For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30ની ઉંમરમાં પણ ફિટ બનાવી રાખશે આ કેટલીક સ્વસ્થ આદતો

By Staff
|

કોઇકે સાચુ જ કહ્યું છે કે સારી આદતો જ બહેતર અને સ્વસ્થ જીવનની ચાવી છે. એવામાં જ્યારે વાત ઉંમરનાં 30માં તબક્કાની આવે છે, તો આ વાત બિલ્કુલ સચોટ બેસે છે, કારણ કે આ ઉંમરમાં આપણું મૅટાબૉલિઝ્મ પણ નબળું થવા લાગે છે, તો બીજી બાજુ અડધાથી વધુ બિમારીઓ આ જ સમયગાળામાં ઘેરવા લાગે છે, કારણ કે આ સમયે આપણે કૅરિરની સીડીઓનાં ચક્કરમાં હેલ્થને બિલ્કુલ ઇગ્નોર કરી દઇએ છીએ.

જ્યારે જેટલુ જરૂરી કૅરિયર છે, તેટલું જ જરૂરી આપણી હેલ્થ પણ છે. એવું એટલા માટે, કારણ કે જો આપણું શરીર જ આપણું સાથ નહીં આપે, તો ભલા માણસ આપણે કામ કઈ રીતે સારૂ કરી શકીશું અને કૅરિયરમાં શ્રેષ્ઠ પરફૉર્મન્સ કેવી રીતેઆપી શકશું.

તેથી સમય પરજ આરોગ્યની તરફ જોવું અને તેની સંભાળ કરવી પણ જરૂરી છે. જોકે 30ની ઉંમરની ફિટનેસમાં પ્રોપર બૉડી માસ ઇંડેક્સ, એક્સરસાઇઝ કરવી, આલ્કોહલ ઇંટેકની લિમિટ, હેલ્ધી ડાયેટ અને સ્મૉજિક જેવા ફૅક્ટર્સ મહત્વની ભૂમિકા ભજવે છે.

તેથી જો આપ પણ 30નાં તબક્કાને સ્પર્શનારા છો કે 30 ક્રૉસ કરી ચુક્યા છો, તો પોતની ફિટનેસ તરફ ધ્યાન આપવાનું શરૂ કરી દો. આજે અમે આપને કેટલીક એવી સ્વસ્થ ટેવો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જેમને ઉંમરનાં 30મા તબક્કાએ પણ અપનાવવાથી આપ ફિટ એન્ડ ફાઇન બની શકો છો.

1. આરોગો વધુમાં વધુ લીલી શાકભાજીઓ :

1. આરોગો વધુમાં વધુ લીલી શાકભાજીઓ :

કોશિશ કરો કે આપ ખાવાની પ્લેટમાં પ્રોસેસ્ડ ફૂડનાં સ્થાને તાજી અને લીલી શાકભાજીઓને વધુ મહત્વ આપો, કારણ કે આ જ ફ્રેશ અને લીલી શાકભાજીઓ મૅટાબૉલિક બિમારીઓને ઓછું કરી ઉંમર વધારવામાં મદદ કરે છે. સાથે જ એવું કરવાથી બૉડી વેટની નિયમિતતા પણ જળવાઈ રહે છે.

2. ચેક કરતા રહો વજન :

2. ચેક કરતા રહો વજન :

આપણા ખાવા અને વેટ ગેનિંગ વચ્ચેનાં કનેક્શનને જાણવાની સૌથી શ્રેષ્ઠ રીત છે કે આપણએ સમયાંતરે વજન કરાવતા રહીએ કે જેથી આપને જાણ રહે કે ક્યારે અને કેટલુ વજન વધ્યું છે. 30ની ઉંમરમાં આવ્યા બાદ આ સૌથી હેલ્ધી હૅબિટ બની રહે છે, કારણ કે તેના વડે આપ વેટ પર નજર રાખી પોતાનાં ડાયેટમાં ચેંજિસ કરી શકો છો.

