For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચહેરાના અણગમતા વાળથી મુક્તિ અપાવશે આયુર્વેદિક ઉપાય

By Karnal Hetalbahen
|

ચહેરા કે શરીર પરથી અણગમતા વાળને દૂર કરવાની પરંપરા ફક્ત મહિલાઓમાં જ નથી પરંતુ પુરૂષોમાં પણ સામાન્ય વાત થઇ ચૂકી છે. પરંતુ ચહેરા પરના અણગમતા વાળ, કેટલીક મહિલાઓને હેરાન કરી મૂકે છે. જેના માટે તે અલગ અલગ નુસખા અજમાવે છે. ચહેરા પરના અણગમતા વાળનું હોવું ડિપ્રેશન, PCOS કે હાઈ ટેસ્ટોસ્ટેરોનનું કારણ ગણવામાં આવે છે.

આજની આ પોસ્ટમાં અમે તમને ખૂબ જ સરળ આર્યુવેદિક રીતો બતાવીશું, જેની મદદથી તમને તમારા ચહેરાના અણગમતા વાળને ઓછા કરવામાં મદદ મળશે.

જો તમે વિચારતા હોવ કે તેનો પ્રયોગ કરવાથી તમને કોઈ લાભ નહી મળે તો, તમારી જાણકારી માટે જણાવી દઇએ કે આર્યુવેદિક પદ્ધતિને પોતાનું કામ કરવામાં થોડો લાંબો સમય લાગે છે.

ઘણી મહિલાઓ બજારમાં મળતી ક્રિમ અને લોશનનો ઉપયોગ છોડીને આયુર્વેદિક નુસખા પર જ વિશ્વાસ મુકે છે. જો તમે કોઇ નુસખામાં હળદરનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો રસોડામાં ઉપયોગમાં લેવાતી હળદરનો ઉપયોગ ટાળો, કારણ કે તેમાં કેમિકલ અને કલર મિક્સ કરેલ હોય છે. આર્યુવેદિક નુસખા માટે આંબા હળદરનો ઉપયોગ કરવો જોઇએ. આવો હવે જોઈએ અસરકારક આર્યુવેદિક નુસખા.

unwanted hair with natural remedies

ચણાનાલોટની પેસ્ટ
એક કટોરીમાં અડધી ચમચી ચણાનો લોટ, અડધી ચમચી દૂધ, અડધી ચમચી હળદર પાવડર અને ૧ ચમચી તાજી મલાઈ લો. બધી વસ્તુઓને મિક્સ કરીને ચહેરા પર લગાવો અને ગોળાઈમાં મસાજ કરો અને ૨૫ મિનિટ સુધી રહેવા દો. જ્યારે પેસ્ટ સૂકાઈ જાય ત્યારે તેને હથેળીથી ઘસીને સાફ કરી લો.

લીમડાંની પેસ્ટ
એક કટોરી સૂકા લીમડાંના પાંદડા કે પછી લીમડાંનો પાઉડર, ચપટીભરીને હળદર અને ખોખલીના પત્તા મિક્સ કરીને વાટી દો. રાત્રે સૂતા પહેલાં આ પેસ્ટને ચહેરા પર લગાવો. સવાર થતા જ સૂકાઈ ગયેલ આ પેસ્ટને ચહેરા પરથી સાફ કરી લો. આવું અઠવાડિયા સુધી કરો.

મધનો ઉપયોગ
૨ ચમચી કાચા બટાટાનો રસ, આખી રાત પલાળેલી અને દળેલી તુવરદાળ, ૪ ચમચી લીંબુનો રસ અને ૧ ચમચી મધને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર લગાવો અને જ્યારે તે સૂકાઈ જાય ત્યારે તેને હુંફાળા ગરમ પાણીથી ધોઈ લો.

હળદર અને અડદનીદાળ
તમે આ બંનેના પાવડરને બનાવીને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી શકો છો. તેને ચહેરા પર લગાવાથી વધુ પડતું તેલ નહી નીકળે અને ચહેરા પર અણગમતા વાળનું ઉગવાનું પણ ઓછું થઈ જશે.

ઠનકા અને કુસુમા તેલ
સૌથી પહેલાં અણગમતાં વાળને શેવિંગ કે પછી હેર રિમુવર ક્રિમની મદદથી સાફ કરી લો. પછી ઠનકાનો પાઉડર ( જે બજારમાં મળી રહેશે) અને કુસુમા તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ ઘટ્ટ પેસ્ટને ચહેરા અથવા અન્ય ભાગ પર લગાવીને મસાજ કરો. જ્યારે તમને લાગે કે આ સંર્પૂણ રીતે ત્વચાના રોમ છિદ્રોમાં સમાઈ ગયુ છે ત્યારે મસાજ કરવાનું બંધ કરી લો. તેને અમુક ૩-૪ કલાકો માટે લગાવીને રહેવા દો. આ વિધિને ૧૦૦ દિવસો સુધી નિયમિતપણે કરો. તમને જરૂર લાભ થશે.

અશોકારિષ્ટમ રાત્રે જમ્યા પછી ૨૫ એમએલ અશોકારિષ્ટમ પીવો. તે ચહેરા પર આવતા વાળને ઓછા કરવામાં મદદ કરશે.

English summary
This post about some natural, chemical free, Ayurveda remedies to get rid of facial hair. These remedies are practically painless and will not damage your skin unlike many chemicals for hair removal.
Story first published: Thursday, November 17, 2016, 10:49 [IST]
X
Desktop Bottom Promotion