For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લગ્નના દિવસે દરેક વરના મનમાં ઉદભવે છે આ ૯ સવાલ

By Lekhaka
|

લગ્ન વિશે ઘણી બધી વાતો કહેવામાં અને લખવામાં આવી છે. મોટાભાગે બધા જ કેસમાં આપણે કન્યાના સપના વિશે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ જો કે બીજી બાજુ આપણે વરરાજાને પોતાની સુવિધા અનુસાર તેને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી દઈએ છીએ. જો કે લગ્ન ના ફક્ત છોકરીઓની જીંદગી બદલી નાખે છે પરંતુ છોકરાના જીવનને પણ પૂરી રીતે બદલી દે છે.

તે સમયે જ્યારે વર લગ્નનો પોશાક પહેરે છે, ત્યારે તેના મગજમાં વિચારો અને ભાવિ ચિંતાઓ પણ ચાલતી રહે છે. આવો, આપણે તે વિચારો વિશે વાંચીએ જે લગ્નના દિવસે વરના મનમાં તોફાનની જેમ ઊઠતા રહે છે.

1. શું આ છોકરી મારા માટે યોગ્ય છે?

1. શું આ છોકરી મારા માટે યોગ્ય છે?

લગ્નની પરંપરા નિભાવતી સમયે મોટાભાગના વરના મનમાં આ વિચાર જરૂર આવે છે કે જેની સાથે તે જીવનભર માટે બંધાવવા જઈ રહ્યો છો, તે તેના માટે ઉપયોગી જીવનસાથી હશે કે નહી. અઠવાડિયા, મહિના અને કેટલાય વર્ષો વિત્યા પછી પણ તેના મનમાં આ વિચાર હંમેશા ચાલતો રહે છે. લગ્ન સંબંધી પોતાના અંતિમ નિર્ણયનું વિશ્લેષણ તે હંમેશા કરતો રહે છે.

2. શું મેં બધા જ રીત રીવાજો યોગ્ય રીતે નિભાવ્યા?

2. શું મેં બધા જ રીત રીવાજો યોગ્ય રીતે નિભાવ્યા?

લગ્નના વિવિધ રિવાજો હોય છે, જેને વરે એકલા કે પછી પોતાની નવવધુ સાથે નિભાવવા પડે છે. જો કે બધાની નજર તેના પર મંડાયેલી હોય છે, એટલા માટે તે ઈચ્છતો હોય છે કે તે દરેક પગલું યોગ્ય રીતે ભરે. જેમ-જેમ લગ્નનું મુહૂર્ત નજીક આવે છે, ત્યારે તે બધા જ રીવાજોને પૂરી કરવા માટે થોડો જાગ્રત રહે છે. નવવધુના ઘરેથી ઘણા મહેમાનો તેને જોવા આવે છે, ત્યારે પોતાનો પ્રભાવ તેમના પર જમાવવા માટે આ એક સારી તક હોય છે.

3. સાળીઓને કેટલા પૈસા આપવા પડશે?

3. સાળીઓને કેટલા પૈસા આપવા પડશે?

લગ્નના સ્થળથી માંડીને જૂતા છુપાવવા સુધીના રીવાજોને નિભાવા સુધી વરને પોતાની સાળીઓને બક્ષિસ આપવા માટે ખૂબ જ રૂપિયાની જરૂર હોય છે. મનોરંજનથી ભરપૂર આ રિવાજોથી વરને આનંદની અનુભૂતિ થાય છે અને તે ઈચ્છે કે તેના માટે તે જરૂરી ઘન રાશિ તેમને ભેટ આપે. નવવધુની તરફથી જે કંઈપણ આપવામાં આવે છે તે ખૂબ જ પ્રભાવી હોય છે અને તે નથી ઈચ્છતો કે તે પોતાને તેમની સામે પોતાને દેવાળિયો અથવા કંજૂસ જાહેર કરે.

4. મને આશા છે કે હું સુંદર દેખાઈ રહ્યો છું

4. મને આશા છે કે હું સુંદર દેખાઈ રહ્યો છું

નવવધુની જેમ જ તેના માટે પણ તે જીવનનો મોટો દિવસ હોય છે. તે પણ ઈચ્છે છે કે તે દિવસે તે પણ સારો દેખાઈ.

તે શેરવાની પહેરે, સૂટ પહેરે કે અન્ય પોષાક પણ બધું જ એવું હોવું જોઈએ કે ફેશનના પ્રતિ તેની જાગરુકતા અને તેના પ્રભાવી વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય.

5. હું ખર્ચની વ્યવસ્થા કેવી રીતે કરીશ?

5. હું ખર્ચની વ્યવસ્થા કેવી રીતે કરીશ?