3. બૉડીનું પણ સાંભળો :

3. બૉડીનું પણ સાંભળો :

સામાન્યતઃ કેટલાક લોકોને કોઇકને કોઇક પ્રકારનાં ખાવાની વસ્તુથી એલર્જી હોય છે. એવામાં જરૂરી છે કે કે જમતી વખતે યાદ રાખો કેઆપને શેનાથી એલર્જી છે અને શેનાથી નથી, કારણ કે સ્વાદનાં ચક્કરમાં ખાવાથી આપને જ નુકસાનથઈ શકે છે. એવું કરવાથી એક બાજુ ઇમ્યુન સિસ્ટમ બગડે છે, તો બીજી બાજુ વેટ પણ વધવાનાં ચાંસિસ વધુ હોય છે.

4. રસોઈ બનાવતા શીખો :

4. રસોઈ બનાવતા શીખો :

અનુમાનિત છે કે ઘરનું બનેલું ખાવાથી લગભગ 100 કૅલોરીઝ બચાવી શકાય છે. તેથી જેટલુ વહેલું શક્ય હોય, રસોઈ બનાવતા શીખી લો. સાથે જ તેનો બીજો ફાયદો એ પણ થશે કે પાક કળા આવતાઆપ પોતે જ સ્વસ્થ અને પૌષ્ટિક રસોઈ બનાવી શકો છો.

5. ફ્રિઝમાં રાખો પૌષ્ટિક સામાન :

5. ફ્રિઝમાં રાખો પૌષ્ટિક સામાન :

ઘણા બધા અભ્યાસોમાં જોવામાં આવ્યું છે કે જ્યારે પણ આપણને ભૂખ લાગે છે, તો પોતાની આજુબાજુ મૂકેલી ખાવા-પીવાની વસ્તુઓ શોધવા લાગીએ છીએ. એવામાં આપનું ફ્રિઝ આપની બહુ મદદ કરી શકે છે, કારણ કે ફ્રિઝ જ એવો સ્ટોર પ્લેસ છે કે જ્યાં આપ વસ્તુઓને થોડાક લાંબા સમય માટે ફ્રેશ રાખી શકો છો. તેથી ફ્રિઝમાં હંમશા હેલ્ધી વસ્તુઓને સ્ટોર કરવાની ટેવ પાડી લો.

6. ફૅટથી ડરો નહીં :

6. ફૅટથી ડરો નહીં :

ફૅટનું નામ સાંભળી ડરવાની જરૂર નથી, કારણ કે ફૅટ પણ બે પ્રકારનાં હોય છે. પ્રથમ હોય છે ગુડ ફૅટ અને બીજો બૅડ ફૅટ. અમે અહીં વાત કરી રહ્યાં છીએ ગુડ ફૅટની કે જેનાથી વજન નથી વધતું, બલ્કે તેનાથી આપણી બૉડી હેલ્ધી રહે છે. આ ગુડ ફૅટ આપને એવોકાડો જેવા ફળો સાથે જ દરેક પ્રકારનાં નટ્સમાંથી આસાની મળી જશે.

7. મસાલા પણ છે કમાલનાં :

7. મસાલા પણ છે કમાલનાં :

જો આપ તળેલું કે સેકેલું ખાવાનાં શોખીન છો અને તેનાથી દૂર જવું શક્ય નથી, તો આપ મસાલાઓની મદદ લઈ શકો છો, કારણ કે મસાલા એક તરફ આપણા ટેસ્ટ બડ્સને જીવિત રાખે છે,તો બીજી તરફ તેમનાં કેટલાક આરોગ્યલાભો પણ છે.જેમ કે તજ, જેનાથી આપણું બ્લડ પ્રેશરલેવલ રેગ્યુલર રહે છે, તો હળદર એંટી કૅંસર પ્રોપર્ટીઝ માટે જાણીતી છે.

8. ક્વૉંટિટીનાં સ્થાને ક્વૉલિટી પર આપો ધ્યાન :

8. ક્વૉંટિટીનાં સ્થાને ક્વૉલિટી પર આપો ધ્યાન :

કેક ખાવા કે સોડા પાવીથા શરીરમાંની ઇંસ્ટંટ એનર્જી મળવાની સાથે કૅલોરીઝ પણ વધે છે. કારણ કે આ પ્રકારનાં ફાયબર નથી હોતું, તેથી તે આપણી ભૂખ વધારે છે. તેનાથી આપણું બૉડી આસાનીથ વેટ ગેન કરવા લાગે છે. તેથી જ્યાં સુધી શક્યહોય, ક્વૉંટિટી વધારવાનાં સ્થાને ક્વૉલિટી ધરાવતી વસ્તુઓ જ ખાવો.

