For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વેટ લિફ્ટિંગમાં આપે છે છોકરાઓને માત... બાની પાસે શીખો કેવી રીતે રહેવાય જિમમાં મોટિવેટ

By Super Admin
|

આપણે સૌ જાણી છીએ કે વીજે બાનીને ફિટનેસ સાથે કેટલો પ્રેમ છે ? રોડીઝથી પોતાનું કૅરિયર શરૂ કરનારઆ છોકરી આજે તમામ ફિટનેસ પ્રેમીઓની જીભે ચઢ્યા છે. તાજેતરમાં જ જ્યારે આપણે તેમને બિગ બૉસમાં જોયા હતાં, તો જણાયુ હતું કે તેમનું સમગ્ર ફોકસ માત્ર પોતાનાં બૉડી અને ડાયેટ પર હતું.

બાની જે તે છોકરીઓ માટે દૃષ્ટાંત બની ચુક્યા છે કે જેઓ જિમમાં કલાકો વર્કઆઉટ કરી પરસેવો વહાવે છે. અગાઉ પણ અને આજે પણ બાનીનાં ઇંસ્ટાગ્રામ પોસ્ટ જોઈને લોકો તેમને મહેણા મારે છે, "તમે છોકરી છો અને છોકરીઓ વજન નથી ઉપાડતી, કારણ કે આ તમને મર્દ બનાવી દેશે." અહીં સુધી કે કેટલીક છોકરીઓએ પણ બાની પર કૉમેંટ કરી, "છોકરીઓએ માત્ર કારિડ્યો કરવું જોઇએ, વજન માત્ર છોકરાઓ ઉપાડે છે."

પરંતુ બાનીએ ક્યારેય આવા લોકોને જવાબ નથી આપ્યો, કારણ કે તેઓ જિમ પોતાને મજબૂત, આરોગ્યપ્રદ અને એક્ટિવ કરવા માટે જાય છે. આજે અમે આ પોસ્ટ તેવી છોકરીઓ માટે કરવા જઈ રહ્યાં છે કેજેઓ જિમમાં વેટ લિફ્ટિંગ કરવાથી ડરે છે અથવા તેવા લોકો કે જેઓ વિચારે છે કે છોકરીઓ જો જિમમાં છોકરાઓની જેમ ભારે ડમ્બેલ્સ ઉપાડશે, તો તેમનું બૉડી પણ મર્દો જેવી બની જશે.

બૉડી બનાવવા માટે હોવું જોઇએ સમ્પૂર્ણ ફોકસ

બાની કહે છે કે જો આપનું હૃદય અને મગજ સમ્પૂર્ણપણે વર્કઆઉટ કરવામાં નથી, તો હું પણ આપને બૉડી બનાવવા માટે મજબૂર નથી કરી શકતી.

જિમમાં પોતાને ભાંગી નાંખે છે બાની

વર્કઆઉટ કરતી વખતે બાની પોતાને સમ્પૂર્ણ ક્ષમતા સાથે ઇમોશનલી, ફિજિકલી અને આધ્યાત્મિક રીતે પુશ કરે છે.

તેમને દર્દથી નથી લાગતો ભય

બાની માને છે કે આપને જેટલું તીવ્ર દર્દ થશે, આપનું આઉટપુટ પણ તેટલું જ સારૂ આવશે, તેથી દર્દ સહન કરો.

આપ પોતાને રોકીને ન રાખો

પોતાને પુશ કરો, પોતાનું નૉલેજ વધારો, કોઈ શું કહે છે, તેની ઉપર ધ્યાન ન આપો અને પોતાનાં લક્ષ્ય સુધી પહોંચો.

ભારે ભરખમ વેટ ઉપાડવામાં તેમને મળે છે શાંતિ

બાની કહે છે કે તેમને ભારે વજન ઉપાડવામાં શાંતિ અને સુકૂન મળે છે. તે દરમિયાન તેઓ કોઈનાં વિશે નથી વિચારતાં. માત્ર પોતાનાં મગજને ફોકસ કરે છે અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પરફેક્ટ એબ્સ

બાનીનું માનવું છે કે એબ્સ બનાવવા હોય, તો દર્દ તો ઝીલવું જ રહ્યું. ત્યારે જ આપનાં એબ્સ એકદમ ઠોસ બનશે.

ઊંઘ પૂરી ન થયા બાદ પણ કરે છે એક્સરસાઇઝ

બાની ભલે રાત્રે 3 જ કલાક ઊંઘે, પરંતુ આમ છતાં તેઓ જિમ ન જવા માટે બહાના નથી બનાવતી. તેમને જિમિંગ કરવું સૌથી વધુ પસંદ છે.

જિમને ગણે છે મંદિર

જિમ મારા માટે માનસિક/ભાવનાત્મક/આધ્યાત્મિક/શારીરિક મંદિર છે. અહીં પહોંચતા જ મારા શરીરમાં એનર્જી આવી જાય છે. જે લોકોએ અહીં સમય ન પસાર કર્યો હોય, તેમને આ વાત નથી સમજાવી શકાતી.

હૅંડસેટ પ્રૅક્ટિસ કરતાં બાની

પોતાના જિમની વૉલ પર બાની હૅંડસેટ પ્રૅક્ટિસ કરી રહ્યાં છે.

English summary
We are all familiar with VJ Bani and her love for fitness. The quirky VJ Bani aka Gurbani Judge has debunked stereotypes and transformed herself by working her way out into the sculpted muscular goddess.
Story first published: Monday, June 5, 2017, 15:20 [IST]
X