For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દાઝવા પર આ 11 ઘરઘથ્થુ ઉપચારોથી મળશે ફટાકથી આરામ

By Super Admin
|

ભારતીય ઘરોમાં સામાન્ય રીતે મહિલાઓ જ રસોડામાં જમવાનું બનાવે છે. તેવામાં અનેક પ્રસંગે રસોઈ કરતી વખતે કઢાઈનું તેલ ઉડીને તેમના હાથ ઉપર પડે છે કે પછી ગરમ કૂકર ભૂલથી સ્પર્શી જાય છે. તેવામાં હાથ દાઝી જાય છે અને દાઝવાનાં નિશાન બહુ વધારે પડી જાય છે.

આજે અમે આપને કેટલાક એવા પ્રાકૃતિક ઉપચારો બતાવીશું કે જેને આપ દાઝવા પર તરત જ ત્વચા પર લગાવી શકો છો, પરંતુ તે પહેલા એ જાણી લો કે જ્યારે પણ ત્વચા દાઝે, ત્યારે તરત જ તેને ઠંડા પાણીથી ધોઈ નાંખો. તે પછી પાણીમાં એક કૉટનનું કપડું પલાડી, તેને નિચોડી દાઝેલા સ્થાન પર વિંટી દો. તેનાથી દાઝવાથી પડનાર નિશાન નહીં રહે.

એક વાર જ્યારે ત્વચામાં બળતરા ઓછી થઈ જાય, ત્યારે આપ નીચે આપેલા આ ઘરઘથ્થુ નુસ્ખાઓનો ઉપયોગ કરી શકો છો.

ટામેટાનું જ્યૂસ

ટામેટાનું જ્યૂસ

ટામેટામાં પ્રાકૃતિક બ્લીચિંગ ધરાવતા ગુણો હોય છે કે ડેડ સ્કિનને કાઢી સાફ ત્વચાને ઉપર લાવે છે. દાઝેલા સ્થાને ટામેટાનું જ્યૂસ લગાવો અને 15 મિનિટ સુધી રાખ્યા બાદ તેને ધોઈ નાંખો. એવું દિવસમાં બે વખત કરો. ફાયદો મળશે.

બદામ તેલ

બદામ તેલ

વિટામિન ઈથી ભરપૂર બદામ તેલને દાઝેલા સ્થાને લગાવવાથી આરામ મળે છે. તેને દરરોજ રાત્રે સૂતા પહેલા લગાવો.

દહીં

દહીં

1 ચમચી દહીંને ચપટી ભર હળદર સાથે મિક્સ કરો. પછી તેને પ્રભાવિત સ્થાને લગાવી 30 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ નાંખો. તેને દરરોજ 2 વખત લગાવો અને દાઝેલાનાં નિશાનથી મુક્તિ પામો.

ટી બૅગ

ટી બૅગ

ભીના ટી બૅગને ફ્રિઝમાં મૂકી દો અને તેને દાઝેલી ત્વચા પર લગાવો. તેને તે જ સ્થાને થોડીક વાર રહેવા દો અને જ્યારે તે ગરમ થઈ જાય, ત્યારે હટાવી લો. એવું દિવસમાં બેથી ત્રણ વાર કરો.

નાળિયેર તેલ

નાળિયેર તેલ

દિવસમાં અનેક વખત પોતાનાં નિશાન પર નાળિયેરનું તેલ લગાવો. તેનાથી પણ ડાઘા મટી જાય છે. માત્ર એક અઠવાડિયામાં આપને પોતાની જૂની ત્વચા પરત મળી જશે.

બટાકા

બટાકા

બટાકાની કેટલીક સ્લાઇસ કાપો અને તેને દાઝેલી ત્વચા પર મસળો. આ વિધિ દિવસમાં બે વાર કરો.

દૂધ

દૂધ

દૂધમાં પ્રોટીન તેમજ કૅલ્શિયમ હોય છે કે જે દાઝેલી ત્વચાને તરત જ સાજી કરી દે છે. ઠંડા દૂધમાં કૉટન બૉલ નાંખી તેને અસરગ્રસ્ત સ્થાને લગાવો. 5 મિનિટ પછી ધોઈ નાંખો. આવુ દિવસમાં ત્રણ વખત કરો.

એલોવેરા

એલોવેરા

દાઝેલી ત્વચા પર એલોવા લગાવવાથી ઠંડક પહોંચે છે અને ડાઘા પણ હળવા પડે છે. એલોવેરાને સીધું જ દાઝેલી ત્વચા પર લગાવો. પછી તેને સૂકાવા દો અને પછી તેને ધોઈ નાંખો. આ વિધિ દિવસમાં ત્રણ વાર કરો.

ડુંગળી

ડુંગળી

ડુંગળીને ઘસી લો અને તેના રસને રૂ વડે દાઝેલી ત્વચા પર લગાવો. તેનાથી ત્વચા જલ્દીથી સાજી થઈ જશે. એવું દિવસમાં બે વાર કરો.

મધ

મધ

મધમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જે ત્વચાને તરત જ સાજી કરે છે. દાઝેલા સ્થાને મધ લગાડો અને 15 મિનિટ બાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાંખો.

બેકિંગ સોડા

બેકિંગ સોડા

બેકિંગ સોડાથી ઇન્ફેક્શન દૂર થાય છે તેમજ ડેડ સ્કિન દૂર થઈ સાફ ત્વચા ઉપસી આવે છે. 1 ચમચી બેકિંગ સોડામાં થોડુંક પાણી મેળવી પેસ્ટ બનાવો અને દાઝેલી ત્વચા પર લગાવો. સૂક્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાંખો.

English summary
Listed in this article are home remedies for skin burn. Remove scars permanently with these easy homemade mask.
X
Desktop Bottom Promotion