For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિશ્વ કૅંસર દિવસ : કૅંસરથી બચાવનાર 5 જડી બૂટીઓ

By Lekhaka
|

કૅંસર એક જીવલેણ બીમારી છે કે જેની તરત ખબર ન પડે, તો માણસનાં જીવનનો ખાત્મો નક્કી સમજો. સારૂં રહેશે કે આપ કૅંસર થવાનો ઇંતેજાર ન કરો અને તેનાથી બચવા તરફ પગલા માંડો. આજે 4થી ફેબ્રુઆરીએ વિશ્વ કૅંસર દિવસ પ્રસંગે અમે આપને કૅંસરથીબચવા માટે પાંચ એવી જડી બૂટીઓ વિશે જણાવીશું કે જેનો આપ દરરોજ પોતાનાં ડાયેટમાં પ્રયોગ કરી શકો છો.

કૅંસરને સારૂં ડાયેટ તથા લાઇફસ્ટાઇલ અપનાવીને પણ દૂર રાખી શકાય છે. તેથી આજે બોલ્ડસ્કાય આપને કૅંસરથી બચવા માટેનાં કેટલાક ખાદ્ય પદાર્થો બતાવનાર છે કે જેનો આપે નિયમિત પ્રયોગ કરવાનો રહેશે. આવો જાણીએ શું છે તે...

વિશ્વ કૅંસર દિવસ

એલોવેરા
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તેમાં મોજૂદ પાઇથોન્યુટ્રિયંટ્સ કૅંસરનાં સેલ્સનો ખાત્મો કરે છે. તેથી દરરોજ એલોવેરા જ્યુસ પીવું જોઇએ કે જેથી ભવિષ્યમાં કૅંસર થવાનો ખતરો ટળી શકે.

લસણ
લસણમાં ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરવાની તાકાત હોય છે. સાથે જ તેમાં કૅંસર વિરોધી ગુણો પણ હોય છે કે જે કૅંસરને દૂર રાખવામાં મદદ કરે છે.

હળદર
આ એક એંટી-કૅંસર એજંટ તરીકે કાર્ય રે છે. તે કૅંસર કોશિકાઓને આગળનાં વિકાસથી રોકે છે. તેને ભોજનમાં મેળવીને ખાવાથી કૅંસરની રોકથામમાં મદદ મળેછે.

વીટ ગ્રાસ
આ એક બ્લડ પ્યૂરીફાયર, લીવર તથા કિડનીને સ્વચ્છ કરે છે. આપે દરરોજ વીટ ગ્રાસ પીવું જોઇએ કે જેથી કૅંસરનો રિસ્ક ઓછો થઈ શકે.

મરચું
મરચામાં પિપરાઇન નામનું તત્વ હોય છે કે જે મજબૂત એંટી-ઑક્સીડંટ ગુણોથી ભરપૂર હોયછે. જ્યારે મરચાનું સેવન નિયમિત કરવામાં આવે છે, તો કૅંસરનાં સેલ્સ ગ્રો કરવાનું બંધ કરી દે છે કે જેથી કૅંસરનો રિસ્ક ટળી જાય છે.

English summary
In this article, we at Boldsky will be listing out some of the herbs that help in preventing cancer at its early stage. Read on to know more about it.
Story first published: Tuesday, December 6, 2016, 10:35 [IST]
X
Desktop Bottom Promotion