For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દાંતના દુખાવાને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય

By Karnal Hetalbahen
|

૧૭ વર્ષથી ૨૫ વર્ષની ઉંમરમાં દાંતમાં મોટાભાગે દુખાવો થવા લાગે છે, કેટલીક વાર તો દરેક સમયે થોડો દુખાવો થાય છે. તે બધુ તમારા ચોકલેટ અને ટોફીના કારણે થાય છે. કારણ ગમે તે હોય, અમારે તમને તેનો ઉપાય બતાવવો જરૂરી છે.

દાંતોમાં દર્દ થવાના કારણો ઘણા હોય છે, દાંતમાં દુખાવો થવો કે દાંતની જડોનું ઢીલું પડી જવું વગેરે. કેટલાક લોકો હોંશે-હોંશે દાંતમાં સ્ટિક નાખી લે છે જેનાથી તેમના દાંતમાં ગેપ થઈ જા છે, તેનાથી પણ દર્દ થાય છે.

દાંતમાં દર્દ થવાના કારણે તમે યોગ્ય રીતે બ્રશ પણ નથી કરી શકાતા અને શ્વાસની દુગંર્ધ, તેના પછી મોંઢામાં સડો જેવી બીજી સમસ્યાઓ પણ થઈ જાય છે. જો તમારે તમારા દાંતના દર્દથી છુટકારો મેળવવો હોય તો થોડા ઘરગથ્થુ ઉપાય અપનાવો, જે નીચે મુજબ છે.

૧. લવિંગ:

૧. લવિંગ:

જો તમારા દાંતમાં દુખાવો થાય છે તો લવિંગને દાંતની વચ્ચે દબાવીને રાખો, તેનાથી દુખાવામાં ઘણો આરામ મળશે. લવિંગમાં ઘણી માત્રામાં એનેસ્થેટિક અને એનલગેસિક ગુણ હોય છે જે દર્દને દૂર કરે છે. દિવસમાં બે થી ત્રણ વખત લવિંગને રાખવું જોઈએ અને તે દરમિયાન કઈં પણ ના ખાઓ.

૨. મીંઠુ:

૨. મીંઠુ:

દાંતમાં દુખાવો થાય તો, પાણીને થોડું ગરમ કરીને તેમાં મીંઠુ નાખો અને કોગળા કરો, અને મોંઢામાં ભરીને શેક કરો. તેનાથી દાંતું સંક્રમણ દૂર થઈ જશે અને તમને દર્દથી પણ છુટકારો મળી જશે. સવારે બ્રશ કરતા સમયે પણ તમે મીંઠાના પાણીનો ઉપયોગ કરી શકો છો.

૩. લસણ:

૩. લસણ:

લસણના ગુણો વિશે આપણને સૌને ખબર જ છે. લાભકારી લસણને છોલીને તેની કળીઓને ચાવી જાઓ, તો દાંતના દુખાવામાં આરામ મળે છે દિવસમાં બે વાર બે-બે કળીઓને ચાવવાથી જલદીથી દાંતના દર્દનો છુટકારો મળી જાય છે.

૪. ડુંગળી:

૪. ડુંગળી:

ડુંગળીમાં એંટીસેપ્ટીક ગુણ હોય છે જે દાંતના દુખાવામાં રાહત અપાવી શકે છે. તેને કાચી ખાવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે. જો તમને તમારા દાંતમાં વધુ દુખાવો હોય તો તમે તેને કાચી નહી ખાઈ શકો તો તમે તેનો રસ નીકાળીને દાંતમાં નાંખો.

૫. જામફળના પાંદડા

૫. જામફળના પાંદડા

જામફળના ઉપરવાળા તાજા કોમળ પાંદડાને તોડી લો અને તેને દાંતમાં દુખાવા થતો હોય તે જગ્યા પર રાખીને દબાવી લો, તેનાથી દુખાવામાં થોડીક રાહત મળશે. દરેક દિવસ ચાર વાર એવું કરવાથી થોડી રાહત મળશે. તમે ઈચ્છો તો આ પત્તાઓને એક કપ પાણીમાં ઉકાળીને તે પાણીને માઉથવોશની જેમ ઉપયોગ કરી શકો છો.

