For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

UTI થી રાહત પામવી હોય, તો ધાણાનો આ રીતે કરો સેવન

એંટીબાયોટિકની મદદથી આસાનીથી UTIમાંથી રાહત પામી શકાય છે, પરંતુ એવા કેટલાક ઘરગથ્થુ ઉપાયો પણ છે કે જેમનાંથી આપ આ બીમારીમાંથી છુટકારો મેળવી શકો છો.

By Lekhaka
|

જો આપને પણ પેશાબ કરતી વખતે તીવ્ર બળતરા કે દુઃખાવો થાય છે કે પછી આપ થોડીક વાર માટે પણ પેશાબ નથી રોકી શકતાં, તો તેનો મતલબ છે કે આપ યૂટીઆઈથી પીડિત છે.

યૂરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન એટલે કે યૂટીઆઈ થવાનાં કારણે કિડની, યૂરિનરી બ્લૅડર વગેરે અંગો પર બહુ ખરાબ અસર પડે છે. આ ઇન્ફેક્શન એસચેરેચિયા ક્વાઇલ નામનાં બૅક્ટીરિયાનાં કારણે થાય છે.

home remedies for uti

યૂટીઆઈ મુખ્યત્વે ત્રણ કારણોસર થાય છે :

શૌચ વખતે સારી રીતે સાફ-સફાઈનું ધ્યાન ન રાખવું

નાના બાળકોમાં ડાયપરનો ખોટો ઉપયોગ

ડાયફાગ્રામ કે કૉંડોમનો ખોટો ઉપયોગ

બહુ વાર સુધી પેશાબ રોકી રાખવાનાં કારણે

આ રોગ પુરુષો અને મહિલાઓ બંનેને થઈ શકે છે. આમ તો સામાન્ય રીતે મહિલાઓ આ બીમારીની ઝપટે જલ્દી આવી જાય છે.

એંટીબાયોટિકની મદદથી આસાનીથી આ બીમારીમાંથી રાહત પામી શકાય છે, પરંતુ એવા કેટલાક ઘરગથ્થુ ઉપાયો પણ છે કે જેનાં વડે આપ આ બીમારીમાંથી છુટકારો પામી શકો છો. આ આર્ટિકલમાં અમે આપને ધાણામાંથી તૈયાર કેટલાક ઘરગથ્થુ ઉપાયો બતાવવા જઈ રહ્યાં છીએ.

1) ધાણાની ચા :

સામગ્રી : 3 ચમચી ધાણાનાં બી, 3 કપ પાણી

બનાવવાની વિધિ : ધાણાનાં બીને ક્રશ કરી લો.

પાણીને ઉકાળો અને તેમાં ક્રશ કરેલા ધાણાનાં બીજ નાંખો.

તેને થોડીક મિનિટો માટે ઢાંકીને પકાવો અને પછી ગાળીને પી જાઓ.

2) ધાણાનું જ્યુસ :

સામગ્રી : 3 ચમચી ધાણા પાવડર, એક ચમચી ખાંડ અને 3 કપ પાણી

બનાવવાની વિધિ : 3 કપ પાણીમાં ધાણાનાં બીજ અને ખાંડ નાંખો.

તેને આખી રાત એમ જ છોડી દો.

બીજા દિવસે પીવો.

શ્રેષ્ઠ પરિણામ માટે દરરોજ દિવસમાં ત્રણ વાર પીવો.

3) ધાણા અને અજમોદ જ્યુસ :

સામગ્રી : ત્રણ ચમચી ધાણાનાં બીજ, એક ચમચી અજમોદ, બે કપ પાણી અને એક ઇંચ લાંબો આદુનો ટુકડો

બનાવવાની વિધિ : આદુને છોલીને ટુકડામાં કાપી લો.

ધાણાનાં બીજ ક્રશ કરી લો.

આ બંનેને બ્લેંડરમાં નાંખો અને તેમાં અજમોદ તથા પાણી નાંખી બ્લેંડ કરો.

તે પછી ગાળીને તેને પીવો.

4) ધાણા અને બકરીનું દૂધ :

સામગ્રી : એક ચમચી ધાણાનાં બીજ, બકરીનું એક ગ્લાસ દૂધ અને ખાંડ સ્વાદ મુજબ

બનાવવાની વિધિ : આડધો કલાક સુધી પાણીમાં ધાણાનાં બીજ નાંખીને ઉકાળો.

જ્યારે મિશ્રણ ગાઢું થઈ જાય, તો તેમાં બકરીનું દૂધ અને ખાંડ મેળવો.

આગામી ત્રણ દિવસો સુધી દરરોજ બે વાર તેને પીવો.

English summary
Coriander seeds have several health benefits. Know about how these help in treating UTI here on Boldsky.
Story first published: Friday, July 14, 2017, 9:47 [IST]
X
Desktop Bottom Promotion