For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 જુની ટેકનોલોજી જે આજે પણ આવે છે યાદ

|

એડવાન્સ ટેકનોલોજી દરેકને માટે લાભદાયક હોય છે, પછી ભલેને તે જૂનવાણી વિચારની વ્યક્તિ હોય. પરંતુ આપણને આજે પણ તે જુના દિવસો યાદ આવે છે જ્યારે ભારે ભરકમ ફોન હતા અને ક્રિકેટ માટે આપણે સૌ રેડિયોમાં કાન લગાવીને ધ્યાનથી કોમેન્ટ્રી સાંભળતા હતા.

હવે ભારે ભરકમ ફોનના સ્થાને ટચ સ્ક્રીન સ્માર્ટફોન આવી ગયા છે. જ્યારે નાના વીડિયો ગેમ્સના સ્થાને એક્સબોક્સ અને પીએસ3 જેવા ડિવાઇસ આવી ગયા છે. સમયની સાથે સાથે આપણા હાથમાં આવી અને આપણને ઉપયોગી બનીને જતી પણ રહી તેવી ખાસ ટેકનોલોજીઓ....

ફ્લિપફોન

ફ્લિપફોન

એક જમાનો હતો જ્યારે ફ્લિપફોન માર્કેટમાં લોકોનું સ્ટેટસ સિમ્બોલ હતું. પરંતુ સમયની સાથે સાથે લોકોના દિલોમાંથી ફ્લિપફોનનો નશો ઉતરી ગયો. ટચ સ્માર્ટફોન આવ્યા બાદ લોકોના દિમાગમાંથી ફ્લિપફોનનો નશો ઉતરી ગયો છે.

ભારેભરકમ મોબાઇલ ફોન

ભારેભરકમ મોબાઇલ ફોન

આપે હંમેશા નોકિયા ફોનથી જોડાયેલા ઘણા કાર્ટૂન જોયા હશે જેમકે નોકિયાને ક્યાંક હથોડાની જેમ મારવામાં આવી રહ્યા છે તો ક્યાંક નોકિયા થકી દિવાલમાં કાણું પાડતા પણ બતાવવામાં આવ્યા છે. એક સમયમાં નોકિયાનો ફોન એટલાં મજબૂત રહેતા કે ભલે તેને તમે ફર્સ્ટ ફ્લોર પરથી નીચે પછાડો પરંતુ આપ તેને ફરીથી જોડીને ઉપયોગ કરી શકતા હતા.

વિનાએલ

વિનાએલ

વિનાએલ આપણા દાદાના જમનામાં ખૂબ જ ફેમશ હતું, આમાં સીડીની જેમ મોટીમોટી રેકર્ડ લાગતી હતી. પરંતુ એમપી3 અને ડીવીડી આવ્યા બાદ તેનું અસ્તિત્વ જ ખતમ થઇ ગયું.

કીપેડ

કીપેડ

કીપેડ ફોનનો જમાનો હવે બસ લુપ્ત થવાના આરે છે. જોકે તેને યથાવત રાખવામાં બ્લેકબેરી જેવી કંપનીનું યોગદાન છે. પરંતુ ટચ સ્ક્રિન આવ્યા બાદ કીપેડનું સ્થાન મોટી સ્ક્રીન સાઇઝે લઇ લીધી છે.

બેટરી લાઇફ

બેટરી લાઇફ

પહેલાના સ્માર્ટફોનમાં બેટરી લાઇફથી જોડાયેલ કોઇ પ્રશ્ન લગભગ જ આપણા મનમાં હતો પરંતુ આજકાલના સ્માર્ટફોનમાં બેટરી લાઇફ ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે હવે ફોન માત્ર વાત કરવા માટે ઉપયોગમાં નથી લેવાતા.

પહોળી ડિઝાઇન

પહોળી ડિઝાઇન

જો આપને યાદ હોય તો એક જમાનામાં સોનીએ એંગેજ નામનો ફોન બજારમાં ઉતાર્યો હતો. જે ખાસ ગેમિંગ યૂજર્સ માટે બનાવવામાં આવ્યો હતો, તેની દેખાદેખી, માર્કેટમાં ઘણી અન્ય કંપનીઓના તેના જેવા ફોન ખડકાયા. પરંતુ વધારે દિવસ સુધી લોકોએ તેને પસંદ કર્યા નહીં.

બૂમબોક્સ

બૂમબોક્સ

80ના દાયકામાં મોટા-મોટા સ્પીકરને જોઇને આપણા સૌના મનમાં એ સવાલ વારંવાર પેદા થાય છે કે આને લોકો એક સ્થળેથી બીજા સ્થળે કેવી રીતે લઇ જાય છે. આપને જાણીને હેરાની થશે કે એ સમયે તેને ચલાવવા માટે એટલી બધી વીજળીનો વપરાશ થતો હતો જેનાથી એક નાનકડા ગામના દરેક ઘરને વીજળી મળી જાય.

કેમેરો

કેમેરો

રોલ કેમેરાના જમાનામાં દરેક તસવીર પોતાનું આગવું મહત્વ ધરાવતી હતી, કારણ કે તે સમયે આપ ગમે તેવી તસવીર પાડો પરંતુ તેને ડીલીટ કે કેન્સલ કરી શકાતી ન્હોતી, પરંતુ હવે ડિજિટલ કેમેરામાં આપ 1000 તસવીરો એકસાથે સેવ કરી શકો છો.

વીડિયો ગેમ્સ

વીડિયો ગેમ્સ

આજકાલની વીડિયો ગેમ અને પહેલા ઘરોમાં રમાનાર ગેમમાં કોઇ ખાસ અંતર નથી પરંતુ બસ તેનું રૂપ બદલાઇ ચૂક્યું છે. પહેલા નાના-નાના કંસોલમાં અમે શાળા બસમાં બેસીને ગેમ રમતા હતા હવે એક્સ બોક્સ, પ્લેસ્ટેશન જેવી ડિવાઇસોએ ગેમિંગનો આખો દ્રષ્ટીકોણ જ બદલી નાખ્યો છે.

English summary
10 things we miss about old technology.
X