For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શૉકિંગ... છોકરીનાં પેટમાંથી નિકળ્યો 750 ગ્રામનો વાળનો ગુચ્છો, ડૉક્ટર્સ પણ દંગ...

By Lekhaka
|

સમય બદલવાની સાથે જ ઘણી એવી બીમારીઓએ પણ જન્મ લીધો છે કે જે આશ્ચર્યમાં મૂકી દેનારી હોય છે. ઘણી એવી બીમારીઓ પણ છે કે જે લાઇલાજ (અસાધ્ય) નથી હોતી, જ્યારે ઘણી બીમારીઓથી બચી પણ શકાય છે.

આવી જ એક અનોખી બીમારી 'રેપેંજલ સિંડ્રૉમ' છે. આ બીમારીથી ગ્રસ્ત એક છોકરીનું ઑપરેશન કરી ડૉક્ટરોએ તેનાં પેટમાંથી કંઇક એવું કાઢ્યું કે જેને જોઈને તેઓ પોતે આશ્ચર્યમાં મૂકાઈ ગયાં.

આખરે એવું શું હતું કે તેનાં પેટમાં કે જેણે સૌને ચોંકાવીને મૂકી દિધા ? આવો જાણીએ...

hair bunch came out of the girl's stomach

મુંબઈમાં બની આ અનોખી ઘટના

આ દંગ કરી દેનાર ઘટના મુંબઈનાં ઘાટકોપરની છે કે જ્યાં અર્ચના નામની છોકરીનાં પેટમાંથી તબીબોએ ઑપરેશન કરી 750 ગ્રામનો વાળનો ગુચ્છો કાઢ્યો છે. હા જી, આ સાચુ છે, જ્યારે તબીઓએ આ નજારો જોયો, તો તેઓ પોતે વિચારમાં પડી ગયા કે આટલા બધા વાળએક સાથે પેટમાં કઈ રીતે આવી શકે છે.

વાળ ખાતી હતી આ છોકરી

હકીકતમાં અર્ચનાની ઉંમર 20 વર્ષની છે અને તે બાળપણથી જ વાળ ખાવાની વિચિત્ર આદતનો ભોગ બનેલી હતી. સતત વાળ ખાવાની આ આદતે અર્ચનાને હૉસ્પિટલે પહોંચાડી દિધી. જ્યારે અર્ચનાને હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી, ત્યારે તેને ચક્કર આવી રહ્યા હતાં અને ઉલ્ટીઓ થઈ રહી હતી.

20 વર્ષની ઉંમર અને 30 કિલો વજન

જ્યારે અર્ચનાને હૉસ્પિટલે લાવવામાં આવી, ત્યારે તેની હાલત બહુ ખરાબ હતી. તેનું વજન માત્ર 30 કિલો હતી. પેટમાં વધુ પડતો દર્દ અને સતત ઉલ્ટીઓનાં કારણે ડૉક્ટર્સે તેનું ઑપરેશન કરવું પડ્યું. ઑપરેશન બાદ વાળનો આ ગુચ્છો તેનાં પેટમાંથી નિકળ્યો કે જે ચોંકાવી દેનારો હતો.

વાળ ક્યારેય પચતા નથી

ડૉક્ટરે જણાવ્યું કે વાળ જ્યારે આપણા પેટમાં જાય છે, તો તેઓ ક્યારેય પચતા નથી. થોડાક વાળઆપણા મળ સાથે બહાર પણ નિકળી શકે છે, પરંતુ અર્ચનાનો કેસ ઉંધો હતો, કારણ કે તે વાળ ખાતી હતી. આ જ કારણસર વાળનો આટલો મોટો ગુચ્છો પેટમાં જમા થઈ ગયો હતો.

English summary
This shocking event is of Ghatkopar in Mumbai. Where doctors of a girl named Archana got the hair bunch of 750 gm by the operation.
Story first published: Saturday, September 16, 2017, 13:37 [IST]
X
Desktop Bottom Promotion