For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં ખાવામાં આવતી 20 ટેસ્ટી મિઠાઇઓ

By Karnal Hetalbahen
|

ભારતમાં મિઠાઇઓનું પોતાનું એક આગવું મહત્વ છે. અહીંયા દરેક ખુશીના અવસર પર મિત્રો, અને પરિવારજનોને મિઠાઇ જરૂર ખવડાવવામાં આવે છે. જો તમારા ઘરે છોકરો જન્મે છે તો તમારી આખી ઓફિસમાં મિઠાઇ વહેંચી નહી હોય તો લોકો નારાજ થઇ જશે લગ્ન હોય કે બગડેલું કામ થઇ જાય, ત્યારે પણ મિઠાઇનું મહત્વ વધી જાય છે. ભારતમાં જેટલા પણ રાજ્ય છે, એટલા જ પ્રકારની મિઠાઇઓ પણ છે. ભારતની સંસ્કૃતિ મુજબ અહીં દરેક પ્રદેશની મિઠાઇમાં વિભિન્નતા છે.

ઉદાહરણ તરીકે બંગાળી મિઠાઇમાં ચાસણીનું મહત્વ છે તો પંજાબી મિઠાઇઓમાં ખોયાનું મહત્વ. ઉત્તર ભારતની મિઠાઇઓમાં દૂધનું મહત્વ છે તો દક્ષિણ ભારતની મિઠાઇઓમાં અન્નનું. તહેવાર કે પારિવારિક અનુષ્ઠાનોમાં મિઠાઇનું ખૂબ જ મહત્વ હોય છે. રોજિંદા જીવનમાં મિઠાઇ ખાધા પછી ખાવામાં આવે છે. કેટલીક મિઠાઇઓને ખાવાનો સમય નિર્ધારિત હોય છે જેમ કે જલેબી સવારના સમયે ખાવામાં આવે છે, તો કેટલીક મિઠાઇઓ તહેવારો સંબંધિત હોય છે, જેમ કે ગુજિયા ઉત્તર ભારતમાં હોળે પર દક્ષિણ ભારતમાં દિવાળી પર બનાવવાની પરંપરા છે.

કેટલીક મિઠાઇઓ ઠંડી સારી લાગે છે તો કેટલીક મિઠાઇઓ ગરમા-ગરમ ખાવામાં આવે છે. ભારત એક એવું રાષ્ટ્ર છે જ્યાંની મિઠાઇઓ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. અહીં અમે મિઠાઇઓની યાદી આપી છે, જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. તો જો તમને મિઠાઇ ખાવાનું પસંદ છે. તો આ લેખ વાંચવાનું ભૂલશો નહી.

રસગુલ્લા

રસગુલ્લા

ચાસણીથી તૈયાર કરવામાં આવેલા અને રસમાં ડુબાડેલા રસગુલ્લા ખૂબ જ પ્રસિદ્ધ છે. એક પ્રસિદ્ધ સ્વીટ શોપના માલિક એન સી દાસે રસગુલ્લાનું નિર્માણ કર્યું હતું અને ત્યારથી કોલકતાની દરેક મિઠાઇની દુકાનમાં વેચાવવા લાગ્યા.

રબડી

રબડી

બનારસમાં રબડી ધૂમ છે. દૂધને ઘટ્ટ કરી તેમાં મેવો અને કેસર નાખવામાં આવે છે. ગંગા કિનારે બેસીને રબડી ખાવામાં જે મજા છે તે કોઇ વસ્તુમાં નથી.

સંદેશ

સંદેશ

સંદેશ એક બંગાળી મિઠાઇ છે જે ખાતાં જ તમારા મોંઢામાં પાણી આવી જશે. બંગાળમાં આ મિઠાઇ ઘણા પ્રકારે મળે છે. કોરાપાક જે ગોળમાંથી બનાવવામાં આવે છે, આઇસક્રીમ સંદેશ, મેંગો સંદેશ વગેરે.

કાજૂ કતરી

કાજૂ કતરી

આ મારવાડી મિઠાઇ છે જે આખા ભારતમાં ફેમસ છે. ડાયમંડ શેપમાં બનાવવામાં આવેલી મિઠાઇમાં કાજૂની પેસ્ટ હોય છે.

લાડવા

લાડવા

કોઇપણ ખુશીનો અવસર હોય, લાડવા જરૂર મળે છે. ભારતમાં મોતીચુર અને બેસનના લાડવા ખુબ જ ખાવામાં આવે છે.

બરફી

બરફી

આ ઘટ્ટ કરેલા દૂધ અને ખાંડને મિક્સ કરીને બનાવવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ ખૂબ જ વેચાય છે.

