For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોઢાનાં ચાંદાથી પરેશાન છો, તો જાણો કેવી રીતે તેમનાંથી છુટકારો પામી શકાય ?

By Super Admin
|

શું તાજેતરમાં જ આપને મોઢામાં ઘા થયા હતાં ? મોઢાની અંદર થતા ઘાને મોઢાનાં ચાંદા કે છાલા કહેવામાં આવે છે. મોઢાનાં ચાંદાને સહન કરવા બહુ મુશ્કેલ હોય છે. આ ઘા અને ઈજા જેવા હોય છે કે જે કાં તો જીભ, ગાળમાં, હોઠો પર કે મોઢાની નીચેની તરફ થાય છે. તેમનો દુઃખાવો બહુ મુશ્કેલ હોય છે અને જમતી વખતે કે બ્રશ કરતી વખતે બહુ તકલીફ પડે છે.

મોઢાનાં ચાંદાને નાસૂર ઘા પણ કહેવામાં આવે છે. કાં તો તે એક ઘા તરીકે આવે છે, નહિંતર તે જૂથમાં પણ થાય છે. તે મોઢામાં લાલ ચકામાની જેમ દેખાય છે કે જે ઊપરની તરફ સફેદ - પીળા હોય ખે જે જેમાં બહુ વધારે દુઃખાવો થાય છે. શું આપ જાણો છો કે મોઢાનાં ચાંદા આ બાબતનો સંકેત હોય છે કે આપનાં શરીરમાં કંઇક અસંતુલન થઈ રહ્યું છે; જેમ કે કબજિયાત, એસિડિટી, પોષક તત્વોની ઉણપ કે હૉર્મોન્સમાં અસંતુલન? મોઢામાં ચાંદા થવાનાં અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે; જેમ કે ગરમી, બહુ વધારે ધૂમ્રપાન કરવું, તાણ કે દાંતની સાફ-સફાઈ ન રાખવી. તેના માટે ડૉક્ટરની સલાહ લેવાની જરૂર નથી હોતી, કારણ કે તે એક કે બે અઠવાડિયામાં સાજા થઈ જાય છે.

બહુ વધારે પ્રમાણમાં સ્મૉકિંગ કરવા (ધૂમ્રપાન કરવા) કે અલ્કોહલનાં વધુ સેવનથી પણ ચાંદા પડી શકે છે. જો આપનાં ટૂથપેસ્ટમાં સોડિયમ લૉરિયલ સલ્ફેટ નામનું ઘટક છે, તો આપને ચાંદા પડવાની શંકા વધી જાય છે. ચાંદા મોઢામાં સફેદ અને લાલ પૅચ તરીકે દેખાય છે. આયુર્વેદ મુજબ શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જવાથી મોઢામાં ચાંદા પડે છે.

મોઢામાં ચાંદા બહુ વધારે ગરમી કે વિટામિન બી12ની ઉણપનાં કારણે પણ પડે છે, કારણ કે મોઢું જ પ્રથમ સમ્પર્ક કેન્દ્ર હોય છે. માટે આપણે દાંત, જીભ અને પેઢાની સંભાળ કરવાની જરૂર હોય છે. જો આપનાં મોઢામાં બળતરા છે, તો તેનો અર્થ છે કે આપને કોઇક ખાસ ખાદ્ય પદાર્થની એલર્જી છે અથવા કોઇક જાતની કેમિકલ સેંસેટિવિટી છે. સામાન્યતઃ ખાદ્ય પદાર્થોની એલર્જીનાં કારણે મોઢામાં ચાંદા પડે છે. જો આ છાલા જીભની વચ્ચે આવે છે, તો તેનો અર્થ છે કે આપનાં શરીરને બી-કૉમ્પ્લેક્સ વિટામિન્સની જરૂરિયાત છે.

જો આપની જીભનાં કિનારે ચાંદા છે અને આપનાં પેઢામાંથી સતત લોહી વહી રહ્યું છે, તો તે આ વાતનો સંકેત છે કે આપે ફોલિક એસિડ, વિટામિન સી અને બાયોફ્લાવોનાઇડ્સ લેવાની જરૂર છે. જો આપનાં શરીરમાં વિટામિન બી1, બી2, બી6 તથા ફોલિક એસિડની ઉણપ હોય, તો શક્ય છે કે આપને ચાંદા વારંવાર થાય.

બહુ વધુ પ્રમાણમાં શુગર તથા એસિડિક ખાદ્ય પદાર્થો જેમ કે ખાટા ફળ, ટામેટા અને પાઇનેપલ વિગેરેનું સેવન કરવાથી આપને ચાંદાની સમસ્યા થઈ શકે છે. જો આપ કેટલાક દિવસોથી ચાંદાની સમસ્યાથી પરેશાન છો, તો ગભરાવો નહીં. કેટલાક એવા ઘરગથ્થુ ઉપચારો છે કે જે ઘાને ભરી દે છે અને દુઃખાવાથી તરત આરામ અપાવે છે.

