For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 8 ભારતીય વાનગીઓએ વિદેશોમાં પણ મારી છે બાજી

By Super Admin
|

ભારતીય પકવાનો તેમજ સ્વાદનો સમૃદ્ધ વારસો અસીમ છે. તે સરહદોને ઓળંગી છેવાડાનાં, વૈશ્વિક કક્ષાએ લોકપ્રિયતા એકઠી કરી ચુક્યા છે. કેટલાક ભારતીય પકવાનો ખૂબ જ લોકપ્રિય છે અને બ્રિટન, અમેરિકા, કૅનેડા તેમજ અન્ય મધ્ય-પૂર્વી દેશોમાં પણ ઉપલબ્ધ છે.

CNN ટ્રાવેલનાં એક સર્વે મુજબ ભારતીય વાનગીઓ વિશ્વની 50 ટોચની વાનગીઓમાં સામેલ કરાય છે. હકીકતમાં આ એક ખૂબ જ સુખદ સમાચાર છે.

આંતરરાષ્ટ્રીય શેફ (CHEF) લોકપ્રિય ભારતીય વાનગીઓને એક નવા અંદાજમાં રજુ કરવાની કોશિશ કરે છે કે જેથી બહુ બધા આંતરરાષ્ટ્રીય પકવાનો પ્રભાવિત થયા છે. ભારતીય વાનગીઓને આ ટોચની કક્ષાએ લઈ જવાનો શ્રેય તેની સરળતા, સ્વાદ અને કરકસરપણુને જાય છે.

1. મસાલા ઢોસા

1. મસાલા ઢોસા

આ ભારતનાં સર્વશ્રેષ્ઠ વ્યંજનોમાંનું એક છે અને તેવા પકવાનોમાં સામેલ છે કે જેમને એક વૈશ્વિક નાગરિકે પોતાનાં જીવનમાં કમ સે કમ એક વાર જરૂર ચાખવા જોઇએ.

2. ચિકન ટિક્કા મસાલા

2. ચિકન ટિક્કા મસાલા

આની લોકપ્રિયતાનો અંદાજો ટીવી કાર્યક્રમો વડે લગાવી શકાય છે. આ બ્રિટનમાં અત્યંત પ્રસિદ્ધ છે તથા ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે.

3. આલૂ (બટાકા) ચાટ

3. આલૂ (બટાકા) ચાટ

રોડ અને શેરીઓમાંથી નિકળી ભારતનું આ પ્રસિદ્ધ મજેદાર સ્નૅક વિદેશોમાં પણ પ્રસિદ્ધિ હાસિલ કરી રહ્યું છે. આ ક્ષુધાવર્ધક વાનગી વિવિધ મહાદ્વીપોમાં વ્યાપક રીતે ઉપલબ્ધ છે.

4. લિટ્ટી ચોખા

4. લિટ્ટી ચોખા

હા જી, આપે તદ્દન સાચુ જ વાંચ્યું. આ બિહારી સ્વાદિષ્ટ વાનગી હવે વૈશ્વિક વાનગીઓની સૂચીમાં સમ્મિલિત થઈ ચુકી છે. આ વ્યંજન ઓછા પ્રમાણમાં કૅલોરી સાથેરેશાથી ભરપૂર હોવાનાં કારણે પ્રસિદ્ધ છે.

5. ઉત્તપમા (ઉપમા)

5. ઉત્તપમા (ઉપમા)

ઉત્તપમા વૈશ્વિક કક્ષાએ એક ખૂબ જ શ્રેષ્ઠ અને પ્રસિદ્ધ વાનગી છે. સિંગાપોરમાં યોજાયેલ વર્લ્ડ સ્ટ્રીટ ફૂડ કૉંગ્રેસમાં તેણે પોતાની ઓળખ બનાવી. આ વાનગી ખાસ કરીને તેવા લોકો માટે છે કે જેઓ સ્વાદિષ્ટ તથા આરોગ્યવર્ધક ખાવાનાં શોખીન છે.

6. કેરીની લસ્સી

6. કેરીની લસ્સી

કેરીની લસ્સીનો સ્વાદ તો આપણે સૌ જાણીએ જ છીએ, પરંતુ વિવિધ દેશોનાં લોકો પણ આ તરોતાજા અહેસાસ પ્રદાન કરનાર પીણાની મજા માણવાનું પસંદ કરે છે. અફવા તો અહીં સુધી છે કે એંડ્રૉઇડની બીજી આવૃત્તિનું નામ પણ ‘મૅંગો લસ્સી' જ હશે.

7. ભારતીય કબાબ

7. ભારતીય કબાબ

આ સેકેલા માંસ (ગ્રિલ્ડ મીટ) આંગળીઓ ચાટવા માટે મજબૂર કરનારું, ભારતીય પકવાન પણ વૈશ્વિક કક્ષાએ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયું છે. ગલૌતી કબાબ, કાકોરી, ચપલી, બુર્રહ તથા કલમી કબાબ તેની કેટલીક ખાસ કિસમોમાંની એક છે.

8. બિરિયાની

8. બિરિયાની

બિરિયાની એક પ્રસિદ્ધ મસાલેદાર, ખુશ્બૂદાર તથા સ્વાદિષ્ટ પકવાન છે કે જે લગભગ તમામ બિસ્ટરોમાં ઉપલબ્ધ છે. હૈદરાબાદી તેમજ લખનવી બિરિયાની યૂરોપિયન દેશોમાં ખૂબ જ જાણીતી છે.

Read more about: ભારત વાનગી
English summary
Some Indian foods are immensely popular and are available in many countries like UK, USA, Canada and Middle East.
Story first published: Friday, October 28, 2016, 12:22 [IST]
X
Desktop Bottom Promotion