For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પેટનાં અલ્સરથી છો પરેશાન, તો અજમાવો આ 8 આયુર્વેદિક ઇલાજ

By Lekhaka
|

અલ્સર ત્યારે બને છે કે જ્યારે ભોજનને પચાવનાર એસિડ આમાશય કે આંતરડાની દિવાલને ક્ષતિ પહોંચાડે છે. અગાઉ એમ મનાતુ હતું કે અલ્સર તાણ, પોષણ કે જીવનશૈલીનાં કારણે થાય છે, પરંતુ વૈજ્ઞાનિકોને હવે જાણ થઈ છે કે મોટાભાગનાં અલ્સર એક પ્રકારનાં જીવાણુ હેલિકોબૅક્ટર પાયલોરી કે એચ. પાયલોરી દ્વારા થાય છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ બૅક્ટીરિયા શરીરમાં ગંદા પાણી કે ખરાબ ખોરાક દ્વારા પેટમાં પ્રવેશ કરે છે. અલ્સર ત્યારે ગંભીર થવા લાગે છે કે જ્યારે આપને કેટલાક લક્ષણો દેખાવા લાગે; જેમ કે લોહીની ઉલ્ટી, મળમાં ઘેરા રંગનું લોહી પડવું, ઉલ્ટી કે ઉલ્ટી જેવું થવું, અચાનક વજન ઉતરી જવું કે પછી ભૂખમાં પરિવર્તન થવું વિગેરે.

મધ ખાવો

મધ ખાવો

1 કે 2 ચમચી શુદ્ધ મધનું સેવન દિવસમાં એક વાર કરો. તે પેટની અંદરની સપાટીનાં ઘા પર મલમનું કામ કરે છે કે જેથી અલ્સર જલ્દી સાજુ થવા લાગે છે.

કૉબિજનું જ્યુસ

કૉબિજનું જ્યુસ

અડધા કૉબિજને નાના ટુકડામાં કાપી લો અને તેને મિક્સીમાં પીસી તેનો રસ કાઢી લો. આ રસનું સેવન સૂતા પહેલા કરો.

પાણી અને મેથી

પાણી અને મેથી

1 ગ્લાસ પાણીમાં 1 નાની ચમચી મેથી દાણા ઉકાળો. ઠંડુ થતા તેને ગાળી લો અને પછી તેમાં થોડુંક મધ મેળવી દરરોજ બે વાર પીવો.

કેળા

કેળા

કેળામાં એંટી-બૅક્ટીરિયલ તત્વો હોય છે કે જે પેટમાં અલ્સરને વધતા રોકે છે. તેથી દરરોજ બ્રેકફાસ્ટ કર્યા બાદ કેળું જરૂર ખાવો.

લસણ

લસણ

દિવસમાં 2-3 લસણની એક કળીનું સેવન જમ્યા બાદ જરૂર કરો.

નારિયેળ તેલ

નારિયેળ તેલ

નારિયેળ તેલ એક પ્રાકૃતિક સામગ્રી છે કે જે પેટનાં અનેક રોગોને દૂર કરે છે. તેમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જે પેટનું અલ્સર પેદા કરનાર બૅક્ટીરિયાનો ખાત્મો કરે છે.

એલોવેરા જ્યુસ

એલોવેરા જ્યુસ

એલોવેરા જ્યુસને પાણીમાં મેળવી થોડાક દિવસો સુધી પીવો.

મુળેઠી

મુળેઠી

એક ગ્લાસ ગરમ પાણીમાં 1 નાની ચમચી મુળેઠીનું પાવડર મિક્સ કરો. તેને 15 મિનિટ માટે એમ જ છોડી દો અને બાદમાં તેને ગાળીને દિવસમાં ત્રણ વાર પીવો.

English summary
Stomach ulcers occur when the lining of the stomach or upper intestine gets irritated by the harmful effects of stomach acid. There are several natural remedies that you can easily use at home to treat Stomach ulcers.
Story first published: Tuesday, November 15, 2016, 11:29 [IST]
X
Desktop Bottom Promotion