Just In
- 342 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 351 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1081 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1083 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ભૂતો અને આત્માઓ વિશે ૧૦ રસપ્રદ વાતો
મૈકબિથથી લઈને બાઈબલ સુધી, બધામાં ભૂતોની હાજરી વધુ જોવા મળે છે. એક સમય એવો આવી ગયો હતો, જ્યારે સાહિત્યમાં ફક્ત હોરર વાર્તા જ વાંચવા મળતી હતી. શું તમને ભૂતો અને આત્માઓ પર વિશ્વાસ છે, શું તમે માનો છો કે સંસારમાં આત્મા જેવું કંઈ હોય છે?
આપણે બધાને વિશ્વાસ થાય કે ન થાય, પરંતુ ભૂત-પ્રેતથી જોડાયેલી રસપ્રદ વાતોને સાંભળવાથી આંનદ જરૂર મળે છે. આજે આ આર્ટિકલમાં અમે તમને કેટલીક એવી જ રસપ્રદ વાતો જણાવીશું જે ભૂતો અને આત્માઓ સાથે જોડાયેલી છે. આ રસપ્રદ અને રોચક વાતો નીચે મુજબ છે:

૧. રાત્રે જ કેમ જાગે છે આત્માઓ
એવુ કહેવામાં આવે છે કે આત્માઓ રાત્રે જાગૃત થાય છે. આમ તો સમજાતું નથી કે આવું કેમ હોય છે, શું આત્માઓ દિવસમાં થનાર ઘોંઘાટ અને ઘરના સામાનથી થનાર ઘોંઘાટના કારણે એક્ટિવ થવાથી ડરતી હોય છે કે પછી ફક્ત સૂમસામમાં જ તેમના હોવાનો અહેસાસ થાય છે.

૨. ભૂતોના હોય છે જુદા જુદા રૂપ
ભૂત અને આત્માઓ ઘણા રૂપમાં આવે છે તેમનો ક્યારેય પણ એક આકાર નથી હોતો. ક્યારેક તે સફેદ કપડાંમાં, તો ક્યારેક તે છાયાના રૂપમાં નજરે પડે છે.

૩. કોને દેખાય છે સૌથી વધારે ભૂત
બાળક અને જાનવરોને સૌથી વધુ ભૂત દેખાય છે. કેટલાક બાળકો, ભૂતોને પોતાના મિત્ર બનાવી લે છે, એવું માનવામાં આવે છે.

4. અચાનક વાદળી પ્રકાશનો મતબલ
જો પ્રકાશ આવી રહ્યો હોય અને અચાનક જ વાદળી રંગનો થઈને બંધ થઈ જાય તો એવું માનવામાં આવે છે કે ત્યાં ભૂત છે.

૫. આત્માઓ સારી હોય છે
આત્માઓ સારી હોય છે, મદદ કરી નાખે છે, ઘરના પ્રાણીઓને હેરાન કરતી નથી.

6. ભૂતો વિશે શું કહ્યું આલ્બર્ટ આઈન્સટાઈને
આલ્બર્ટ આઈન્સટાઈને પણ આ વિશે શોધ કરી હતી. તેમનું માનવું હતું કે એનર્જી ક્યાંય જતી નથી, બસ તેનું સ્વરૂપ બદલાઈ જાય છે.

૭. ભૂત શું છે
આલ્બર્ટ આઈન્સટાઇન જ નહી પરંતુ તેમના પહેલા મિસ્ત્રમાં પણ આ વાત કહેવામાં આવી હતી કે મૃત્યું પછી પણ જીવન હોય છે, બસ તેનું સ્વરૂપ બદલાઈ જાય છે.

૮ વાઈટ હાઉસમાં ભૂત
એવું માનવામાં આવે છે કે વાઈટ હાઉસમાં ઘણા બધા ભૂત છે. કહેવામાં આવે છે કે ત્યાંના પૂર્વની તરફના ઓરડામાં અબીગલી એડમની આત્મા ભટકે છે. તે જગ્યા પર તે પોતાના કપડાં સૂકવતી હતી.

૯. રોજ ગાર્ડનમાં પણ આત્માઓ
વુડ્રો વિલ્સનના શાસન દરમિયાન આવનાર પ્રથમ મહિલાએ ડોલ્લે મૈડીસન પુરસ્કૃત રોજ ગાર્ડનને દાટવા માટે માળી લોકોને આદેશ આપ્યો. એવું કહેવામાં આવે છે કે ડોલ્લેની આત્મા હજુ પણ ભટકે છે અને ત્યાંના લોકોને દેખાય છે.

૧૦. અબ્રાહમ લિંકનની આત્મા ભટકે છે વાઈટ હાઉસમાં
કેટલાક લોકોનું માનવું છે કે રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની આત્મા હજુ પણ વાઈટ હાઉસમાં રહે છે. કેટલાક લોકો આ વાત માટે મોટો દાવો કરે છે અને કેટલાક મહેમાનોને પોતાના પ્રવાસ દરમિયાન પોતાના રૂમમાં ઘણીવાર અવાજ પણ સંભળાય છે. એકવાર જ્યારે નેધરલેન્ડની રાણી વાઈટ હાઉસમાં રોકાઈ હતી, તેમને પોતાના બાથરૂમમાં અવાજ સંભળાયો, જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે ત્યાં લિંકન હતા. તેના પછી રાણી, બેભાન થઈ ગઈ. જ્યારે ઉઠી ત્યારે તેમણે પોતાને પથારીમાં જોયા.