1. બૅકિંગ સોડા :

1. બૅકિંગ સોડા :

બૅકિંગ સોડામાં એલ્કલાઇન ગુણો હોય છે કે જે એસિડને બિનઅસરકારક કરી દે છે, કારણ કે આ એસિડ જ ચાંદાનું મુખ્ય કારણ હોય છે. બૅકિંગ સોડા અદ્ભુત રીતે અસરકારક છે, કારણ કે તે શરીરમાં એસિડને સંતુલિત કરે છે. તે બૅક્ટીરિયાને નષ્ટ કરે છે અને છાલાનો ઉપચાર કરીને સાજા કરે છે. તે બળતરાને ઓછી કરે છે. તે રોગાણુઓ અને બૅક્ટીરિયા દૂર કરી મોઢાનાં આરોગ્યને સારૂ બનાવે છે. 1/2 કપ પાણીમાં 1 ચમચી બૅકિંગ સોડા મેળવી કોગળા કરો. ધ્યાન રહે કે તેને સારી રીતે મેળવો. કોશિશ કરો કે આ મિશ્રણ મોઢાનાં અંદર તમામ બાજુ પ્રસરે અને બાદમાં તેને થૂકી દો. એવું દિવસમાં બે વાર કરો.

2. તુલસીનાં પાન :

2. તુલસીનાં પાન :

મોઢાનાં ચાંદાનાં ઉપચાર માટે તુલસીનાં પાનને ચાવવા બહુ ફાયદાકારક હોય છે. તુલસીનાં પાનને ચાવો અને પાણી પી લો. આ ઔષધિય જડી-બૂટી આરોગ્ય સાથે સંબંધિત કોઈ પણ સમસ્યાનાં ઉપચારમાં સહાયક હોય છે. દિવસમાં 3 કે 4 વખત તુલસીનાં પાન ચાવવાથી મોઢામાં વારંવાર થતા ચાંદા રોકી શકાય છે.

3. મધ :

3. મધ :

મધમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે. તે ચાંદાઓથી આરામ અપાવવામાં સહાયક છે અને ઘા રૂઝવાની પ્રક્રિયા તીવ્ર કરે છે. મધ ઘાને સાજું કરે છે અને ચાંદાને આગળ વધતા પણ રોકે છે. મધમાં એક ચમચી આંબળા પાવડર મેળવી લગાવો. આ મિશ્રણને પ્રભાવિત જગ્યાએ લગાવો. ઘા જલ્દી રૂઝે, તેના માટે તેમાં હળદર પણ મેળવો.

4. બટર મિલ્ક :

4. બટર મિલ્ક :

બટર મિલ્ક એક જાદુઈ પદાર્થ છે કે જે ઘા ભરવામાં સહાયક છે. બટર મિલ્કમાં લૅક્ટિક એસિડ હોય છે કે જે થોડુંક એસિડિક હોય છે કે જે ચાંદાથી થનાર દુઃખાવો ઓછો કરે છે.

5. કૅમોમાઇલ :

5. કૅમોમાઇલ :

કૅમોમાઇલમાં એંટી-સેપ્ટિક ગુણો હોય છે. માટે તેનો ઉપયોગ મોઢું ધોવા માટે કરી શકાય છે, કારણ કે તે દુઃખાવો ઓછો કરે છે. એક મુટ્ઠી કૅમોમાઇલનાં ફૂલ લો અને તેમને પાણીમાં નાંખો. દિવસમાં બે વખત આ પાણીને માઉથવૉશ તરીકે ઉપયોગમાં લાવો. તે મોઢાનાં ચાંદાનાં ઇલાજમાં બહુ અસરકારક હોય છે.

6. ચા :

6. ચા :

તરત આરામ મેળવવા માટે ભીની ટી બૅગને ચાંદા ઉપર રાખો. બ્લૅક ટીમાં ટેનિન હોય છે કે જે દુઃખાવામાંથી આરામ અપાવે છે.

7. કોથમીરનાં પાન

7. કોથમીરનાં પાન

એક મુટ્ઠી કોથમીરનાં પાન લો અને તેમને સારી રીતે વાટી લો. તેને વાટ્યા બાદ તેના રસને ચાંદા પર લગાવો. જામફળનાં પાનને વાટીને તેનાં જ્યૂસને ચાંદા પર લગાવી શકાય છે. તેનાથી ચાંદામાંથી તરત આરામ મળે છે.

English summary
Mouth ulcers are common and painful at the same time. Know about a few of the best home remedies that help, on Boldsky.
Story first published: Friday, June 2, 2017, 10:48 [IST]
X
Desktop Bottom Promotion