For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કયા લોકોને સૌથી વધુ થાય છે UTI

By Lekhaka
|

યૂરીનરી ટ્રૅક ઇન્ફેક્શન (યૂટીઆઈ) મહિલાઓ અને પુરુષોમાં થતી ખૂબ જ સામાન્ય બીમારી છે. જોકે શોધ મુજબ મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં યૂટીઆઈ વધુ થાય છે. તેનાં અનેક કારણો હોય છે અને કેટલાક પ્રકારનાં લોકોને આ બીમારી વધારે થાય છે.

જે મહિલાઓ સેક્સ્યુઅલી ખૂબ વધુ એક્ટિવ હોય છે, તેઓ યૂટીઆઈથી સૌથી વધુ ગ્રસ્ત થઈ જાય છે. ઘણી વખત તેમને યૂરીનરી બ્લેડર કે કિડનીમાં ચેપ પણ થઈ જાય છે. તેને હનીમૂન સાઇટિસિસ નામે ઓળખવામાંઆવે છે અને તે યૂથેરાથી થઈ એનસ સુધી જાય છે. તેના માટે જરૂરી છે કે શરીરને હાઇડ્રેટ રાખવામાં આવે અને સેક્સ કર્યા બાદ તરજ જ સફાઈ કરી લેવામાં આવે.

who are effected with uti the most

પુરુષોમાં પણ આ ચેપ થાય છે, પરંતુ 50 વર્ષની વય બાદ તેમને આ સમસ્યા થવાની શરુઆત થાય છે. બ્લેડરમાં બૅક્ટીરિયમનાં કારણે ચેપ થઈ શકે છે કે જે બ્લેડરમાંથી યૂથેરા કે યૂરેનરી ડક્ટનાં માધ્યમથી બહાર નિકળી જાય છે.

તેના માટે જરૂરી છે કે પુરુષો પોતાનાં જનનાંગો સ્વચ્છ રાખે અને પેશાબ કર્યા બાદ પણ વૉશ કરવાનું ન ભૂલે. ઘણી મહિલાઓને મેનોપૉઝ બાદ આ સમસ્યા ઊભી થાય છે. આવું તેમના શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ પડી જવાનાં કારણે થાય છે. તેના માટે મહિલાઓએ એસ્ટ્રોજન ક્રીમનો ઉપયોગ કરવો જોઇએ અને તેને યોનિમાં લગાવવી જોઇએ.

રિસર્ચ મુજબ મોટી વયનાં લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે, કારણ કે માંસપેશીઓ પહેલાની જેમ મજબૂત અને ચેપ સામે ઝઝૂમવામાં સક્ષમ નથી રહી જતી.

જે લોકોને ડાયાબિટીઝની સમસ્યા હોય છે, તેમને પણ યૂટીઆઈની પ્રૉબ્લમ બહુ વધારે થાય છે. જે લોકો બહુ વાર સુધી પેશાબ રોકી રાખે છે, તેમની આ આદત પણ તેમના માટે ખતરો બની જાય છે, કારણ કે તેનાથી પણ અનેક લોકો આ બીમારીનો ભોગ બનીજાય છે.

તંત્રિકા (નર્વ્સ) સંબંધી વિકાર થતા પણ યૂટીઆઈની સમસ્યા ઉદ્ભવી શકે છે. એવું કેટલાક રિસર્ચમાં સામે આવ્યું છે.

English summary
Read to know the types of people who are effected with uti. Also what is the main reason for uti in men and women.
Story first published: Wednesday, November 23, 2016, 10:33 [IST]
X
Desktop Bottom Promotion