મૈસૂર પાક

મૈસૂર પાક

મૈસૂર પાક કર્ણાટકમાં બનાવવામાં આવતી પ્રસિદ્ધ મિઠાઇ છે. આ સૌથી પહેલાં મૈસૂર પેલેસમાં બનાવવામાં આવી હતી જે ત્યાંના રાજસી લોકોને પીરસવામાં આવે છે. ત્યારથી અહીં એક રાજસી મિઠાઇના રૂપમાં મૈસૂર પાકના નામથી મશહૂર થઇ ગઇ. તેને બેસન અને વધારે ઘીમાંથી બનાવવામાં આવે છે.

રસમલાઇ

રસમલાઇ

રસમલાઇ ઉત્તર ભારતમાં ખૂબ પ્રસિદ્ધ છે. આ તમને હરિદ્વાર, લખનઉ અને કાનપુર જેવા શહેરોમાં મળી જશે.

માલપુઆ

માલપુઆ

માલપુઆ પેન કેકની માફક હોય છે, જો કે ફ્રાઇ કરીને તૈયાર કરવામાં આવે છે. તમને સૌથી સારા માલપુઆ બંગાળમાં ખાવા મળી જશે.

પેંડા

પેંડા

આ મિઠાઇને આપણે ભગવાનને ચઢાવીએ છીએ. આ ગોળ અને ચોરસ આકારમાં મળી જશે.

ઘેંવર

ઘેંવર

આ એક રાજસ્થાની મિઠાઇ છે, જો કે ખોયા અને મેંદા વડે બનાવવામાં આવે છે. આ ફક્ત શ્રાવણ મહિનામાં બનાવવામાં આવે છે.

મોદક

મોદક

મહારાષ્ટ્રમાં બનાવવામાં આવતા મોદક ગણેશ ભગવાનની સૌથી ફેવરિટ મિઠાઇ ગણવામાં આવે છે.

ખીર

ખીર

જો તમારે સૌથી સારી ખીર ખાવી છે તો તમને રમજાન મહિનાનો અથવા ઈદની રાહ જોવી પડશે.

હલવો

હલવો

ભલે તે ગાજરનો હલવો હોય કે પછી સોજીનો હલવો, ભારતમાં ઘણા પ્રકારના હલવા બનાવવામાં અને ખાવામાં આવે છે.

પેઠા

પેઠા

આગરાના પેઠા આખા ઉત્તર ભારતમાં પ્રસિદ્ધ છે. જો તમે અહીંયા જાવ છો તો ત્યાંથી 2-4 પેકેટ પેઠા લેવાનું ભુલશો નહી.

સોન પાપડી

સોન પાપડી

આ મિઠાઇ ગુજરાતથી પેદા થઇ છે. જેને ગળ્યું પસંદ છે તેમના માટે આ મિઠાઇ સ્વર્ગ સમાન છે.

કાલાકંદ

કાલાકંદ

આ સફેદ રંગની મિઠાઇ ખોયામાંથી તૈયાર કરવામાં આવે છે. ઉપરથી ગાર્નિશ કરવા માટે તેના પર ઘણાબધા મેવા નાખવામાં આવે છે. આ ખૂબ મીઠી હોય છે અને મોંઢામાં ગળી જાય છે.

ગુલાબ જાબું

ગુલાબ જાબું

ભારતમાં દરેક મિઠાઇની દુકાનમાં ગુલાબ જાંબુ વેચતા હોય છે. આ ખોયામાંથી તૈયાર કરવામાં આવે છે અને ચાસણીમાં ડૂબેલા હોય છે.

ગુઝિયા

ગુઝિયા

ઉત્તર ભારતમાં હોળીના સમયે બનાવવામાં આવતા ગુઝિયા ઘણા લોકોને પસંદ હોય છે. મેદાના પડમાં નારિયેળ અને ખાંડ અને ખોયાનું મિશ્રણ ભરેલું હોય છે. તેને ચાસણીમાં ડુબાડીને તૈયાર કરવામાં આવે છે.

જલેબી

જલેબી

ગોળ-ગોળ વાંકી ચૂકી જલેબી ઘણા લોકોને પસંદ હોય છે. અત્યાર સુધી તો આ ઉત્તર ભારતમાં જ પ્રસિદ્ધ હતી પરંતુ હવે તે દક્ષિણ ભારતમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. તેને રબડીની સાથે ખાવ, તો તેનો સ્વાદ બમણો થઇ જશે.

Read more about: sweet મિઠાઇ
English summary
Most Indians are known for having a sweet tooth. Here are some of the most popular Indian sweets that enjoy legendary status, and also check out the best places to have them.
Story first published: Monday, February 13, 2017, 9:33 [IST]
X
Desktop Bottom Promotion