For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો આપ પણ મોઢું ખોલીને ઊંઘો છો, તો વાંચો આ સમસ્યાથી બચવાની રીતો

By Super Admin
|

પિપરમિંટ ઑયલ સૂતી વખતે નાક વડે શ્વાસ લેવાની સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે. પિપરમિંટની જેમ જ નીલગિરી પણ સૂતી વખતે મોઢાથી શ્વાસ લેવાની સમસ્યા દૂર કરે છે. વાષ્પ પણ અસરકારક છે.

શું આપ સૂતી વખતે મોઢાથી શ્વાસ લો છો ? આ વિચિત્ર લાગે છે, પરંતુ આ આદત સારી નથી. મોઢાનું સૂકાપણું, ખર્રાટા, શ્વાસની દુર્ગંધ અને પેઢાના સોજા જેવી સમસ્યાઓ મોઢાથી શ્વાસ લેવાથી થઈ શકે છે.

મોટાભાગનાં લોકોમાં આ નાસિકાના અવરોધનાં કારણે થાય છે. તેથી તેને સાફ કરવાની ટ્રીટમેંટ લેવી જરૂરી છે. જડબાની માંસપેશીઓની નબળાઈ કે શ્વાસ યોગ્ય રીતે નહીં લેવા પણ તેનાં કારણો હોઈ શકે છે.

અમે આપને સાત ઔષધિઓ જણાવી રહ્યાં છીએ કે જેનાથી આપ રાત્રે મોઢાથી શ્વાસ લેવાનું બંધ કરી શકો છો.

1. પિપરમિંટ એશેંશિયલ ઑયલ

1. પિપરમિંટ એશેંશિયલ ઑયલ

શું આપને નાક બંધ જેવું અનુભવાઈ રહ્યું છે ? પિપરમિંટ ઑયલ સૂતી વખતે મોઢાથી શ્વાસ લેવાની સમસ્યાથી છુટકારો અપાવી શકે છે. તેમાં મેંથોલ હોય છે કે જે એક પ્રાકૃતિક ડિકંજેસ્ટંટ છે. આ ઑયલ સૂંઘવાથી શાનદાર રાહત મળશે. તેને ડિફ્યુઝરમાં મેળવી લો અથવા બોતલમાંથી અલગથી કાઢી લો. આપ તેનાં 5 ટીપાં 1 ટેબલ સ્પૂન નારિયેળ તેલ, દ્રાક્ષનાં બી કે એવોકેડો ઑયલમાં મેળવો. તેને રગડીને છાતી પર લગાવો. આ મોંઘી મેંથોલ બામ કરતા વધુ અસર કરશે.

2. નીલગિરી

2. નીલગિરી

પિપરમિંટની જેમ જ નીલગિરી પણ સૂતી વખતે મોઢા વડે શ્વાસની સમસ્યાને દૂર કરે છે. તેને કોઇક ચીજમાં નાંખી થોડુંક પાણી મેળવી શકો છો કે ગરમ પાણીમાં નાંખી સ્નાન કરી શકો છો. મેડિકલસ્ટોર પર નીલગિરીની ક્રીમ પણ મળી જશે. જો આપની પાસે તાજી નીલગિરી છે, તો સ્નાનનાં પાણીમાં મેળવી લો. તેનું વાષ્પ તાજી ખુશબૂથી આપને તરોતાજા કરી દેશે.

3. વાષ્પ

3. વાષ્પ

વાષ્પ પણ અસરકારક છે. 2-3 કપ પાણી ગરમ કરો. ગૅસથી ઉતારી તેને કોઇક વાટી કે પહોળા વાસણમાં નાંખો. જ્યાં સુધી વાષ્પ વધુ ગરમ છે, ત્યાં સુદી ઇંતેજાર કરો. પોતાનો ચહેરો વાષ્પની ઊપરલઈ જાઓ અને માથાને ટુવાલ વડે ઢાંકી લો. નાક વડે ઊંડા શ્વાસ લો. વધુ ફાયદા માટચે તેમાં 3-5 ટીપા પિપરમિંટ કે નીલગિરીનું તેલ મેળવી લો. તાજા પિપરમિંટથી વધુ ફાયદો થશે. તે નાકનાં અવરોધને દૂર કરી દેશે અને સૂતી વખતે મોઢા વડે શ્વાસ લેવાની સમસ્યા દૂર થઈ જશે.

