For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દશેરા: ભારતની 6 એવી જગ્યાઓ, જ્યાં રાણવની થાય છે પૂજા

By Lekhaka
|

હિન્દુ પૌરાણિક કથાઓમાં, દશેરાના દિવસે, ભગવાન રામે યુદ્ધમાં રાવણને હરાવીને તેને મારી નાખ્યો અને લંકા પર વિજય મેળવ્યો. આ જ કારણ છે કે આ દિવસે વિજયા દશમીની ઉજવણી કરવામાં આવે છે.

દશેરાના દિવસે દેશભરમાં ભગવાન રામની પૂજા કરવામાં આવે છે અને પ્રતીક તરીકે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. પરંતુ દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં દશેરાના દિવસે રામ નહીં પણ રાવણની પૂજા કરવામાં આવે છે. ભારતમાં રાવણના 6 મંદિરો અહીં છે.

મંદસૌર

મંદસૌર

મધ્ય પ્રદેશમાં મંદસૌર ખાતે રાવણની પૂજા કરવામાં આવે છે. મંદસૌરનું જૂનુ નામ દશપુર હતું. અહીં રાવણની પત્ની મંદોદરીનું માવતર હતું. તેથી આ સ્થળનું નામ મંદસૌર પડ્યુ. મંદસૌર રાવણનું સાસરૂ હોવાનાં કારણે અહીં રાવણનું દહન નથી કરવામાં આવતુ, પણ પૂજા કરવામાં આવે છે.

બિસરખ, ઉત્તર પ્રદેશ

બિસરખ, ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં બિસરખ નામના ગામે રાવણની પૂજા કરવામાં આવે છે. આ ગામ રાવણનું મોસાળ માનવામાં આવે છે. રાવણનાં પિતા વિશ્વેશરાનાં કારણે આ ગામનું નામ બિસરખ પડ્યું.

જસવંતનગર, ઉત્તર પ્રદેશ

જસવંતનગર, ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશનાં જસવંતનગર ખાતે દશેરનાં દિવસે રાવણની પૂજા કરવામાં આવે છે. તે પછી રાવણનાં ટુકડાં કરી દેવામાં આવે છે અને તેરમા દિવસે રાવણનું તેરમુ પણ કરવામાં આવે છે.

અમરાવતી, મહારાષ્ટ્ર

અમરાવતી, મહારાષ્ટ્ર

અમરાવતીમાં ગઢચિરૌલી ખાતે અહીંનાં આદિવાસી લોકો દશેરનાં દિવસે રાવણની પૂજા કરે છે. આ આદિવાસી સમુદાય રાવણને પોતાનો દેવતા માને છે.

કાંગડા, હિમાચલ પ્રદેશ

કાંગડા, હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશમાં કાંગડા જિલ્લામાં રાવણની પૂજા કરવામાં આવે છે. હકીકતમાં રાવણે અહીં ભગવાન શિવની ઘોર તપસ્યા કરી હતી અને તેને ભગવાન ભોળાનાથે મોક્ષનું વરદાન આપ્યુ હતુ. આ જ કારણે અહીંનાં લોકો રાવણના પૂતળાનું દહન નથી કરતાં.

મંડોર, જોધપુર, રાજસ્થાન

મંડોર, જોધપુર, રાજસ્થાન

રાવણની પત્ની મંદોદરીનાં માવતર તરીકે વિખ્યાત મંડોરને રાવણનું સાસરૂ માનવામાં આવે છે. મંડોરમાં આજે પણ કાયદેસર રાવણ અને મંદોદરીની ચંવરી (ચોરી) મોજૂદ છે કે જ્યાં તેમણે ફેરા લીધા હતાં. અહીં રાવણ અને મંદોદરીની પૂજા થાય છે.

English summary
there are several temples in India where Ravana is worshipped and associated with Lord Shiva at some places.
X
Desktop Bottom Promotion