેંડ લિસ્ટમાં છે, તો આ આપાની સૌથી મોટી ભૂલ છે. તે આપનો બૉસ છે કે અને આપ એવું નહીં ઇચ્છો કે તેને એ ખબર પડે કે આપે બીમાર થવાનું બહાનું કરી રજા લીધી છે અને પરિવાર સાથે બહાર આપ મોજ કરી રહ્યાં છો.

ટીકાકાર :

ટીકાકાર :

ફેસબુક પર આપણા સૌનો એક એવો મિત્ર હશે કે જે આલોચક (ટીકાકાર)ની ભૂમિકા સારી રીતે ભજવતો હશે. સોશિયલ સાઇટ મજા માટે અને પોતાની તસવીરો શૅર કરવા માટે છે. જો આપનો મિત્ર તે તસવીરથી નિસ્બત ન રાખતો હોય અને તેનો ટીકાકાર બની જાય, તો તેને પોતાના લિસ્ટમાંથી હાંકી કાઢો.

જૂનો પ્રેમ :

જૂનો પ્રેમ :

હા, આપે સાચું જ સાંભળ્યું. પોતાના જૂના પ્રેમને પોતાનાં લિસ્ટમાં ન રાખો. તેનાથી આપ ખુશ રહેશો. પોતાના જૂના પ્રેમને લિસ્ટમાં રાખી આપ પોતાના ભૂતકાળને વગોળી દુઃખી થશો અને આપ પોતાનાં વર્તમાનમાં ખુશ નહીં રહી શકો. તેથી અનફ્રેંડ બટન પર તાત્કાલિક ક્લિક કરો.

પ્રાઉડ પેરંટ્સ :

પ્રાઉડ પેરંટ્સ :

જો આપના લિસ્ટમાં કેટલાક ‘પ્રાઇડ પરેંટ્સ' છે કે જે ઘણી વાર પોતાનાં બાળકોની તસવીરો મૂકે છે, તો તેમને લિસ્ટમાંથી હટાવી દો. બાળકોની તસવીરો જોવી સુખદ અનુભવ હોય છે, પરંતુ જો આપનાં લગ્ન થઈ ચુક્યા છે અને આપે બાળક વિશે હજી વિચાર્યુ નથી,તો આપનાં અંગત સંબંધો આવી તસવીરો જોઈ બગડી શકે છે.

અજનબી :

અજનબી :

આપનાં લિસ્ટમાં અડધાથી વધુ એવા લોકો હશે કે જેમને આપ ક્યારેય મળ્યા પણ નહીં હોવ. આપે તેમને મિત્ર બનાવી લીધા, કદાચ આ બહુ જૂની વાત હશે. પોતાનાં ફેસબુક પેજમાંથી દરેક અજાણ્યા મિત્રને કાઢી મૂકો, કારણ કે આપને તેમનાં બૅકગ્રાઉન્ડ વિશે કંઈ ખબર નથી. જ્યારે આપ વાસ્તવિકતામાં અજાણ્યાઓ સાથે વાત નથી કરતાં, તો ફેસબુક પર મૈત્રી કેમ રાખવાની.

English summary
A research has shown that your reputation and how happy you feel on the social networking sites influence your thoughts and behaviour. So, listed here are some friend types that you must unfriend on facebook right this instant.
Story first published: Monday, February 6, 2017, 11:15 [IST]
X
Desktop Bottom Promotion