૬. પિપરમેન્ટ

૬. પિપરમેન્ટ

પિપરમેન્ટથી પણ દાંતનું દર્દ દૂર ભાગી જાય છે, ખાસ કરીને ઉંમર વધવાથી થનાર દાંતના દુખાવા પણ પિપરમેન્ટથી સારા થઈ જાય છે. પિપરમેન્ટ ઓઈલના થોડાક ટીપાં દુખાવાવાળી જગ્યાએ નાખો અને પછી ગરમ પાણીથી કોગળા કરી લો. તમે ઈચ્છો તો પિપરમેન્ટ ઓઈલના થોડાક ટીપાં પાણીમાં નાંખીને માઉથવોશની જેમ પણ ઉપયોગ કરી શકો છો.

૭. હીંગ

૭. હીંગ

હીંગમાં ઘણા આયુર્વેદિક ગુણોનો સમાવેશ હોય છે. તેમાં ઘણં એંટી-ઈંફ્લામેટ્રી, એંટીસેપ્ટિક ગુણ હોય છે, જે દાંતમાં થનાર દર્દથી રાહત પ્રદાન કરે છે. તેના ઉપયોગ માટે તમારે હિંગને ખૂબ જ ઓછી માત્રામાં લો અને તેને દર્દવાળી જગ્યા પર લગાવી લો અથવા તો તેને એક ચોથાઈ પાણીમાં ઘોળીને માઉથવોશની જેમ ઉપયોગ કરો.

૮. તમાલપત્ર

૮. તમાલપત્ર

તમાલપત્ર એક પ્રાકૃતિક દર્દ નિવારક છે જે તરત જ દુખાવામાં આરામ અપાવે છે. તેમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જે દાંતનું સડવું, દૂગંર્ધ વગેરેને દૂર કરે છે. જો કોઈને મોંઢામાં છાલા છે કે પછી કોઈપણ પ્રકારના ઘા છે કે પછી લોહી આવી રહ્યું હોય તો, તમાલપત્રને પીસીને તેમાં મીંઠુ મેળવીને આ મિશ્રણને એક ગ્લાસમાં નાખો અને તેમાં થોડું વોડકા મેળવી લો. તેને મોંઢામાં ભરો અને નીકાળી લો. દિવસમાં બે વખત આવું કરવાથી દુખાવો ગાયબ થઈ જશે.

૯. વેનિલા રસ

૯. વેનિલા રસ

વેનિલામાં આલ્કોહોલની માત્રા ખૂબ જ ઓછી હોય છે, તેમાં એંટીઓક્સીડેન્ટ વધારે માત્રામાં હોય છે જેના ઉપયોગથી પણ દુખાવામાં રાહત મળે છે. સૌથી પહેલા વેનિલાના ૨-૪ ટીંપા કોટન બોલમાં લો. તેને તમારા દુખાવાવાળા દાંતની વચ્ચે રાખો અને ૧૫ મિનીટ પછી નીકાળી લો. એવું દિવસમાં ૨ થી ૩ વખત કરો.

૧૦. જ્વારા (વ્હીટગ્રાસ)

૧૦. જ્વારા (વ્હીટગ્રાસ)

ઘંઉના દાણાને એક કૂંડામાં રોપી લો અને એક એક આંગળી સુધી થાય પછી તેને કાપી લો. તે ઘાસ, દાંતના દર્દમાં ઘણી રાહત આપે છે તેમાં બેક્ટેરિયાને મારવાના ઘણા સારા ગુણ હોય છે. તેને પીસી લો અને તેનો રસ દાંતમાં લગાવી લો. પછી તેને હળવા ગરમ પાણીથી કોગળા કરી લો.

English summary
Wisdom tooth pain can occur suddenly without warning or develop gradually. Home remedies can help you get rid of the pain. Here are the top 10 home remedies for wisdom too.
X
Desktop Bottom Promotion