For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તમારી મુદ્રાને યોગ્ય કરવા માટે યોગાસન

By Karnal Hetalbahen
|

ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવાના લીધે ઘણીવાર તમારી બેસવાની મુદ્રા બદલાઇ જાય છે અને આ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. એટલા માટે હાલમાં આવા યોગ કરવાની માંગ ખૂબ વધુ છે. જેના લીધે શારીરિક મુદ્રા યોગ્ય થઇ શકે, અને શરીર પણ ફિટ રહે. શારીરિક મુદ્રાને યોગ્ય કરવા માટે કેટલાક યોગાસન આ પ્રકારના છે.

1. બાલ આસન:

1. બાલ આસન:

આ આસનમાં બાળકોની માફક બેસવાનું હોય છે તેના માટે તમારે તમારા ખભાને આગળ કરવાનો હોય છે અને બોડી ફોલ્ડ કરીને ઘૂંટણના જોરે બેસવાનું હોય છે. હાથ વડે પગના પંજાને પકડવાના હોય છે. તેનાથી શરીરની મુદ્રા યોગ્ય થાય છે.

2. ત્રિકોણાસન

2. ત્રિકોણાસન

આ આસન સ્ટ્રેચિંગ માટે સૌથે સારું રહે છે. તેને કરવાથી તમારી સ્પાઇન, જાંઘ અને પેટના ભાગ યોગ્ય રહે છે અને સાઇડ મસલ્સ પર ફેટ પણ ચઢતા નથી. આ શારીરિક મુદ્રાને યોગ્ય કરવાનું સારું યોગાસન છે.

3. ધનુરાસન

3. ધનુરાસન

આ આસનમાં તમારે ચત્તા સુઇ જઇને તમારી બોડીને પગની તરફ ઉઠાવીને હાથ વડે પકડવાની હોય છે અને થોડીવાર માટે હોલ્ડ કરવાનો હોય છે. તેનાથી પેટ પર ચડેલો ફેટ નીકળી જાય છે અને શરીરની મુદ્રા પણ યોગ્ય થઇ જાય છે.

4. સેતૂ બંધાસન

4. સેતૂ બંધાસન

આ આસનમાં તમારે સીધા સૂઇ જવાનું હોય છે અને પછી માથા અને પગનો ટેકો બનાવીને શરીરના વચવાળા ભાગને ઉપરની તરફ ઉઠાવવાનો હોય છે. શરૂઆતમાં તેને કરવામાં સમસ્યા થઇ શકે છે પરંત તેને કરતા રહેવાથી તમને પાચન ક્રિયા અને ચયાચયમાં ખૂબ ફાયદો મળશે. સાથે જ નકારાત્મક ભાવનાઓ પણ દૂર ભાગી જશે.

5. ઉત્કટાસાન

5. ઉત્કટાસાન

આ આસનમાં તમારે પહેલાં સીધા ઉભા રહેવાનું હોય છે અને પછી કમર અને પગને સામાન્ય પાછળની તરફ વાળવાનું હોય છે અને પ્રેશર નાખતાં તેને વાળવાનું હોય છે.

6. વીરભદ્રાસન

6. વીરભદ્રાસન

આ આસનમાં તમારે સીધા ઉભા રહીને તમારા જમણા પગને આગળની તરફ કરવાનો હોય છે. ત્યારબાદ, સામાન્ય વળીને હાથને ઉપરની તરફ આગળ લઇ જવાનો હોય છે અને પ્રણામની મુદ્રામાં થોડીવાર હોલ્ડ કરવાનો હોય છે.

7. નૌકાસન

7. નૌકાસન

આ આસનને કરવા માટે સીધા સૂઇ જાવ અને પગને સામાન્ય ઉપરની તરફ ઉઠાવો. હવે તમારા હાથ વડે પગને અડકવાનો પ્રયત્ન કરો. આ પ્રકારે તમારા શરીરમાં માંસપેશીઓમાં મજબૂતી આવશે અને શરીર પણ સ્વસ્થ થઇ જશે.

English summary
Yoga asanas to correct your posture Long work hours at the desk, neck hanging down deep engrossed in smart phones, slouching are all leading to nothing but incorrect postures. These postures can be corrected by yoga.
Story first published: Tuesday, June 20, 2017, 17:14 [IST]
X
Desktop Bottom Promotion