4. સાઇનસ મસાજ

4. સાઇનસ મસાજ

નાકનાં અવરોધથી તરત રાહત માટે સાઇનસ મસાજ આપો. આ ફ્રી, સરળ છે અને તેમાં વધારે કંઈ કરવાની જરૂર પણ નથી. પોતાની પૉઇંટર આંગળીઓ નાકની બંને બાજુ રાખો. આંખો નીચે એક બ્રિજ બનાવો. નીચેની તરફ સર્ક્યુલર રીતે મસાજ કરો. તેને 10થી 15 વાર દોહરાવો. આપ નાકની આગળનો ભોગ તથા આસ-પાસમાં ગાળનાં ભાગ પર પણ મસાજ કરો. છતાં પણ દુઃખાવો થાય, તો બંધ કરી દો.

5. વધારાના ઓશિકાનો ઉપયોગ

5. વધારાના ઓશિકાનો ઉપયોગ

એક વધારાનાં ઓશિકાનો ઉપયોગ પણ કારગત છે. તેનાથી આપનુ માથુ ઊપર રહેશે અને નાકમાં અવરોધ નહીં આવે. ધ્યાન રહે કે આપ આરામમાં હોવ, આપની ગરદન પર દબાણ ન પડે.

6. વૈકલ્પિક રૂપે નાકથી શ્વાસ લેવો

6. વૈકલ્પિક રૂપે નાકથી શ્વાસ લેવો

જો કોઈ પણ નુસ્ખો કામ નથી કરે, તો આપનાં નાકને થોડોક અભ્યાસ જોઇએ. બ્રીથિંગ એક્સરસાઇઝથી માત્ર નાક વડે શ્વાસ સાજો થશે, પણ તે સમગ્ર શ્વસન ક્રિયા માટે યોગ્ય રહેશે.

* કરોડરજ્જુને સીધી કરો, ઝુકો નહીં. વૈકલ્પિક રૂપે નાકથી શ્વાસ લેવો (નાડી શોધન પ્રાણાયામ) એક આયુર્વેદિક ટેક્નિક છે.

* પગને ક્રૉસ કરી બેસી જાઓ અને શરીરને રિલેક્સ કરો.

* પોતાનાં ડાબા હાથને ડાબા ઘુંટણ પર રાખો અને હથેલીઓ આગળની તરફ રહે. આપે પોતાનો જમણો હાથ કામમાં લેવાનો છે.

* પોતાની પૉઇંટર અને મધ્યમા આંગળીને પોતાની આઇબ્રો વચ્ચે રાખો. શ્વાસ છોડતી વખતે પોતાનાં અંગૂઠાથી જમણું નાક બંધ કરો, ડાબા નાક વડે શ્વાસ છોડો. હવે ડાબા નાક વડે શ્વાસ લો અને પોતાની આંગળીઓને પરસ્પર બદલી નાંખો. પોતાની અનામિકા અને પિંક આંગળીથી ડાબા નાકને બંધ કરો અને અંગૂઠો હટાવી લો. જમણા નાકથી શ્વાસ છોડો અને ફરી લો.

* એક વાર ફરી પોતાની આંગળીઓ બદલો. એક રાઉંડ પૂર્ણ કરવા માટે ડાબા નાંક વડે શ્વાસ છોડો. 10 રાઉંડ કરો.

* દિવસનાં સમયે નાક વડે શ્વાસલો. દ્યાન રાખો કે આપ મોઢા વડે શ્વાસ ન લો. રાત્રે પણ ઊંઘ આવતા પહેલા નાક વડે શ્વાસ લેવા પર ધ્યાન આપો.

English summary
Do you mouth-breathe in your sleep? It might seem trivial but it’s not the best habit. Dry mouth, snoring, bad breath, and gingivitis can all be caused by mouth breathing.
Story first published: Friday, June 2, 2017, 14:20 [IST]
X