For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 બાબતો બતાવશે કે આપ પોતાનાં કામને બહુ પ્રેમ કરો છો

By Lekhaka
|

આપને આખો દિવસ આત્મપ્રશંસા કરવી કદાચ સારૂં ન લાગતું હોય કે આપનું કામ બહુ સારૂં છે કે પછી આપ કેટલા ભાગ્યશાળી છો કે આપ પોતાનાં કામમાં આનંદ લો છો. આપે એ જાણવું જોઇએ કે કેટલાક એવા લક્ષણો છે કે જે જણાવી દે છે કે આપ પોતાનાં કામને પસંદ કરી રહ્યાં છો અને આપનાં ચાહનારાઓ આ બાબત પર ધ્યાન જરૂર આપશે.

એવી કોઈ પણ જૉબ નથી જે કે પોતાની જાતમાં પરફેક્ટ હોય, પરંતુ ઘણી વખત જો આપ કરાતા કામનેપસંદ કરો છો, તો તે આ વાતથી વધુ મહત્વ ધરાવે છે કે આપને તેના કેટલા પૈસા મળી રહ્યાં છે. ઘણી વાર આપને પોતાની જૉબમાં કોઈ ખામી પણ નથી દેખાતી. અહીં કેટલાક એવાં લક્ષણો જણાવાયા છે કે જે એ સાબિત કરી દે છે કે આપ પોતાનાં કામને પસંદ કરી રહ્યાં છો :

signs you love your job

10 લક્ષણો કે આપ પોતાનાં કામને પસંદ કરો છો

1. કામનં સ્થળે આપનાં મિત્રો છે. આપણે તે લોકો સાથે અને તેમના માટે કામ કરવા માંગીએ છીએ કે જેમને આપણે પ્રેમ કરીએ છીએ અને સન્માન આપીએ છીએ.

2. આપને પોતાનાં સહકર્મીઓની મદદ કરવામાં મજા આવે છે. આપ તેમની સફળતામાં પોતાની સફળતા પણ માનો છો.

3. સાંજે 4 વાગતા આપને આશ્ચર્ય થાય છે. આપ કામમાં એટલા વ્યસ્ત રહો છે કે સમયનો ખ્યાલ જ નથી રહેતો. આપ પોતાનાં કામમાં આનંદ લો છો.

4. આપ બીમાર પડી જાઓ છો, તો આપને સારૂં નથી લાગતું, કારણ કે કાર્યસ્થળે ઘણા લોકો આપ પર નિર્ભર છે. આપ કોઈને નીચું બતાડવા નથી માંગતા, જ્યારે આપને ખબર છે કે એવા લોકો છે કે જે આપનાં કામને ત્યાં સુધી સંભાળી શકે છે કે જ્યાં સુધી આપ સાજા થઈને પારત ન આવો.

5. આપ વીકન્ડને પોતાની જાતને સોમવાર માટે તૈયાર કરવાનું સાધન માનો છો. આપને વીકેન્ડમાં કોઈ મુશ્કેલી નથી, કારણ કે આપનું કામ આપના માટે સૌથી વધુ જરૂરી છે.

6. આપ બીજાઓ સાથે શ્રેય વહેંચવામાં વિશ્વાસ ધરાવો છો. આપ કામનો તમામ શ્રેય પોતાનાં માથે લઈ પોતાની કાબેલિયત બતાવવા નથી માંગતા. આપ સૌને કામયાબીનો શ્રેય આપવા માંગો છો.

7. આપની કામ કરવાની રીતથી સમજાય છે કે આપ પૂર્ણ મહેનત અને લગન સાથે કામ કરો છો. આપના માટે વધુ કરવું અને લોકોની અપેક્ષાઓથી ઉપર ઉઠવું સામાન્ય બાબત છે.

8. કામાં કેટલીક ખાસ મુશ્કેલીઓ આપને પરેશાન નથી કરતી. તેમનો સામનો કરો છો : કામ અને આપની આજુબાજુનું વાતવરણ ક્યારેય પરફેક્ટ ન હોઈ શકે. નાની સમસ્યાઓ ત્યારે કોઈ અસર નથી કરતી કે જ્યારે આપની પાસે વિચારવા માટે મોટી સમસ્યાઓ હોય.

9. આપ સમસ્યાઓને પકડવા કરતા તેના ઉકેલ અંગે વધુ વિચારો છે. વૉટર કૂલર કે કૉફી મશીન પાસે સમસ્યા અંગે ચર્ચા કરવાથી સારૂ એ છે કે આપ અને આપના મિત્રો તે સમસ્યાનો ઉકેલ શોધે.

10. આપને ખબર છે કે આપ જે કરો છો, તેની અસર આપની કંપની પર થાય છે. આપે આ બાબતનું ધ્યાન રાખવું જોઇએ કે આપની પ્રવૃત્તિઓ આપનાં કામને વધુ શ્રેષ્ઠ બનાવી શકે છે.

English summary
Are you thinking about changing jobs? Before you make any moves, think about why you are unsure of your current position. Here are few signs that you love your job.
Story first published: Friday, February 3, 2017, 10:46 [IST]
X
Desktop Bottom Promotion