For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રસવ પીડા પ્રેરિત કરવાના 10 ઘરઘથ્થુ ઉપચાર

By Super Admin
|

આપ નવ મહીના સુધી તે કિંમતી મળનો ઇંતેજાર કરો છો અને જો આપની નિર્ધારિત તારીખ આવવાની હોય, તો આપ વધુમાં વધુ અધીર થઈ જાઓ છો. જોકે આવી પરિસ્થિતિમાંથી આપ સરળતાથી અને ધૈર્યપૂર્વક ઉગરી શકો છો. ક્યારેક-ક્યારેક સગર્ભા મહિલા હૉસ્પિટલ પહોંચવાથી પહેલા લેબર પેઇન એટલે કે પ્રસવ પીડા પ્રેરિત કરવા માટે અનેક ઘરગથ્થુ ઉપચાર લે છે.

જો આપની ડિલીવરી ડેટ નક્કી છે, તો તે અધીર મહિલા કેજે માતા બનવાની છે, તે પોતાના બાળકને સરળતાથી બહાર લાવવા માંગે છે. એવી અનેક રીતો છે કે જેના દ્વારા સગર્ભાવસ્થાનાં અંતિમ દિવસોમાં લેબર પેઇન પ્રોત્સાહિત કરી શકાય.

અહીં માતા બનનાર મહિલાઓ માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર આપવામાં આવ્યા છે કે જેના દ્વારા તેઓ તે અદ્ભુત પળનો ઇંતેજાર કરતા-કરતા પોતાની પ્રસવ પીડાને પ્રોત્સાહિત કરી શકે છે.

1. એક્યુપંક્ચર

1. એક્યુપંક્ચર

આ થોડુક બિહામણુ અનુભવી શકાય, પરંતુ મારી ઉપર વિશ્વાસ કરો કે તે પ્રસવ પીડા પ્રેરિત કરવામાં બહુ અસરકારક છે. આપના શરીરમાં સોય પિંચિંગની કલ્પના થોડીક બિહામણી ચોક્કસ હોઈ શકે, પરંતુ હકીકતમાં એવુ નથી. જ્યારે સોયો સારીહોય, ત્યારે તેના કારણે કોઈ દર્દ નથી થતું. જોકે આ વાત પણ સત્ય છે કે એક્યુપંક્ચર દ્વારા કરાવાયેલી પ્રસવ પીડા કાયમ સફળ નથી હોતી, પરંતુ ક્યારેક-ક્યારેક તે સફળ પણ હોય છે. પોતાનું લેબર પેઇન એક્યુપંક્ચરથી વધારવા માટે આપની ડિલીવરી ડેટ નજીક હોવી જોઇએ તથા આપે પોતાના ડૉક્ટર સાથે ચર્ચા કરી લેવી જોઇએ. એક્યુપંક્ચર બાળક તથા માતા માટે સલામત હોય છે તથા તે આપના શરીરની પ્રાકૃતિક પ્રક્રિયાઓની ઝડપ વધારવામાં સહાયક હોય છે. જો આપ સોય પિંચિંગની આ પ્રક્રિયાને પસંદ નથી કરતા, તો આપ એક્યુપ્રેસરની પદ્ધતિ અપનાવી શકો છો.

2. નિપ્પલને ઉત્તેજિત કરવા

2. નિપ્પલને ઉત્તેજિત કરવા

જો આપ વગર કોઈ જટિલતાએ એક સલામત અને આરામદાયક સગર્ભાવસ્થામાંથી પસાર થઈ રહ્યા છો, તો પ્રસવ પીડાને પ્રેરિત કરવાની આ એક ઉત્તમ રીત છે. નિપ્પલને ઉત્તેજિત કરવા બહુ સરળ છે તથા તેના કારણે પ્રસવ પીડા પ્રેરિત થવાની શક્યતા ખૂબ વધી જાય છે, કારણ કે તેના કારણે ઑક્સીટોસિન નામના હૉર્મોનનું સ્રાવ હોય છે કે જેથી ગર્ભાશયમાં સંકોચન થાય છે. જો આપ 40 અઠવાડિયાથી વધુ સમયથી સગર્ભા હોવ, તો આ પદ્ધતિ ખૂબ અસરકારક હોય છે. આપે તેને દિવસમાં ત્રણ વખત એક-એક કલાક કરવાનું રહેશે, પરંતુ ધ્યાન રાખો કે તેને હળવા હાથે કરો. આ ઉપરાંત એવી સગર્ભાવસ્થા કે જેમાં વધુ ખતરો હોય; જેમ કે સગર્ભાવસ્થામાં ડાયાબિટીઝ, પ્રીક્લામ્પસિયા કે હાઈ બ્લડ પ્રેસર વિગેરે.

3. વૉકિંગ

3. વૉકિંગ

વૉકિંગનાં કારણે પ્રાકૃતિક રીતે લેબર પેઇન શરૂ થવાની શક્યતા હોય છે, કારણ કે આ સ્થિતિ બહુ જ યોગ્ય હોય છે તથા તેના કારણે આપના બાળકને ગર્ભાશયની ગ્રીવા તરફ આવવામાં સહાય મળે છે.

