For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો શું થાય છે કે જ્યારે આપ દરરોજ ખાવો છો ભાત ?

By Lekhaka
|

ભાત આપણી થાળીનો એક મહત્વનો ભોગ છે કે જેના વિના આપણે ખાવાની કલ્પના સુદ્ધા નથી કરી શકતાં, પરંતુ જે લોકો ડાયેટિંગ કરે છે, તેઓ ભાત ખાવાથી કાયમ દૂર રહેવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ મિત્રો, શું આપને ખબર છે કે ભાતમાં વિવિધ પ્રકારનાં વિટામિન્સ એન્ડ મિનરલ્સ હોય છે. તેમાં નિયાસિન, વિટામિન ડી, કૅલ્શિયમ, ફાયબર, આયર્ન, થાયમીન અને રાયબોફ્લેવિન પુરતા પ્રમાણમાં હોય છે ?

અહીં સુધી કે જ્યારે કોઈનું પેટ ખરાબ હોય છે કે ઝાડા થતા હોય છે, ત્યારે પણ તેને ભાત અને મગની દાળની ખિચડી બનાવીને આપવામાં આવે છે, કારણ કે ભાત ખૂબ જલ્દીથી હજમ થઈ જાય છે. દરેક ભોજ્ય પદાર્થની જ જેમ ભાત પણ ખૂબ જ આરોગ્યવર્ધક હોય છે, પરંતુ જો તે લિમિટમાં ખાવામાં આવે તો.

વ્હાઇટ રાઇસનાં સ્થાને જો આપ બ્રાઉન રાઇસ વધુ ખાવો, તો આપના માટે વધુ ફાયદાકારક રહેશે. ભાત ખાનારાઓએ એક વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઇએ કે જો તેમને ડાયાબિટીઝ છે, તો ભાત તેમને નુકસાન પહોંચાડી શકે છે અથવા જો આપને અસ્થમા છે, તો ભાત ન ખાવો, કારણ કે તેની પ્રકૃતિ ઠંડી હોય છે.

શરીરને મળે છે એનર્જી

શરીરને મળે છે એનર્જી

શું આપ જાણો છો કે એક વાટકી ભાત ખાવાથી આપનાં શરીરને કેટલી એનર્જી મળે છે ? તેને ખાવાથી શરીરને કાર્બોહાઇડ્રેટ્સ મળે છે તેમજ બ્રેન પણ સારી રીતે કામ કરે છે. આપનાં શરીરનું મૅટાબૉલિઝ્મ વધી જાય છે અને આપને એક્ટિવ રહેવા માટેની એનર્જી મળી જાય છે.

હાઈ બ્લડ પ્રેસર નિયંત્રણમાં રાખે

હાઈ બ્લડ પ્રેસર નિયંત્રણમાં રાખે

જો આપનું બ્લડ પ્રેસર કાયમ વધેલું રહે છે, તો આપે દરરોજ એક વાટકી ભાત તો જરૂર ખાવું જોઇએ. ભાતમાં સોડિયમનું પ્રમાણ નથી હોતું. તે હૃદયની બીમારીનાં રિસ્ક્સ પણ ઓછા કરે છે.

લો કૉલેસ્ટ્રૉલ લેવલ

લો કૉલેસ્ટ્રૉલ લેવલ

ભાતમાં કૉલેસ્ટ્રૉલનું પ્રમાણ નામ માત્રનું હોય છે. જો આપ કૉલેસ્ટ્રૉલ ફ્રી રાઇસ ખાશો, તો આપનું જાડાપણુ પણ નહીં વધે.

કૅંસરથી બચાવે

કૅંસરથી બચાવે

બ્રાઉન રાઇસ ખાવાથી શરીરને અઘુલનશીલ ફાયબર મળે છે કે જે શરીરનું કૅંસર સામે રક્ષણ કરે છે.

ત્વચામાં નિખાર લાવે

ત્વચામાં નિખાર લાવે

આયુર્વેદમાં ત્વચાને નિખારવા માટે ભાતનો પ્રયોગ જણાવાયો છે. સાથે જ ભાતનું પાણી કે જેને ઓસમાણ પણ કહે છે, તે ત્વચાની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક છે. તેમાં એંટી-ઑક્સીડંટ્સ હોય છે કે જે કરચલીઓ દૂર કરે છે.

વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર

વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર

ભાત વિવિધ પ્રકારનાં વિટામિન્સ તેમજ મિનરલ્સનો ખજાનો છે. તેમાં નિયાસિન, વિટામિન ડી, કૅલ્શિયમ, ફાયબર, આયર્ન, થાયમીન અને રાયબોફ્લેવિન પુરતા પ્રમાણમાં હોય છે.

અલ્ઝાઇમરને સાજું કરવામાં મદદ કરે

અલ્ઝાઇમરને સાજું કરવામાં મદદ કરે

શું આપને ખબર છે કે જો આપ દરરોજ ભાત ખાશો, તો આપનાં મગજમાં ન્યૂરોટ્રાંસમીટરનો વિકાસ ઝડપથી થશે કે જે અલ્ઝાઇમરનાં રોગીઓની બીમારી વિરુદ્ધ લડવામાં સહાયક રહેશે.

હૃદયનાં આરોગ્ય માટે શ્રેષ્ઠ

હૃદયનાં આરોગ્ય માટે શ્રેષ્ઠ

ભાતની પ્રકૃતિ ઠંડી હોય છે. આપે રાઇસ બ્રૅન ઑયલ તો સાંભળ્યું જ હશે ? તેમાં ઢગલાબંધ એંટી-ઑક્સીડંટ્સ હોય છે. તેથી આપે બ્રાઉન રાઇસ કે વાઇલ્ડ રાઇસ ખાવું જોઇએ. એવું એટલા માટે, કારણ કે આ ભાતમાં ભૂસી લાગેલી રહે છે કે જે વ્હાઇટ રાઇસમાં નથી હોતી.

શરીર ઠંડુ રાખે

શરીર ઠંડુ રાખે

ઉનાળામાં ભાત જરૂર ખાવું જોઇએ. પેટમાં ગરમી થતા દરરોજ ભાત ખાવાથી શરીરન ઠંડક મળે છે.

English summary
Read on to know more about the various health benefits that rice has to offer to you, make sure to include this food in moderation for all the goodness it bestows you with.
Story first published: Thursday, November 17, 2016, 11:54 [IST]
X
Desktop Bottom Promotion