For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અસ્થમા (દમ) નો આયુર્વેદિક ઉપાય

By KARNAL HETALBAHEN
|

અસ્થમાંનો પૂરો ઉપાય કરવો અસંભવ છે, પરંતુ ઘરગથ્થું ઉપાયો દ્વારા તેને રોકવામાં અને નિયંત્રિત કરી શકાય છે. અહી કેટલાંક ઘરગથ્થું ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. અસ્થમા એવી સ્થિતી હોય છે જેમાં શરીરમાં આવનાર હવાનો માર્ગ સંક્ષિપ્ત થઈ જાય છે અને વધારે મ્યૂકસ (બલગમ) બનવા લાગે છે. તેનાથી શ્વાસ લેવું મુશ્કેલ થઇ જાય છે અને તેના સાથે બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ જાય છે. અસ્થમાનું સામાન્ય કારણ કેટલાક વિશેષ પ્રકારના એલર્જીવાળા તત્વ હોય છે.

આ પ્રત્યેક વ્યક્તિ પર નિર્ભર કરે છે. જો તેનો ઉપાય ના કરવામાં આવે તો આ જીવન માટે ધોખા દાયક થઈ શકે છે. દુર્ભાગ્યવશ અસ્થમાનો ઉપાય નથી કરવામાં આવતો. પરંતુ નિશ્ચિત રૂપથી આ સ્થિતીથી છુટકારો મેળવવા માટે કેટલાક ઉપાય ઉપલબ્ધ છે.

અસ્થમાંની ગંભીરતાના અનુસાર લાંબા કે ઓછા સમય સુધી દવાઓ લેવી પડે છે. પરંતુ સામાન્ય કેશમાં તમે અસ્થમા માટે કેટલાક ઘરગથ્થું ઉપાય અપનાવીને તેને નિયંત્રણમાં રાખી શકો છો. તેમાંથી મોટાભાગના અસ્થમાં ઉત્પન્ન કરનાર તત્વોને રોકે છે કે આ કારકોને આપણા શરીર પર થનાર પ્રભાવને ઓછા કરે છે.

જો તમને અસ્થમા છે તો તમારે ઘણી વસ્તુઓથી વધારે સાવધાન રહેવાની જરૂરિયાત હોય છે જેમાં તમારા ખાન પાનની આદતોથી લઈને તમારા કામ કરવાની જગ્યા પણ શામેલ છે. તમારી પૂરી જીવનશૈલીને અસ્થમા ફ્રેન્ડલી શૈલી બનાવવાથી લઈને તમે અસ્થમા માટે કેટલાક ઘરગથ્થું ઉપાય પણ અપનાવી શકો છો.

અસ્થમાનો પૂરી રીતે ઉપાય સંભવ નથી. પરંતુ આ ઘરગથ્થું ઉપાયનો ઉપયોગ કરીને તમે અસ્થમાંથી લડીને તમારા જીવનને સરળ બનાવી શકો છો. તો વિશ્વ અસ્થમા દિવસ નજીક છે અંતમા અમે તમને અસ્થમા માટે કેટલાક સારા ઘરગથ્થું ઉપાય જણાવી રહ્યા છીએ. આવો જોઈએ:

આદું

આદું

ઘરોમાં અસ્થમાં માટે સામાન્ય રીતે આદુનો ઉપયોગ કરવામાં આવે છે. એક ટીસ્પૂન પીસીલા આદુને ડોઢ કપ પાણીમાં મેળવો. તેને સૂતા પહેલા પીવો. આ અસ્થમાથી થનાર દવાઓથી થનાર માંસપેશિયોની શિથિલતાના પ્રવાહને વધારી દે છે.

સરસોનું તેલ

સરસોનું તેલ

સરસોના તેલથી માલિશ કરવી દાદીમાંનો સૌથી સારો ઘરગથ્થું ઉપાય છે. આ પ્રકારની માલિશથી શ્વસના માર્ગ સાફ થાય છે અને તમને શ્વાસ લેવામાં સરળતા રહે છે.

