For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

"ॐ" ના જાપથી થાય છે 11 શારીરિક ફાયદા

By Kumar Dushyant
|

"ॐ" ફક્ત એક પવિત્ર ધ્વનિ જ નહી, અપિતુ અનંત શક્તિનું પ્રતિક છે. ॐ અર્થાત ઓઉમ્ ત્રણ અક્ષરોથી બનેલો છે, જે સર્વ વિદિત છે. અ ઉ મ્ ! ''અ'' નો અર્થ છે આર્વિભાવ અથવા ઉત્પન્ન થવું, ''ઉ'' નું તાત્પર્ય છે ઉઠવું, ઉડવું અર્થાત વિકાસ 'મ' નો અર્થ છે મૌન થઇ જવું અર્થાત ''બ્રહ્મલીન'' થઇ જવું. ॐ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ અને સૃષ્ટિનો વાહક છે.

રોજ સવારે ઉઠતાં જ લો પ્રભુનું નામ અને દિવસ બનાવો આસાન

ॐ ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય પુરૂષાર્થોનો દાતા છે. માત્રા ॐ નો જપ કરવાથી ઘણા સાધકોએ પોતાના ઉદ્દેશ્યની પ્રાપ્તિ કરી લીધી. કોશીતકી ઋષિ નિસંતાન હતા, સંતાનની પ્રાપ્તિ માટે તેમણે સૂર્યનું ધ્યાન કરી ॐ નો જાપ કર્યો તો તેમને પુત્ર પ્રાપ્તિ થઇ ગઇ. ગોપથ બ્રાહ્મણ ગ્રંથમાં ઉલ્લેખ છે કે જે ''કુશ''ના આસન પર પૂર્વની તરફ મુખ કરીને એક હજાર વાર ॐ રૂપી મંત્રનો જાપ કરે છે, તેના બધા કાર્ય સિદ્ધ થઇ જાય છે.

જાણો શું છે નજર લાગવી, તેના લક્ષણ અને ઉપાય

તણાવ રહિત શરીર

તણાવ રહિત શરીર

અનેક વાર ॐ નું ઉચ્ચારણ કરવાથી આખું શરીર તણાવ રહિત થઇ જાય છે.

ગભરામણ

ગભરામણ

જો તમને ગભરામણ અથવા અધીરતા હોય છે તો ॐ ના ઉચ્ચારણથી ઉત્તમ કશું પણ નથી.

શરીરના ઝેરી તત્વોને દૂર કરે

શરીરના ઝેરી તત્વોને દૂર કરે

આ શરીરના ઝેરી તત્વોને દૂર કરે છે, અર્થાત તણાવના કારણે પેદા થનાર દ્રવ્યો પર કાબૂ મેળવે છે.

લોહીના પ્રવાહને સંતુલિત રાખે

લોહીના પ્રવાહને સંતુલિત રાખે

આ હદય અને લોહીના પ્રવાહને સંતુલિત રાખે છે.

પાચન શક્તિ

પાચન શક્તિ

આનાથી પાચન શક્તિ ઝડપી બને છે.

યુવાવસ્થા

યુવાવસ્થા

આનાથી શરીરમાં ફરીથી યુવાવસ્થા વાળી સ્ફૂર્તિનો સંચાર થાય છે.

થાકથી બચાવે

થાકથી બચાવે

થાકથી બચવા માટે આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઇ નથી.

અનિદ્રા

અનિદ્રા

ઉંધ ન આવવાની સમસ્યા આનાથી થોડાક સમયમાં જ દૂર થઇ જાય છે. રાત્રે સૂતી વખતે ઉંઘ આવે ત્યાં સુધી મનમાં તેનો જાપ કરવાથી ચોક્કસ ઉંઘ આવશે.

મજબૂત ફેફસાં

મજબૂત ફેફસાં

કેટલાક વિશેષ પ્રાણાયમની સાથે તેને કરવાથી ફેંફસામાં મજબૂતી આવે છે.

કરોડરજ્જુ

કરોડરજ્જુ

ॐ ના પહેલા શબ્દનું ઉચ્ચારણ કરવાથી કંપન પેદા થાય છે. આ કંપનથી કરોડરજ્જુના હાડકાં પ્રભાવિત થાય છે અને તેની ક્ષમતા વધી જાય છે.

થાયરોડ ગ્રંથી

થાયરોડ ગ્રંથી

ॐ ના બીજા શબ્દનું ઉચ્ચારણ કરવાથી ગળામાં કંપન પેદા થાય છે જે થાયરોડ ગ્રંથી પર પ્રભાવ પાડે છે.

English summary
Om or Aum is a sacred word that purifies your soul and mind and helps you find peace. From yoga practitioners to monks, everyone chants the word, Om.
Story first published: Wednesday, August 13, 2014, 17:08 [IST]
X
Desktop Bottom Promotion