Just In
- 425 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 434 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1164 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1166 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
મંગળવારે આ ઉપાયો કરી હનુમાનજીને કરો ખુશ, ધનલાભનાં બનશે યોગ
સંકટ મોચન હનુમાનના ભક્તોની ભક્તિ સૌથી જુદી હોય છે અને મંગળવારે હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે તમામ ભક્તો હનુમાનજીની પૂજા કરે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના પણ કરે છે.
શું આપ જાણો છો કે મંગળવારે ભગવાન હનુમાનને ખુશ કરવાના કેટલાક ઉપાયો પણ છે. જો આપ તે ઉપાયો કરો છો, તો આપના માથેથી દેવાનો બોજ ઉતરી જશે અને આપને નાણાની પ્રાપ્તિ થશે.

લાલ ગાયને રોટલી ખવડાવો
જો આપે મંગળવારે કોઈ લાલ ગાયને રોટલી ખવડાવી, તો આ શુભ માનવામાં આવે છે. આપ ઇચ્છો, તો આ દિવસે હનુમાનજીના મંદિરે નારિયેળ પણ મૂકી શકો છો. આ બંને ઉપાયો કરવાથી આપને લાભ થશે.

મંગળવારે ચઢાવો ધ્વજા
જો આપ નાણા સંબંધી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છો, તો આપ મંગળવારે કોઈ પણ દેવીના મંદિરે જઈ ધ્વજા ચઢાવી શકો છો.
માન્યતા છે કે આવુ કરવાથી આપના ધનોપાર્જનનાં માર્ગમાં આવતી તમામ સમસ્યાઓ નષ્ટ થઈ જાય છે.

આવી રીતે પામો મનની શાંતિ
મંગળવારે આપ માટીનું વાસણ લો અને તેમાં લાલ કલરના પાંચ ફૂલ મૂકી દો. બીજા મંગળવાર સુધી રહેવા દો. પછી તેમને કાઢી ધાબે ફેલાવી દો અને તે ફૂલોને ઘરનાં મંદિરમાં મૂકી દો. આવુ કરવાથી આપના મનને શાંતિ મળશે.

માંગલિક લોકો કરે આ ઉપાય
મંગળવારે નિયમિત ભગવાન હનુમાનની ઉપાસના કરવાથી આપનો માંગલિક દોષ દૂર થઈ જશે.
તેના અશુભ પ્રભાવોથી બચવા માટે માંગલિક લોકોને મંગળવારના દિવસે કોઈ પણ જાતની ખરીદી કરવાની મનાઈ કરવામાં આવી છે.

મંગળવારે આ ન ખાવો
ધ્યાન રહે કે મંગળવારના દિવસે દૂધને કાઢીને બનાવવામાં આવેલી કોઈ પણ મિઠાઈનું સેવન ન કરવું જોઇએ.

આ કરવાથી પણ બચો
મંગળવાર વાળા દિવસે આપે કોઈ પણ પ્રકારના કાળા લોઢાની વસ્તુઓ અને શ્રૃંગારનું સામાન નહીં ખરીદવું જોઇએ. આ અશુભ ગણાય છે.