4. પાઇનેપલ

4. પાઇનેપલ

પાઇનેપલ પણ પ્રસવ પીડાને ઉત્તેજિત કરવામાં સહાયક હોય છે, કારણ કે તેમાં બ્રોમેલૅન નામનું એંઝાઇમ હોય છે કે જે ગર્ભાશયને નરમ કરે છે અને તેને પરિપક્વ બનાવે છે. જો આપની સગર્ભાવસ્થાનાં 30 મહીનાઓ પૂર્ણ થઈ ચુક્યા છે, તો આપ તાજા પાઇનેપલ ખાઈને પણ પોતાની સહાય કરી શકો છો, પરંતુ આપે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે તેને વધુ પ્રમાણમાં ખાવાથી ડાયરિયા થઈ શકે અને નિશ્ચિત રીતે જ્યારે આપ પ્રસવ પીડામાંથી પસાર થઈ રહ્યા હોવ, ત્યારે આપ એવું નહીં ઇચ્છો કે આપનું પેટ ખરાબ થાય. પાઇનેપલનું જ્યૂસ ન પીવો, કારણ કે જ્યૂસમાં બ્રોમેલૅન નામનું તત્વ સમાપ્ત થઈ જાય છે.

5. રાસ્પબેરીના પાંદડાઓની ચા

5. રાસ્પબેરીના પાંદડાઓની ચા

રાસ્પબેરીના પાંદડાઓની ચા પ્રસવ પીડાને ઉત્તેજિત નથી કરતી, પણ પ્રસવ પીડા શરૂ થયા બાદ તે ખૂબ ઉપયોગી હોય છે. આપ તેનો ઉપયોગ ચા કે ગોળી તરીકે કરી શકો છો. આરંભે તેને દિવસમાં એક વાર લો તથા પછી તેને વધારતા દિવસમાં ત્રણ વખત સુધી લો. જો આપ સગર્ભાવસ્થાનાં 32મા અઠવાડિયામાં પહોંચી ગયા હોવ, તો રાસ્પબેરીનાં પાંદડાઓની ચા પીવાનું શરૂ કરી દો, પરંતુ તે પહેલા નહિં, કારણ કે તે ગર્ભાશયની માંશપેશીઓને બહુ વધુ અસરકારક રીતે ઉત્તેજિત કરે છે. રાસ્પબેરીના પાંદડાઓ પ્રાકૃતિક ટોનરનું કામ કરે છે તથા સાથે જ તે ગર્ભાશય માટે એક સારૂં લૌહ સ્રોત છે કે જે માતા બનનાર મહિલાઓને એનીમિક (લોહીની ઉણપ) થવામાંથી બચાવે છે.

6. સ્પાઇસી ખોરાક લો

6. સ્પાઇસી ખોરાક લો

અધિકાંશ મહિલાઓ સ્પાઇસી ખોરાક લેવાનું પસંદ કરે છે. ખાસ તો સગર્ભાવસ્થા દરમિયાન, કારણ કે તેમની સ્વાદેન્દ્રિય મસાલેદાર અને સ્વાદિષ્ટ ખોરાકની માંગણી કરે છે. માટે ભોજન પણ પ્રસવ પીડાને ઉત્તેજિત કરે છે. જોકે આવું પૂર્ણત્વે સિદ્ધ નથી થયું. પ્રસવ પીડાને ઉત્તેજિત કરવામાં લસણ એક મોટી ભૂમિકા ભજવે છે. તે આપના મળ નિષ્કાસનને ઉત્તેજિત કરે છે તથા પરિણામે આપનું મળ પાતળું થઈ જાય છે. તેનાથી આપનું ગર્ભાશય ઉત્તેજિત થઈ જાય છે અને પરિણામે ગર્ભાશયમાં સંકોચન શરૂ થઈ જાય છે. આ ઉપરાંત તેના દ્વારા બાળકને નીચેની તરફ આવવામાં સહાય મળે છે. તેનાથી આપના બાળકને બહાર આવવામાં મદદ મળે છે.

