For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 8 વર્ષની બાળકીનું હૃદય તેના શરીરની બહાર ધબકે છે

By Lekhaka
|

એવી ઘણી મેડિકલ કંડીશન્સ હોય છે કે જે આપણને ચોંકાવી શકે છે. તેમાંની અનેક બાબતોમાં આપણે વિચારીએ છીએ કે આ વ્યક્તિ કેવી રીતે જીવિત છે અને આવા મોટાભાગનાં કેસો આપણને એક નવી પ્રેરણા આપે છે ! અમે આપને બતાવીએ છીએ એક 8 વર્ષનીની છોકરીની કહાણી કે જેનું હૃદય તેના શરીરની બહાર ધબકે છે.

મળો વિરસાવિયાને અને જાણો તેની કહાણી...

મળો વિરસાવિયાને અને જાણો તેની કહાણી...

આ 8 વર્ષની છે... 8 વર્ષની વિરસાવિયા "થોર્કો એબ્ડોમિનલ સિંડ્રૉમ કે પૅંટાલૉજી ઑફ કૅંટ્રેલ"થી પીડિત છે. 1 મિલિયન બાળકોમાંથી કોઈ એકમાં આ દુર્લભ બીમારી જોવા મળે છે.

તે બીજા આ ઉંમરનાં બાળકો જેવી છે

તે બીજા આ ઉંમરનાં બાળકો જેવી છે

તે 8 વર્ષથી અન્ય બાળકોની જેમ જ છે. તેને પેંટિંગ, ડ્રૉઇંગ અને ટટ્ટૂ ઘોડો પસંદ છે, પરંતુ જ્યારે આપને ખબર પડે છે કે આ બાળકી સામાન્ય બાળકી નથી, આ એક દુર્લભ બીમારીથી ગ્રસ્ત છે, તો આપ વિચારો છો કે આ છોકરી કેટલી બહાદુર છે અને કુદરતે તેની સાથે શું કર્યું છે.

તેનો વીડિયો વાયરલ થયો છે...

તેનો વીડિયો વાયરલ થયો છે...

એક વીડિયો વાયરલ થયો છે કે જેમાં આ બાળકી ખિલખિલાટ કરી રહી છે અને તેનું હૃદય શરીરની બહાર ધબકી રહ્યું છે. જોકે આ વીડિયો આપણને વિચલિત કરી શકે છે, પરંતુ આ બાબત ચોંકાવનારૂં છે કે આ છોકરી કેટલી સાહસી અને સુંદર છે.

તે કંઇક કરવા માંગે છે

એક ઇંટરવ્યૂમાં તેણે કહ્યું છે : "આ મારૂં દિલ છે. આવું માત્ર મારી સાથે જ છે. હું બીજાઓ કરતા જુદી છું. હું સૉફ્ટ કપડાં પહેરૂ છું કે જેથી મારૂં હાર્ટ હર્ટ ન થાય. હું ચાલવા, ઉઝળવા, ઉડવા અને દોડવા માંગુ છું. હું દોડવા માંગુ છું, પણ દોડી નથી શકતી." આપણે તેના એક સારા જીવનની કામના કરીએ છીએ.

English summary
A video of her rare condition can give you chills!
Story first published: Thursday, October 19, 2017, 11:13 [IST]
X
Desktop Bottom Promotion