For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોલકાતામાં બન્યું “બાહુબલી”નાં “માહિષ્મતિ મહેલ”ની થીમ પર દેશનું સૌથી મોંઘુ પંડાલ

By Lekhaka
|

બંગાળમાં દુર્ગા પૂજા દુનિયા ભરમાં ફેમસ છે. દર વર્ષે અહીં દરેક શેરી-નાકામાં દુર્ગા પૂજા પ્રસંગે પંડાલ શણગારવામાં આવેછે. આ વખતે પણ કોલકાતામાં અનેક સુંદર અને ભવ્ય પંડાલો શણગારવામાં આવ્યા છે.

પરંતુ કોલકાતાનાં લેક ટાઉન નજીક શ્રી ભૂમિ સ્પોર્ટિંગ ક્લબનું પંડાલ પોતાની ભવ્યતા અને કિંમતનાં કારણે ચર્ચામાં છે. બાહુબલી મૂવીનાં માહિષ્મતિ મહેલની થીમ પર બનેલઆ પંડાલને બનાવવામાં 10 કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યા છે.

Bahubali Theme

માહિષ્મતિ મહેલની થીમ પર બન્યું

તેમાં એક પંડાલ એવું પણ છે કે જેના વિશે પોતે બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બૅનર્જીનું કહેવું છે કે આ દુનિયાનું સૌથી મોંઘુ દુર્ગા પંડાલ છે. તેમણે આ પંડાલને દેશું સૌથી મોંઘુ પંડાલ હોવાનું પ્રમાણ પત્ર પણ આપ્યુ છે. તેમાં બાહુબલી-2 ફિલ્મનાં આધારે માહિષ્મતિ મહેલ સાથે ભળતો આવતો મહેલ બનાવવામાં આવ્યો છે. આ આખુ પંડાલ પ્લાયવુડથી તૈયાર કરવામાં આવ્યું છે.

110 ફીટ ઊંચુ પંડાલ

આ માહિષ્મતી દુર્ગા પંડાલ 110 ફુટ ઊંચુ છે. લગભગ 150 કલાકારોએ સતત ત્રણ મહિના મહેનત કરી તેને બનાવ્યું છે. આ કોલકાતાનાં લેકટાઉન નજીક શ્રી ભૂમિ સ્પોર્ટિંગ ક્લબનું પંડાલ છે. આ બહુ ભવ્ય છે. ક્લબનાં મંત્રી ડી કે ગોસ્વામીનું કહેવું છે કે ફિલ્મ "બાહુબલી"ને જે રીતે પબ્લિસિટી મળી, તે પછી અમે નક્કી કર્યું કે આ જ થીમ ઉપર પંડાલ બનાવીશું.

દુર્ગાની મૂર્તિ સોના અને હીરાથી મઢેલી

તેનાં મુખ્ય દ્વાર પર બે હાથીઓ સૂંડ ઉઠાવી ઊભા છે. મહેલમાં પ્રવેશ કરતા અંદર માતા દુર્ગાની મૂર્તિ છે કે જેને સોના, ચાંદી અને હીરાનાં આભૂષણોથી શણગારવામાં આવી છે. આ પંડાલની સુરક્ષા માટે 300 સુરક્ષા ચોકીદારો તહેનાત કરવામાં આવ્યા છે.

English summary
filmy styleA pandal in Kolkata resembling the Mahismati palace shown in the film Baahubali 2Special Arrangement.
Story first published: Tuesday, September 26, 2017, 12:00 [IST]
X
Desktop Bottom Promotion