For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચહેરાને ગોરો અને સ્વચ્છ કરી દેશે આ 12 લેપો, હમણા જ ટ્રાય કરો

By Super Admin
|

ઉબટન કે લેપ એક પ્રાકૃતિક વસ્તુ છે કે જે ઘરમાં તૈયાર કરવામાં આવે છે. આપને હળદર તથા બેસન ધરાવતા લેપ વિશે તો જાણ હશે જ, પરંતુ આજે અમે આપની સમક્ષ 12 જુદા-જુદા પ્રકારના લેપો બનાવવાની વિધિ લઈને આવ્યા છીએ.

જો આપનાં ઘરે કોઈ તહેવાર કે ઉત્સવ આવનાર હોય, તો સમય આવી ગયો છે કે આપ તેની તૈયારી અત્યારથી કરી લો. ચહેરા પર જો ડાઘા કે કરચલીઓ છે, તો તેને આ પ્રાકૃતિક લેપો વડે દૂર કરી શકાય છે. આવો જાણીએ તેના વિશે...

1. કેળાનું મૉસ્ક

1. કેળાનું મૉસ્ક

આ મૉસ્ક ચહેરાનાં તેલને ઓછું કરે છે અને ડેડ સેલ હટાવે છે. એક ચમચી મસળેલુ કેળુ, 1 ચમચી મધ તથા 1 ચમચી લિંબુ રસ મેળવો અને ચહેરા પર લગાવો. તેને અડધા કલાક માટે સૂકાવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાંખો.

2. મલાઈ અને મધ

2. મલાઈ અને મધ

આ મૉસ્ક ત્વચામાં નમી (ભેજ) ભરે છે કે જેનાથી સ્કિન ગ્લો કરવા લાગે છે. 1 ચમચી મલાઈ લો અને તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. હેલા ચહેરાને ધોઈ લો અને પછી તેનું એક કોટ લગાવો. 30 મિનિટ બાદ ચહેરો ધોઈ નાંખો. આ મૉસ્ક રોજ લગાવો.

3. ઓલિવ ઑયલ અને બદામ તેલ

3. ઓલિવ ઑયલ અને બદામ તેલ

આ પૅક લગાવવાથી ચહેરો મુલાયમ થઈ ચમકદાર બની જશે. 1 ચમચી ઓલિવ ઑયલમાં 5 ટીપા બદામ ઑયલ મિક્સ કરો અને ચહેરા પર 5 મિનિટ સુધી તેના વડે મસાજ કરો. પછી તેને આખી રાત ચહેરા પર રહેવા દો અને સવારે ચહેરાને ધોઈ નાંખો.

4. લિંબુ અને ગ્લિસરીન

4. લિંબુ અને ગ્લિસરીન

ડાઘા-ધબ્બાઓમાંથી મુક્તિ પામવા માટે અને ચહેરા પર ગ્લો ભરવા માટે આ ફેસ પૅક લગાવો. 1 ચમચી ગ્લિસરીનમાં 5 ટીપા લિંબુ રસનાં નાંખો અને એક કૉટન બૉલથી તેને ચહેરા પર લગાવો. પછી ચહેરાને 10 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ લો. આ મૉસ્ક ડ્રાય સ્કિન માટે સારૂં રહેશે.

5. ટામેટું અને શક્કર

5. ટામેટું અને શક્કર

ટામેટાની બે સ્લાઇસ લો. તેની ઉપર થોડીક શક્કર ભભરાવો. પછી તેને પોતાના ચહેરા અને ગળા પર સ્ક્રબ કરવાનું શરૂ કરી દો. પછી તેને 10 મિનિટ માટે ચહેરા પર જ લગાવીને રાખી દો અને પછી ચહેરો ધોઈ નાંખો.

6. બેસન, દહીં અને હળદર

6. બેસન, દહીં અને હળદર

આ મૉસ્કમાં એંટી-ઑક્સીડંટ તથા બ્લીચિંગનાં ગુણઓ હોય છે કે જેનાથી સ્કિન ટોન હળવી થઈ જાય છે. 1 ચમચી બેસનમાં અડધી ચમચી દહીં તથા ચપટી હળદર મિક્સ કરો. પછી તેને પેસ્ટ બનાનોવ અને ચહેરા પર લગાવી 30 મિનિટ સુધી છોડી દો. પછી પાણીથી ચહેરો ધોઈ લો.

