For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઈનસોમ્નિયા (અનિંદ્રા) થી થનાર દૂષ્પરિણામ

By Lekhaka
|

ઈનસોમ્નિયાનું તાત્પર્ય ઉંઘ ના આવવાની સમસ્યા છે. આ તે સ્થિતિ હોય છે જેમાં વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓ થાય છે જેમ કે ઉંઘ ના આવવી, મોટાભાગે રાત્રે ઉંઘમાંથી અચાનક જાગી જવું, પછી ઉંઘ ના આવવી કે વહેલું ઉઠી જવું.

ઈનસોમ્નિયા (અનિંદ્રા)ને બે ભાગમાં વહેંચી શકાય છે, પ્રાઈમરી ઈનસોમ્નિયા તથા સેકન્ડરી ઈનસોમ્નિયા. પ્રાઈમરી ઈનસોમ્નિયામાં વ્યક્તિને યોગ્ય રીતે ઉંઘ આવતી નથી.

Effects Of Lack Of Sleep

પ્રાઈમરી ઈનસોમ્નિયા ખૂબ સામાન્ય સમસ્યા છે તથા આ વધારેમાં વધારે ૩૦ દિવસો સુધી રહે છે. પ્રાઈમરી ઈનસોમ્નિયાના કારણોમાં વધુ લાંબી યાત્રા, વધુ પડતી વ્યસ્તતા, માનસિક હેરાનગતિ, તણાવ વગેરે હોય છે.

બીજી બાજુ ગંભીર સમસ્યાઓના કારણે ઉંઘ આવવાના પરિણામસ્વરૂપ સેકન્ડરી ઈનસોમ્નિયાની સમસ્યા થાય છે. સેકન્ડરી ઈનસોમ્નિયાનું મુખ્ય કારણ ડિપ્રેશન છે. સેકન્ડરી ઈનસોમ્નિયાનો ઈલાજ વિશેષ રીતે ર્ડોક્ટર દ્વારા જ કરાવો જોઈએ કેમકે તેના કારણે આગળ ચાલીને કેટલીક ગંભીર બીમારીઓ થઈ શકે છે જે જીવન માટે ઘાતક હોઈ શકે છે.

ઈનસોમ્નિયાના દુષ્પરિણામોમાં આખા દિવસનો થાક મહેસૂસ કરવો અને ચિડીયાપણું થવું પણ સામેલ છે. તેનાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ સમસ્યા ઉભી થાય છે. જ્યારે તમારી ઉંઘ પૂરી થતી નથી ત્યારે માનસિક પ્રક્રિયાઓ યોગ્ય રીતે કામ કરતી નથી. તે તમારા તર્ક, સમસ્યાઓને નિવારવાની ક્ષમતા, સતર્કતા, એકાગ્રતા, તર્ક અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે.

ઈનસોમ્નિયાના કારણે કામ કરવાના સ્થાન પર દુર્ઘટનાઓ પણ થઈ શકે છે કે પછી વાગી શકે છે. ઈનસોમ્નિયાના કારણે રસ્તા ઉપર દુર્ઘટનાઓ પણ થઈ શકે છે.

ઈનસોમ્નિયા ગ્રસિત ડ્રાઈવર્સના કારણે સડક પર ઘણી દુર્ઘટનાઓ થાય છે. તેનાથી યાદશક્તિમાં પણ ઉણપ આવી શકે છે. તેનાથી તમારી નિર્ણય લેવાની ક્ષમતા પણ ક્ષીણ થઈ જાય છે.

તેના કારણે ડાયાબીટીઝ, હાઇ બ્લડપ્રેશર, હાર્ટ એટેક, હદયની બીમારી અને હદયની ધડકનનું અનિયમિત થવું વગેરે બીમારીઓ થઈ શકે છે. શોધથી જાણવા મળ્યું છે કે ઈનસોમ્નયા ગ્રસિત લોકોનું મૃત્યું હાર્ટ એટેકથી જલદી થવાનું જોખમ રહે છે.

ઈનસોમ્નિયના કારણે ત્વચાની ઉંમર જલદી વધાવા લાગે છે. અપૂરતી ઉંઘના કારણે ડાર્ક સર્કલ્સ, ફાઇન લાઈન્સ અને કરચલીઓની સમસ્યાઓ આવી શકે છે. જ્યારે તમે ઈનસોમ્નિયા ગ્રસિત થાવ છો તો ર્કોટિસોલ નામનો સ્ટ્રેટ હાર્મોન સ્ત્રાવિત થાય છે. આ હોર્મોન કોલેજનને તોડી નાંખે છે.

કોલેજન ત્વાચાના કસાવ અને લચીલાપણાં માટે જવાબદાર હોય છે. ઈનસોમ્નિયાના કારણે વજન પણ વધે છે. આ ના કેવળ ભૂખને ઉત્તેજિત કરે છે પરંતુ તેના કરાણે કાર્બોહાઈડ્રેટ અને ફેટયુક્ત આહાર લેવાની ઈચ્છા વધી જાય છે.

English summary
Read the article to know what are the Consequences Of Insomnia. As there are many side effects of lack of sleep.
Story first published: Tuesday, February 14, 2017, 9:10 [IST]
X
Desktop Bottom Promotion