For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હિન્દુ મંદીરોની પાછળ છૂપાયેલા છે આ વૈજ્ઞાનિક રહસ્યો!

|

[રહસ્ય] ભારતમાં લોકો રોજ સવારે મંદિરમાં જતા દેખાય છે. લોકોનું માનવું છે કે મંદિરોમાં જવાથી તેમની ઇચ્છા અને સપના પૂર્ણ થાય છે. પરંતુ વિશ્વાસની વાત કરીએ તો, શું આપ માનો છો કે મંદિરમાં જવાથી આપની મનોકામના પૂરી થાય છે.

તેની પાછળ કોઇ મજબૂત કારણ નથી. પરંતુ વિશ્વાસ કહે છે કે હા, તેવું બને છે. જો અમે આપને કહીએ કે આપની માન્યતા સાચી છે અને તેનું વૈજ્ઞાનિક કારણ પણ છે, તો લગભગ આપને સારુ લાગશે.

હિન્દુત્વ અને હિન્દુ ધર્મ શરૂઆતથી જ વિજ્ઞાનમાં વિશ્વાસ ધરાવે છે. જો અમે આપને જણાવીએ કે આપની માન્યતા સાચી છે તો તેનું વૈજ્ઞાનીક કારણ પણ છે, તો આપને સારુ પણ લાગશે.

હિન્દુત્વ અને હિન્દુ ધર્મનું શરૂઆતથી જ વિજ્ઞાનમાં વિશ્વાસ રહ્યો છે. અને જ્યાં સુધી મંદિરોનો સવાલ છે આ વાત ત્યાં પણ લાગુ પડે છે. આપ જાણશો કે હિન્દુ મંદિરોના નિર્માણ અને વાસ્તુકલાની પાછળ વૈજ્ઞાનિક તથ્ય છે.

આ વિજ્ઞાન અંગે જાણીને આપ સાચે જ આશ્ચર્યમાં પડી જશો. એટલા માટે અમે આપને અમારા આ લેખમાં હિન્દુ મંદિરો પાછળ છૂપાયેલા વૈજ્ઞાનિક રહસ્યો અંગે માહિતી આપીશું.

સકારાત્મક ઊર્જા

સકારાત્મક ઊર્જા

આ મંદિરોના નિર્માણ એવા સ્થળે કરવામાં આવ્યા છે જ્યાં ઉત્તરી અને દક્ષિણી ધ્રુવની ચુમ્બકીય અને વિદ્યુતીય તરંગોથી વધારેમાં વધારે સકારાત્મક ઊર્જા મળી શકે. મુખ્ય મૂર્તિને મંદિરની વચ્ચે અથવા મુખ્ય કેન્દ્ર પર સ્થાપિત કરવામાં આવે છે જેને ગર્ભગૃહ અથવા મૂલસ્થાનમ કહેવામાં આવે છે આ પ્રકારે મંદિર આ ગર્ભગૃહના ચારેય તરફ બનેલું હોય છે.

સકારાત્મક ઊર્જા

સકારાત્મક ઊર્જા

આ મૂલસ્થાનમ એવા સ્થળે છે જ્યાં પૃથ્વીની ચુમ્બકીય કિરણો સૌથી વધારે પડે છે. પહેલા મૂર્તિના નીચે તાંબાની પ્લેટ્સ પણ લગાવવામાં આવતી હતી. આ પ્લેટ્સ પૃથ્વીની ચુમ્બકીય કિરણોને અવશોષિત કરીને તેને આસપાસના વાતાવરણમાં ફેલાવી દે છે. માટે જ્યારે આપ મૂર્તિની સામે ઊભા હોવ છો ત્યારે આ ઊર્જા આપના શરીરમાં પ્રવેશ કરે છે. આ પ્રકારે શરીરમાં જરૂરી સકારાત્મક ઊર્જાનું સંચાર થાય છે.

મૂર્તિથી પરમાત્માની ઝલક

મૂર્તિથી પરમાત્માની ઝલક

મૂર્તિનો અર્થ ભગવાન નથી. મૂર્તિ એ ભગવાનની એક પ્રતિમૂર્તિ અને દેવતુલ્ય છે. આ મનુષ્યોને કેન્દ્રિત કરી પરમાત્માને અનુભવવામાં મદદ કરે છે. ભગવાનની પૂજા આરાધના કરતી વખતે માનસિક પ્રાર્થનાની એક અલગ દુનિયામાં ચાલ્યો જાય છે, અને પરમાત્માની અનુભૂતિ કરે છે.