7. એલોવેરા અને ટી ટ્રી ઑયલ

7. એલોવેરા અને ટી ટ્રી ઑયલ

ચહેરા પરથી પિંપલા હટાવવાનાં હોય કે પછી ડાઘા દૂર કરવાના હોય, તો આ પૅક ખૂબ સારૂં રહેશે. થોડીક તાજી એલોવેરા જૅલ લો. તેમાં 7 ટીપા ટી ટ્રી ઑયલ મિક્સ કરો. તેનાથી ચહેરાની ધીમે-ધીમે મસાજ કરો અને પછી 20 મિનિટ સુધી છોડી દો. પછી ચહેરા પર બરફ રગડો અને ચહેરાને પાણી વડે ધોઈ લો.

8. ઇંડા અને બદામ તેલ

8. ઇંડા અને બદામ તેલ

આ પૅકમાં પ્રોટીન તથા એંટી-ઑક્સીડંટ હોય છે કે જે ચહેરા પરથી ઝીણી ધારીઓ દૂર કરે છે. ઇંડાને તોડીને તેના સફેદ ભાગને કાઢી લો. પછી તેમાં 5 ટીપા બદામ તેલ મેળવો અને ફેંટી લો. હવે તેનું પાતળું કોટ ચહેરા તેમજ ગળા પર લગાવો અને 30 મિનિટ માટે છોડી દો. જ્યારે સ્કિન સુકાઈ જાય, ત્યારે તેને પાણીથી ધોઈ લો. આવું અઠવાડિયામાં બે વાર કરો.

9. મધ

9. મધ

જો આપની પાસે સમય નથી, તો આપ માત્ર મધને પણ ચહેરા પર લગાવી શકો છો. જ્યારે તે સુકાઈ જાય, ત્યારે ચહેરાને વૉર્મ વૉટરથી ધોઈ નાંખો.

10. ગાજર, મધ અને હળદર

10. ગાજર, મધ અને હળદર

આ આયુર્વેદિક લેપ ચહેરાનાં પોર્સને ઓછું કરે છે અને ચહેરા પર નિખાર લાવે છે. ગાજરને ઘસીને તેમાં 2 ચમચી મધ તથા ચપટી હળદર મિક્સ કરો. પછી તેને ચહેરા અને ગળા પર લગાવો અને 30 મિનિટ બાદ ચહેરાને ગોળાઈમાં રગડી પાણીથી ધોઈ લો.

11. બટાકા અને દહીં

11. બટાકા અને દહીં

આ પૅકમાં વિટામિન સી, પ્રોટીન તેમજ આયર્ન હોય છે કે જે સનટૅનિંગ તેમજ કાળા ધબ્બા મટાડે છે. બટાકાને મશળી લો અને તેની પેસ્ટ બનાવો. પછી તેમાં 1 ચમચી મધ તેમજ દહીં મેળવો. ચહેરાને ધોઈને આ પેસ્ટ લગાવો અને 20 મિનિટ બાદ ચહેરો ધોઈ નાંખો. તેને અઠવાડિયામાં બે વાર લગાવો. આપનો ચહેરો હંમેશા સ્વચ્છ બની રહેશે.

12. ઓટમીલ, મધ, દૂધ અને બદામ તેલ

12. ઓટમીલ, મધ, દૂધ અને બદામ તેલ

આ પૅકમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જે ગંદકીને બહાર કાઢે છે અને ચહેરાને ગોરો બનાવે છે. 1 ચમચી ઓટમીલને ગ્રાઇંડ કરી પાવડર બનાવો. પછી તેમાં 1 ચમચી મધ, 6 ટીપા બદામ તેલ તથા દૂધ મિક્સ કરો. આ પેસ્ટ ચહેરા પર લગાવો અને જ્યારે તે સુકાઈ જાય, ત્યારે ચહેરાને સ્ક્રબ કરો અને પછી પ્લેન પાણીથી ધોઈ લો.

English summary
Listed in this article are homemade mask for clear skin. For skin that is free of age spots and fine lines, try this ayurvedic ubtan.
X
Desktop Bottom Promotion