For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Omg..!! તો આ કારણે આ ગામની મહિલાઓ કરે છે ૫ પુરુષો સાથે લગ્ન

By Super Admin
|

મહાભારતની દ્રોપદીનું પાત્ર કોને યાદ નહીં હોય. પાંચ પતિ હોવાના કારણે જેને પાંચાલી મહાભારતનું સૌથી સશક્ત પાત્ર હતી. ઈતિહાસમાં તેના પછી કદાચ જ તમે એવા કોઈ પાત્ર વિશે સાંભળ્યું હશે જેને પાંચ ભાઈઓ સાથે લગ્ન કર્યા કે જેના પાંચ પતિ હોય.

પરંતુ આજે આ આર્ટિકલમાંઅમે હિમાચલના કિન્નોર જિલ્લાના લગ્નના અલગ રિવાજ વિશે જણાવા જઈ રહ્યાં છીએ જ્યાં આજે પણ મહિલાઓ પાંચ પતિથી લગ્ન કરીને ઘર વસાવે છે. આવો જાણીએ આખરે કેમ આજે પણ અહીં મહિલાઓ પાંચ પુરુષો સાથે લગ્ન કરીને વૈવાહિક સંબંધ બનાવે છે.

Omg..!! તો આ કારણે આ ગામની મહિલાઓ કરે છે ૫ પુરુષો સાથે લગ્ન

પરંપરાનો ભાગ છે પાંચ ભાઈઓ સાથે લગ્ન કરવાની
પ્રદશેના ૧ જિલ્લા કિન્નોરમાં લગ્નને લઈને સૌથી અલગ જ રિવાજ છે. અહીં બધા ભાઈ એક સાથે મળીને એક છોકરી સાથે લગ્ન કરે છે. એવું કહેવામાં આવે છે કે, મહાભારતકાળ દરમ્યાન કિન્નોર જિલ્લામાં પાંડવોએ શિયાળા દરમ્યાન એક ગુફામાં પત્ની દ્રોપદી અને માં કુંતીની સાથે અજ્ઞાતવાસનો થોડો સમય વિતાવ્યો હતો. તેનો સંબંધ આજે પણ અહીં જોવા મળે છે. આ પ્રથાને અહીંની ભાષામાં ઘોટુલ પ્રથા કહેવામાં આવે છે. જેમાં એક યુવતી પાંચ ભાઈઓ સાથે વિવાહ કરવા માટે સ્વતંત્ર છે અને અહીંના લોકો તેને પોતાની પરંપરાથી જોડીને જુએ છે.

એક યુવતીના થાય છે બધા ભાઈઓ સાથે લગ્ન
હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં આજે પણ બહુ પતિ વિવાહ કરવામાં આવે છે. અહીં રહેનાર પરિવારોમાં મહિલાઓના ઘણા પતિ હોય છે. એવું નથી કે અહી પતિ અલગ-અલગ પરીવારના હોય. મહિલાના પતિ એક જ પરીવાર કે ઘરના હોય છે. ઘરની એક જ છત નીચે રહેનાર પરિવાર માટે બધા ભાઈ એક યુવતી સાથે પરંપરા અનુસાર લગ્ન કરે છે અને વિવાહિત જીવન જીવે છે. જો કોઈ મહિલાના પતિમાંથી કોઈ એક પતિનું મૃત્યું થઈ જાય તો પણ મહિલાને દુખ મનાવા દેવામાં આવતું નથી.

એક ટોપી પર ચાલે છે વૈવાહિક જીવન
લગ્ન પછી વૈવાહિક જીવન 'એક ટોપી' પર નિર્ભર કરે છે. માની લો કે જેમકે કોઈ પરિવારમાં પાંચ ભાઈ છે અને બધાના લગ્ન એક જ મહિલા સાથે કરવામાં આવ્યા હોય.લગ્ન પછી કોઈ પણ ભાઈ પોતાની પત્ની સાથે રૂમમાં છે તો તે રૂમના દરવાજાને બંધ કરી પોતાની ટોપી બહાર રાખી દે છે. ભાઈઓમાં માન મર્યાદા કેટલી રહે છે કે જ્યાં સુધી ટોપી રૂમના દરવાજા પર રાખેલી છે. કોઈપણ બીજો ભાઈ અંદર નથી આવતો. કિન્નોરમાં વિવાહની પરંપરા અજીબ ઢંગથી નિભાવવામાં આવે છે. જ્યારે કોઈ યુવતીના લગ્ન થાય છે, છોકરીના પરિવારવાળા છોકરાના પરિવાર વિશે પૂરી જાણકારી લે છે. વિવાહમાં બધા ભાઈ વરના રૂપમાં હાજર થાય છે.

એક આ છે કારણ
હવે પ્રશ્ન એ થાય છે કે આવું અહીં કેમ કરવામાં આવે છે? માનવામાં આવે છે કે તેની પાછળ એક કારણ એ પણ છે કે ગામમાં સંસાધનોની ઉણપ હોવાથી અને પૈતૃક સંપતિના ભાગલાને રોકવાના કારણે પણ આ પ્રથા ચલણમાં આવી.

મહિલા હોય છે ઘરની મુખિયા
અહીં મહિલાઓ ઘરની મુખિયા હોય છે. જે ઘરના કામકાજથી લઈને દરેક નાના મોટા નિર્ણયમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. પરિવારની સૌથી મોટી સ્ત્રીને ગોય કહેવામાં આવે છે. તેના સૌથી મોટા પતિને ગોર્તસ કહેવામાં આવે છે. તેનો મતબલ છે, ઘરનો સ્વામી.

English summary
A woman is married to five husbands! Find out this bizarre story!
Story first published: Monday, June 12, 2017, 17:02 [IST]
X
Desktop Bottom Promotion