Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ઇતિહાસના એવા લોકો કે જે મૃત્યુ બાદ પણ કમાવે છે કરોડો ડૉલર
દેશમાં અને વિદેશમાં ઘણા બધા એવા લોકો છે કે જેમણએ પોતાના જીવનમાં બહુ મોટો મુકામ હાસલ કર્યો છે. આ લોકો કાં તો કોઈ મોટા સ્પોર્ટ્સ મૅન હતા, ખેલાડી હતા અથવા કોઈ મોટા વેપારી હતાં. આ લોકોએ પોતાના જીવનમાં જેટલુ નામ અને પૈસા કમાવ્યા છે, તે કતાજ જ કોઈ બીજાએ કમાવ્યાહશે.
આપને મનુષ્યનું જીવન એક વાર મળે છે. આપને આ જ જીવનમાં બધુ કરવાનું હોય છે કે જે આપ વિચારો છો. જીવન રહેતા આપ કંઈ પણ કરો, પણ એક વાર જો આપ મરી ગયા, તો આપ કંઈ નથી કરી શકતા.
આ વાત આજે આની પર આધારિત છે કે કેટલાક એવા લોકો છે કે જેઓ પોતાના મૃત્યુ બાદ પણ પૈસા કમાવી રહ્યા છે. જે પૈસા તેઓ કમાવી રહ્યા છે, તેમની સંખ્યા કરોડોમાં છે.
સાંભળીને આપને વિચિત્ર જરૂર લાગશે, પણ આ સાચું છે. આજે અમે વાત કરીશું કેટલાક એવા જ લોકોની કે જેઓ મરી તો ગયા, પરંતુ આજે પણ કરોડો પૈદા કરે છે. આવો જાણીએ તેમના વિશે...

અર્નાલ્ડ પૉલ્મર
અર્નાલ્ડ પૉલ્મરને ગોલ્ફનો કિંગ કહેવામાં આવે છે. તેમણે પોતાના જીવતે જીવ ઘણા પૈસા કમાવ્યા. તેમનું મૃત્યુ 87 વર્ષની વયે થયું. જોકે તેમના મોતને હજી એક મહિનો જ થયો છે. પોતાના મૃત્યુ બાદ પણ તેમની આ મહિનાની કમાણી 4 કરોડ ડૉલર છે. ચોંકાવનારી આ વાત સાચી છે. તેનો ખુલાસો એક લોકલ અખબારે કર્યો છે.

માઇકલ જૅક્સન
આ દુનિયામાં કદાચ જ કોઈ એવો હોય કે જે પૉપના બેતાજ બાદશાહ રહેલા માઇકલ જૅક્સનને ન જાણતો હોય. તેમણે ઘણા દાયકાઓ સુધી ફૅંસનાં દિલો પર રાજ કર્યું અને પોતાનાં મૃત્યુ બાદ પણ લોકોનાં દિલોમાં રાજ કરી રહ્યાં છે. મૃત્યુ બાદ પણ માઇકલ અજોડ કમાણી કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે આ વર્ષે માઇકલે 551 કરોડ ડૉલર કમાવ્યા છે કે જે સલમાન ખાનની કમાણી કરતા 2 ગણુ વધુ છે.

ચાર્લ્સ શૂલ્ઝ
આપને જણાવી દઇએ કે ચાર્લ્સ શૂલ્ઝ પોતાના જમાનાના ખૂબ જ ફેમસ કાર્ટૂનિસ્ટ હતાં. જોકે તેમનું મોત તો સને 2000માં જ થઈ ગયુ હતું, પરંતુ તેમની કમાણીનો સિલસિલો આજે પણ ચાલુ છે. આપને જણાવી દઇએ કે તેમણે આ વર્ષે પણ 321 કરોડ રુપિયાની કમાણી કરી છે કે જે આપણા અભિનેતા શાહરુખ ખાન કરતા અનેક ગણી વધુ છે. તેમણે પોતાનાં મૃત્યુ બાદ એટલી કમાણી કરી છે કે જે તેમણે જીવતે જીવ નહોતી કરી.

એલ્વિસ પ્રેસ્લે
આપને જણાવી દઇએ કે આમને રૉકની દુનિયાનો પ્રિંસ ગણવામાં આવતો હતો. એલ્વિસ પ્રેસ્લેએ પોતાના જીવનમાં બહુ પ્રિસિદ્ધિ અને નામ કમાવ્યા હતાં. આપને જાણીને આશ્ચર્ય થશે કે એલ્વિસ પ્રેસ્લેનું મૃત્યુ સને 1977માં જ થઈ ગયુ હતું, પરંતુ આજ સુધી તેમની અવિરત કમાણી ચાલુ છે. આ દરેક કમાણીનો રેકૉર્ડ બનાવે છે. આ વર્ષની કમાણીના આંકડા આશ્ચર્યજનક છે. આ વર્ષે તેમણે 180 કરોડ રુપિયાની કમાણી કરી છે.

ઍલ્બર્ટ આઇંસ્ટાઇન
કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે પોતાના સ્કૂલ કાળ દરમિયાન ઍલ્બર્ટ આઇંસ્ટાઇન વિશે નહીં વાંચ્યુ હોય. આમને દુનિયાનો સૌથી મોટો વૈજ્ઞાનિક કહેવામાં આવે છે. તેમના મૃત્યુને 66 વર્ષ પૂરા થઈ ચુક્યા છે. આપને જણાવી દઇએ કે આમની આ વર્ષની કમાણી 76 કરોડ રુપિયા છે.