મૂર્તિની પરિક્રમા

મૂર્તિની પરિક્રમા

પૂજા કર્યા બાદ આપણે ત્રણવાર મૂર્તિની પ્રદક્ષિણા કરીએ છીએ. જોકે મૂર્તિમાં સકારાત્મક ઊર્જા ભરેલી હોય છે અને જે પણ તેની પાસે જાય છે તે તેને ઊર્જા પ્રદાન કરે છે. આ પ્રકારે જ્યારે પણ આપ મૂર્તિની પરિક્રમાં કરો છો આપને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે અને ઘણી બીમારીઓ દૂર થાય છે.

ઘંટડી વગાડવી

ઘંટડી વગાડવી

મંદિરની ઘંટડીઓ સામાન્ય ધાતુઓની બનેલી હોય છે. તે કેડમિયમ, જસત, સીસુ, તાંબુ, નિકલ, ક્રોમિયમ અને મેંગેનીઝ જેવા વિભિન્ન ધાતુઓના મિશ્રણથી બનેલ હોય છે. આ ધાતુઓના મિશ્રણમાં પણ એક વિજ્ઞાન છૂપાયેલું છે. તેને એ પ્રકારે મિશ્રિત કરવામાં આવે છે તેને વગાડતા ધાતુમાંથી એક એવા પ્રકારની ધ્વની બહાર આવે છે જેનાથી આપના બંને દિમાગનું મિલન થાય છે. આ ધ્વની શરીરમાં 7 સેકન્ડ સુધી રહે છે. એટલા માટે જ્યારે ઘંટડી વાગે છે ત્યારે આપ શૂન્યઅવસ્થામાં જતા રહો છો. આ અવસ્થામાં આપનું દિમાગ ગ્રહણશીલ અને જાગૃત થઇ જાય છે.

મિશ્રિત પ્રસાદ

મિશ્રિત પ્રસાદ

ભગવાનને ચડાવીને જે મિશ્રણ પ્રસાદ તરીકે વહેચવામાં આવે છે તેને ચરણામૃત કહેવામાં આવે છે. તેમાં પવિત્ર તુલસી, કેશર, કપૂર, ઇલાયચી અને લવીંગ ભેળવેલી હોય છે. દરેકમાં એક ચિકિત્સકીય ગુણ રહેલો છે. જ્યારે તેને મૂર્તિ પર ચડાવવામાં આવે છે ત્યારે ચુમ્બકિય વિકિરણ પણ તેમા ભળી જાય છે અને તેનું ચિકિત્સકીય ગુણ વધી જાય છે. જેની અંદર પાણી મેગનેટો થેરેપીનું સારુ સ્ત્રોત છે. આ મિશ્રણ ખૂબ જ લાભદાયી નિવડે છે.

શંખ વગાડવો

શંખ વગાડવો

હિન્દુત્વમાં શંખ વગાડવાની પાછળ માન્યતા છે કે તેનાથી પવિત્ર ઓમની ધ્વની નિકળે છે. જે પૃથ્વીનો પહેલો અવાજ હતો. શંખની ધ્વનિ કોઇ સારા કામના શંખનાદનું પ્રતિક છે. આ એક પવિત્ર ધ્વનિ છે જે નવી તાજગી અને નવી આશાનું પ્રતીક છે. મંદિરમાં હાજર સકારાત્મક ઊર્જાની સાથે મળીને ભક્તો પર સારો પ્રભાવ પાડે છે.

ઊર્જાનું આદાન-પ્રદાન

ઊર્જાનું આદાન-પ્રદાન

ઊર્જા નથી પેદા કરી શકાતી અને નથી તેને ખતમ કરી શકાતી. તે માત્ર એક વ્યક્તિથી અન્ય વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે. મંદિર આપણા માટે આ જ કાર્ય કરે છે. તે પૃથ્વીની સકારાત્મક ઊર્જાને લઇને વિભિન્ન માધ્યમોથી આપણા શરીરમાં પ્રવેશ કરાવે છે. માટે આપ દિવસભરમાં જે ઊર્જા ગુમાવો છો તે મંદિરમાં જઇને આપને મળી જાય છે. માટે પૂજા બાદ મંદિરોમાં બેસવાની પરંપરા છે.

English summary
The science behind the temples can leave you completely and pleasantly surprised. So, read on to find out about the science behind the Hindu temples.
X
Desktop Bottom Promotion