9. શુગર થાય લિમિટેડ :

9. શુગર થાય લિમિટેડ :

ઓબેસિટીનું સૌથી મોટું કારણ ગળ્યુ એટલા માટે માનવામાં આવે છે કે જે લોકો ગળ્યું વધુ ખાય છે, તેમનું હાર્ટ ડિસીઝ મોત થવાનાં 38 ટકા ચાંસિસ વધી જાય છે, કારણ કે શુગરને સૌથી વધુ ઉત્તેજક ગણાય છે. એવામાં સૌએ એક વારમાં 10 ગ્રામથી વધુ શુગર લેવીજોઇએ નહીં.

11. બન્યા રહો એક્ટિવ :

11. બન્યા રહો એક્ટિવ :

ઓબેસિટી, ટાઇપ 2 ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ અને અહીં સુધી કે મૃત્યુનું પણ મુખ્ય કારણ છે સુસત જીવનશૈલી. તેથી જીવનશૈલીમાં કંઇક ને કંઇક નવું કરવાની કોશિશ કરતા રહો અને એક્ટિવ રહો કે જેથી આપ આ તમામ બીમારીઓથી બચી શકો.

12. ડાયેટ ફૂડથી જાળવો અંતર

12. ડાયેટ ફૂડથી જાળવો અંતર

કોઈ પણ જાતનું પૅક્ડ ફૂડ અને ડાયેટ શેક્સમાં સુગર સોડિયમ અને કેમિકલ હોવાની સાથે તેમને બહુ વધારે પ્રોસેસ્ડ કરવામાં આવે છે, જ્યારે મૅટાબૉલિઝ્મને શ્રેષ્ઠ રીતે ચલાવવા માટે આ તમામની જગ્યાએ તાજી અને લીલી શાકભાજીઓને વધુ મહત્વ આપવું જોઇએ.

13. વહેલા ઉઠવાનો બનાવો નિયમ :

13. વહેલા ઉઠવાનો બનાવો નિયમ :

અર્લી ટૂ બૅડ એન્ડ અર્લી ટૂ રાઇઝ... આ વાક્ય જીવનશૈલીમાં જેટલુ વહેલુ બની શકે, તેટલુ વહેલું જોડી લો, કારણ કે જલ્દી ઉઠવાથી એક તરફ લાઇફસ્ટાઇલમાં શિસ્ત જળવાઈ રહેશે, તો બીજી તરફતેનાથી આપને એક્સરસાઇઝ અને રિલેક્સ કરવાનો પુરતો સમય મળી શકશે.

14. લિફ્ટની જગ્યાએ જાઓ સીડીથી

14. લિફ્ટની જગ્યાએ જાઓ સીડીથી

લિફ્ટ આપને ચપટીમાં પોતાની મંજિલે પહોંચાડી શકે છે, પરંતુ સીડીથી જવા પર આપનું હેલ્થ જળવાઈ રહેશે. એવું એટલા માટે કારણ કે એવું માનવામાં આવે છે કે સીડીથી ચઢતા 9 કૅલોરીઝ એક્સ્ટ્રા બર્ન થાય છે.

15. ખાવાને સ્કિપ કરવાથી બચો :

15. ખાવાને સ્કિપ કરવાથી બચો :

જો આપ વિચારો છો કે ખાવાને સ્કિપ કરવાથી વજન ઓછુ થશે, તો તમે ખોટા છો, કારણ કે જેમ ાપ ખાવાનું સ્કિલ કરો છો, ત્યાં આપનાં શરીરમાં મોજૂદ શુગરનું પ્રમાણ વધી જાય છે. સાથે જ હંગર હૉર્મોન ‘ઘ્રિલિન' પણ ઉત્તેજિત થઈ જાય છે કે જેથી આપને વધુ ભૂખ લાગે છે. પરિણામે વજન વધવા લાગે છે.

English summary
Healthy habits to be followed after your 30s will be eating more of plant-based foods, weighing yourself, etc. Read to know about the healthy habits.
X
Desktop Bottom Promotion