7. પ્રેમ કરો

7. પ્રેમ કરો

એવું મનાય છે કે પ્રેમ કરવાથી ગર્ભાશયમાં સંકોચન વધે છે. જોકે તેનું કોઈ પ્રમાણ નથી, પરંતુ ઘણી બધી મહિલાઓએ દાવો કર્યો છે કે પોતાના સાથીને પ્રેમ કર્યા બાદ તેમના ગર્ભાશયમાં સંકોચન થવા લાગ્યું, પરંતુ તેની પાછળ કેટલાક આધારભૂત કારણો છે કે પ્રેમ કર્યા બાદ પ્રસવ પીડા કેવી રીતે ઉત્તેજિત થઈ જાય છે. સંભોગ પશ્ચાત સ્રાવિત થતુ વીર્ય ગર્ભાશયને નરમ કરે છે કે જેથી પ્રસવ પીડા શરૂ થઈ જાય છે. વીર્યમાં પ્રોસ્ટાગ્લૅંડ્સ નામનું રસાયણ હોય છે કે જે ઉત્તકોને આરામ આપે છે કે જેથી ગર્ભાશય નરમ થઈ જાય છે. સંભોગ કરવાથી પણ ઑક્સીટોસિન નામનું હૉર્મોન સ્રાવિત થાય છે કે જે ગર્ભાશયની દિવાળોમાં સંકોચન પેદા કરે છે. એવું માનવામાં આવે છે કે સંભોગ થયા બાદ પણ ગર્ભાશય ઉત્તેજિત થઈ જાય છે, કારણ કે તેનાથી ગર્ભાશયની દિવાળોમાં સંકોચન પેદા થાય છે. સાવધાન રહો જો આપના ગર્ભાશયની પાણીની થેલી ફૂટી ગઈ હોય, તો સંભોગ ન કરો, કારણ કે એવુ કરવાથી ઇન્ફેક્શન થઈ શકે.

8. કૅસ્ટર ઑયલ (એરંડીનું તેલ)

8. કૅસ્ટર ઑયલ (એરંડીનું તેલ)

કૅસ્ટર ઑયલ ખૂબ રેચક છે તથા કેટલીક બાબતોમાં તે પ્રસવ પીડાને ઉત્તેજિત કરી શકે છે. પોતાના તબીબની સલાહ લીધા બાદ જ તેની કેટલીક માત્રા (114 મિલી) સંતરાના રસમાં મેળવીને લો. કૅસ્ટર ઑયલની ચિકણાઈ પેટને ઉત્તેજિત કરે છે. તેના કારણે આપનું મળ પાતળુ થઈ જાય છે કે જેથી ગર્ભાશયમાં સંકોચન આવવાનું શરૂ થઈ જાય છે. યાદ રાખો, તેની થોડીક માત્રા લેવાથી પણ આપને ઉબકા આવી શકે છે. આપ પ્રસવ પીડા ઉત્તેજિત કરવા માટે સંપૂર્ણપણે આ પદ્ધતિ પર નિર્ભર ન રહી શકો, કારણ કે ક્યારેક-ક્યારેક તેનો ઉપયોગ આડસર કરી શકે. કૅસ્ટર ઑયલ માત્ર પેટ ખરાબ કરે છે. તેના કારણે માતા કે બાળકને કોઈ નુકસાન નથી થતું.

9. હોમિયોપૅથિક દવાઓ લો

9. હોમિયોપૅથિક દવાઓ લો

પ્રસવ પીડાને ઉત્તેજિત કરવામાં હોમિયોપૅથિક દવાઓ મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણી બધી મહિલાઓએ તેનો ઉપયોગ કર્યો છે અને જોયું છે કે તેનાથી પ્રસવ પીડાને ઉત્તેજિત કરવામાં મદદ મળે છે. આપ હોમિયોપૅથિક દવાઓ જેમ કે પુલ્સતિલ્લા અને કાઉલોફ્યલ્લુમનો ઉપયોગ કરી શકો કે જે પ્રસવ પીડાને ઉત્તેજિત કરવામાં સહાયક છે. આ હોમિયોપૅથિક દવાઓ બહુ ઝડપી પદાર્થોનું ખૂબ પાતળુ (તનુ) સંસ્કરણ છે. હોમિયોપૅથી બાળક કે માતા માટે નુકસાનકારક નથી હોતી. આ હોમિયોપૅથિક દવાઓનો ઉપયોગ કરતા પહેલા પોતાના ડૉક્ટર કે દાયણની સલાહ ચોક્કસ લો. જો આપ પ્રસવ પીડા ઉત્તેજિત કરવા માટે હોમિયોપૅથિક દવાઓનો ઉપયોગ કરવા માંગતો હોવ, તો રજિસ્ટર્ડ હોમિયોપૅથની જ સલાહ લો.

10. આરામદાયક સ્નાન કરો

10. આરામદાયક સ્નાન કરો

ગરમ પાણીથી સ્નાન કરો અને આપની પ્રસવ પીડા શરૂ થઈ જશે. આપની લાગણીશીલ પરિસ્થિતિ પણ આપના ગર્ભાશયમાં સંકોચન ઉત્પન્ન કરવામાં સહાયક હોય છે. સાવધ રહો, પાણી બહુ વધારે ગરમ ન હોય, કારણ કે તેનાથી આપના બાળકને તણાવ થઈ શકે, કારણ કે તે આપના શરીરની અંદર છે કે જ્યાં અગાઉથી જ તાપમાન વધુ હોય છે. સ્નાન કરવાના આ પાણીમાં આપ લૅવેંડર તેલના 1-2 ટીપા પણ નાંખી શકો છો. તેનાથી આપના શરીરને પણ આરામ મળશે તથા આપનો મૂડ પણ સારો થઈ જશે.

English summary
If the induction date is near, the ever-impatient would-be moms feel like giving their babies a gentle nudge to come out. There are several methods to induce labor during the final days of pregnancy.
X