For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તે દિવસોમાં થનાર સ્કીન પ્રોબ્લેમને આવી રીતે કહો Bye-Bye

By KARNAL HETALBAHEN
|

પીરિયડ્સના દિવસોમાં છોકરીઓને ના ફક્ત ભયાનક દર્દમાંથી પસાર થવું પડે છે પરંતુ હોર્મોન્સમાં પરિવર્તન અને બીજા કારણોથી તેમની ત્વચા પણ શુષ્ક થઈ જાય છે. ઘણી છોકરીઓને તો આ વિશે જાણકારી પણ હોતી નથી પરંતુ મેડિકલ ટિપ્સ પર ધ્યાન આપો તો પીરિયડ્સના દિવસોમાં ત્વચાને ચમકીલી બનાવી રાખવા માટે વિશેષ ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે. આ આર્ટિકલમાં અમે તમને કેટલાક સામાન્ય ત્વચા સંબંધી સમસ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ. જેનાથી માસિક ધર્મના દિવસોમાં છોકરીઓને બે-ચાર થવું પડે છે. નાંખો એક નજર:-

૧. દાણા-

૧. દાણા-

માસિક ધર્મ શરૂ થયા પહેલા છોકરીઓના ચહેરા પર દાણા નીકળવાનું શરૂ થઈ જાય છે કેમકે શરીરના હોર્મોન્સમાં પરિવર્તન થવાના કારણે સિબમના ઉત્પાદનમાં વધારો થાય છે. તે ખૂબ જ દર્દ કરે છે અને તેમાં પસ પણ પડી જાય છે. એવામાં તમારે તેના પર એલોવેરા કાપીને લગાવવું પડશે, જેનાથી બળતરા થોડી હદ સુધી શાંત થઈ જાય છે.

૨. કરમાઈ જવી-

૨. કરમાઈ જવી-

આ દિવસોમાં ચહેરાની ત્વચા ખૂબ જ ડલ લાગે છે. માસિક ધર્મથી પૂવ પીએમએસ દરમ્યાન પણ એવું થાય છે. એટલે, સારું થશે કે તમે આ દિવસોમાં ચહેરા પર સારી રીતે સ્ક્રબ કરો અને ડેડ સ્કીનને નીકાળી લો.

૩. ડ્રાઈ ફ્લેક્સ-

૩. ડ્રાઈ ફ્લેક્સ-

ત્વચાની આ સમસ્યા ખૂબ જ કષ્ટદાયક હોય છે કેમકે કેટલીકવાર ત્વચા ભયાનક રીતે ફાટી જાય છે. આ સમસ્યાથી તે દિવસોમાં બચવા માટે તમે પર્યાપ્ત પાણી પીવો અને લિપ બામને હોઠો પર લગાવો. સાથે જ ચહેરા પર મોશ્ચરાઈઝર લગાવો.

૪. ચકતા-

૪. ચકતા-

આ દિવસોમાં ચહેરા પર ચકતા પડવા સામાન્ય બાબત છે. તેનાથી બચવા માટે તમે કોઈ સારા મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકો છો. તમે ઈચ્છો તો હાલ્યૂરોનિક એસિડનો ઉપયોગ કરીને પણ જોઇ શકો છો. તેનાથી સ્કીન, પ્લમ્પ અપ થઈ જાય છે.

૫. ડાર્ક સર્કલ-

૫. ડાર્ક સર્કલ-

માસિક ધર્મ દરમ્યાન રાત્રે યોગ્ય ઉંઘ આવતી નથી. એવામાં આંખની નીચે ડાર્ક સર્કલ થઇ જાય છે. તેના માટે તમે તમારો ખોરાક યોગ્ય રાખો. પર્યાપ્ત ઉંઘ લો. રાતમાં જાગો નહી અને ઈ-બેસ્ડ ક્રીમને પ્રભાવિત ભાગમાં લગાવો.

૬. આંખમાં સોજા-

૬. આંખમાં સોજા-

તમે આ સમય દરમિયાન ગમે તેટલો પણ આરામ કેમ ના કરી લો, પરંતુ જ્યારે પણ તમે ઉંઘીને ઉઠશો તમારી આંખોમાં સોજા હશે, એટલે નિશ્ચિત રહો તે ખૂબ જ સામાન્ય વાત છે. સવારે આંખની આજુબાજુ એક ઠંડી ચમચીને લગાવો તમને રાહત મળશે.

English summary
Here are some common period skin problems and what you can do to fix them.
Story first published: Friday, March 17, 2017, 11:00 [IST]
X
Desktop Bottom Promotion