તે કહેવામાં કોઈ સંકોચ નહી થાય કે લગ્નના પછી નાણાકીય જવાબદારીઓ વધી જાય છે. જો તેની પત્ની પણ કમાતી હોય, તો પણ આપણી સામાજિક માન્યતાના અનુસાર પરિવારનો નાણાંકીય ભાર અને પરિવારની સુરક્ષાના માટે તેને જ જવાબદાર માનવામાં આવે છે. કલ્પના કરો કે બધી જ મોટી જવાબદારીઓ તેને લગ્નના બીજા દિવસે જ ઉપાડવી પડે, ત્યારે તેના મન પર શું વીતે છે, તેનું અનુમાન લગાવી શકાય છે. અંતમાં એક સમજદાર યુગલની રીતે તમારે સાથે મળીને ખર્ચા સંબંધિત યોજનાઓ કેવી રીતે બનાવી જોઈએ, તેના પર વિચાર કરવો જોઈએ, તેથી આજથી જ જિંદગીના સારા દિવસો ખુશીથી વ્યતીત કરી શકાય.

6. શું તે મારા પરિવાર સાથે એડજસ્ટ થઈ શકશે?

6. શું તે મારા પરિવાર સાથે એડજસ્ટ થઈ શકશે?

શક્ય છે કે બે પરિવારની પરંપરાઓ એક જેવી હોય શકે છે,પરંતુ તે સરખી ક્યારેય નથી હોતી. અને જ્યારે પત્ની તેના જીવનમાં અને સાથે જ તેના ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે વરને આ પરંપરાઓને લઈને થોડી સમસ્યા થઈ શકે છે. અંત: તે તેની જવાબદારી છે કે બે પરિવારોની પરંપરાઓના વચ્ચે જે પણ અંતર છે, તેની પૂરતી તે પોતે કરે.

7. મને આશા છે કે હું સારો પતિ બનીશ

7. મને આશા છે કે હું સારો પતિ બનીશ

આપણા બધાનો જીવનમાં આ એક જ ઉદ્દેશ્ય હોય છે કે આપણે એક સારી જિંદગી જીવીએ. આપણે જીવનમાં એક પતિ, ભાઈ અને મિત્રનો જે રોલ નિભાવવા માટે મળે, તેને સારી રીતે નિભાવવો જોઈએ. તેવી જ રીતે એક વર હંમેશા એવી ઇચ્છા રાખે છે કે તે એક સારો પતિ બને. અને જ્યારે એક પતિ બનવામાં થોડાક જ કલાકો બાકી રહે છે, ત્યારે તેના મગજમાં તેની ભાવિ પત્નીને હંમેશા ખુશ અને સંતુષ્ટ રાખવાના ઘણા વિચાર અને યોજનાઓ આવતી રહે છે.

8. શું હું બધુ જ યોગ્ય રીતે કરી શકીશ?

8. શું હું બધુ જ યોગ્ય રીતે કરી શકીશ?

ચોક્ક્સ તમે એ વિચારતા હશો કે લગ્ન પછી પ્રથમ રાત ફક્ત નવવધુ માટે જ ચિતાંજનક હોય છે, પરંતુ એવું નથી હોતું- વર પણ સમાન રીતે આ બાબતમાં ચિંતિત રહે છે. તે દિવસે તેણે પોતાના જીવન સાથીને પોતાનો પરિચય ફરી આપવો પડે છે, જેથી ભાવિ વૈવાહિક જીવનની શરૂઆત માનવામાં આવે છે. તે દિવસે તે કોઈ એવી ભૂલ નથી કરવા ઈચ્છતો, જેનો ખરાબ પ્રભાવ પડે. અંતમાં: આવા વિચાર તેના મનમાં આવવા સ્વાભાવિક છે.

9. હવે હનીમૂન માટે વધુ રાહ નથી જોઈ શકાતી

9. હવે હનીમૂન માટે વધુ રાહ નથી જોઈ શકાતી

લગ્ન પછી પોતાની પત્નીની સાથે પ્રથમ મિલનની ઉત્કંઠા વરના મનમાં રહે છે, પરંતુ વૈવાહિક રીત રિવાજો નિભાવવાના કારણે તે ક્ષણો માટે યુગલોને રાહ જોવી પડે છે. અંતમાં: જીવનમાં જ્યારે તે બહુપ્રતિક્ષિત વિશેષ દિવસ આવે છે, ત્યારે હનીમૂનને લઈને મનમાં જે વિચાર આવે છે, તેને લગ્નના દિવસે નથી રોકી શકાતા.

English summary
Let us take a look at the thoughts every Indian groom has in his mind on his wedding day.
Story first published: Friday, February 10, 2017, 15:00 [IST]
X