સ્ટીમિંગ (વરાળ લેવી)

સ્ટીમિંગ (વરાળ લેવી)

સ્ટીમિંગ અસ્થમાંનો સામાન્ય રીતે ઉપયોગમાં લેનાર ઉપાય છે. વરાળ બલગમને ઓછી કરે છે અને હવાના માર્ગને સાફ કરે છે. તમે વધારે પ્રભાવ માટે યૂકેલિપ્ટસ ઓઈલ પણ મેળવી શકો છો.

અંજીર

અંજીર

કફ નીકાળવો અને શ્વાસ લેવાની તકલીફને દૂર કરીને અસ્થમાને નિયંત્રિત કરી શકાય છે. અંજીર તેમાં ઘણું પ્રભાવી હોય છે. ત્રણ સૂકા અંજીરને આખી રાત પાણીમાં પલાળીને રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટ તેને પી લો. આ લાંબા સમય સુધી પ્રભાવ કરનાર ઉપાય છે જેની અસર ઓછામાં ઓછી ત્રણ મહિના સુધી રહે છે.

દાડમ

દાડમ

આદુનો રસ, દાડમનો રસ અને મધને સમાન માત્રામાં મેળવો. દરરોજ આ મિશ્રણની એક ચમચીનું સેવન દિવસમાં ત્રણ વખત કરો. તેનાથી તમને શ્વાસ લેવાના રાસ્તાનો સોજો ઓછો થાય છે અને વાયુમાર્ગને અટકવાથી રોકી શકાય છે.

લસણ

લસણ

જો તમે અસ્થમાંની પ્રારંભિક અવસ્થમાં છો તો તમારા માટે લસણ એક સારો વિકલ્પ છે. તે ફેફસામાં થયેલ જમાવને દૂર કરે છે અને હવા માર્ગને સાફ કરે છે. એક ચોથાઈ કપ દૂધમાં લસણની ત્રણ કળીયો ઉકાળો. તેને સૂતા પહેલા પીવો.

મેથી

મેથી

મેથીમાં ફેફસાને સાફ કરવાનો ગુણ હોય છે. એક કપ પાણીમાં એક ટેબલસ્પૂન મેથીના બીજ ઉકાળો. તમે તેમાં એક ચમચી આદુંનો રસ અને એમ ચમચી મધ મિક્સ કરી શકો છો. તેને દિવસમાં બે વખત પીવો.

કોફી

કોફી

કોફી પ્રેમીઓ માટે સારી ખબર! ગરમ કોફી પીવાથી વાયુમાર્ગ સાફ થાય છે અને તેનાથી તમને શ્વાસ લેવામાં સરળતા થાય છે. કોફીનો બ્રોંકોડાયલેટર ગુણ અહી સહાયતા કરે છે. પરંતુ કેફીનનો ઉપયોગ ખૂબ વધારે માત્રામાં ના કરો.

કપૂર

કપૂર

અસ્થમાને નિયંત્રણ કરવા માટે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે તમે સરસોના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. સરસોના તેલમાં થોડું કપૂર નાંખીને ગરમ કરો અને આ તેલથી છાતીમાં અને પીઠના ઉપરના ભાગમાં માલીશ કરો.

યૂકેલિપ્ટસ ઓઈલ (નીલગિરીનું તેલ)

યૂકેલિપ્ટસ ઓઈલ (નીલગિરીનું તેલ)

યૂકેલિપ્ટસનો ડિકંજેસ્ટંટ ગુણ તેને અસ્થમાં માટે એક ઉત્તમ ઔષધિ બનાવે છે. તેમાં રહેલા યુકેલિપ્ટલ ઘટક બલગમને નીકાળવામાં સહાયક થાય છે. યૂકેલિપ્ટસ તેલના થોડા ટીંપા કોટન બોલ પર નાંખો અને તેને સૂંઘો અને સૂતા સમયે તેને તમારા માથા પાસે રાખો.

English summary
An asthma attack can be dangerous and turn fatal as well if not taken care of on time. Know the home remedies to prevent asthma attack on Boldsky.
Story first published: Wednesday, May 17, 2017, 10:59 [IST]
X
Desktop Bottom Promotion