For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શરીરની દુર્ગંધ કરવી છે દૂર, તો અપનાવો આ 8 ટિપ્સ

આ આર્ટિકલ વડે અમે આપને જણાવીશું કે કેવી રીતે આપ કેટલીક આસાન ટિપ્સ અપનાવી શરીરની દુર્ગંધમાંથી પામી શકો છો છુટકારો

By Lekhaka
|

શરીરમાંથી આવતી દુર્ગંધ કેટલાક માટે મુશ્કેલીનું કારણ બની જાય છે, કારણ કે તેનાથી તેમની પાસે આવતા લોકો ખચકાવા લાગે છે. તેથી આપે ખૂબ ક્ષોભનો સામનો કરવો પડી શકે છે. એમ જોવા જઇએ, તો મોટાભાગનાં લોકોનાં શરીરમાં દુર્ગંધનું કારણ પરસેવો હોય છે, પરંતુ સાચા અર્થમાં જોઇએ, તો આપણાં શરીરમાં જ્યારે વિપુલ પ્રમાણમાં બૅક્ટીરિયા પેદા થવા લાગે, તો તેનાથી શરીરમાં વિચિત્ર પ્રકારની ગંધ આવવા લાગે છે. તો ચાલો, આજે અમે આપને બતાવીએ છીએ કેટલીક ખાસ ટિપ્સ કે જેનાથી આપ પોતાનાં શરીરમાંથી આવતી આ દુર્ગંધમાંથી છુટકારો પામી શકો છો.

1. અંડરઆર્મની સ્વચ્છતા :

1. અંડરઆર્મની સ્વચ્છતા :

જો જોવામાં આવે, તો સૌથી વધુ પરસેવો આપણાં અંડરઆર્મ્સમાં આવે છે, કારણ કે અહીં વાળ વધુ હોવાનાં કારણે તેમાં બૅક્ટીરિયા સરળતાથી પ્રવેશ કરી જાય છે કે જે પરસેવા સાથે મળી ભયંકર ગંધ છોડવાનું કામ કરે છે. જો આપ આ સમસ્યામાંથી છુટકારો પામવા માંગો છો, તો પોતાનાં અંડરઆર્મ્સના વાળને સ્વચ્છ કરો અને તેમાં કાયમ બૅક્ટીરિયા મુક્ત ટેલકમ પાવડર લગાવો. તેનાંથી શરીરમાં સુગંધ જળવાઈ રહેશે અને બૅક્ટીરિયા પણ મૂળથી ખતમ થઈ જશે.

2. એપલ સાઇડર વિનેગરનો કરો ઉપયોગ :

2. એપલ સાઇડર વિનેગરનો કરો ઉપયોગ :

શરીરની દુર્ગંધ દૂર કરવાની સાથે તેને મૂળમાંથી ખતમ કરવા માટે એપલ સાઇડર વિનેગર અને બૅકિંગ સોડા ખૂબ સારા ઇલાજ તરીકે ગણવામાં આવ્યાં છે. આ બંને શરીરમાં થતા પરસેવાનું પ્રમાણ ઓછું કરી શરીરમાંથી દુર્ગંધને દૂર કરવામાં સહાયક હોય છે અે બૅક્ટીરિયાને ખતમ કરી શરીરને સ્વસ્થ રાખે છે.

3. લિંબુનાં રસનો ઉપયોગ :

3. લિંબુનાં રસનો ઉપયોગ :

શરીરમાંથી આવતી દુર્ગંધમાંથી છુટકારો પામવા માટે લિંબુનાં રસનો પ્રયોગ સૌથી શ્રેષ્ઠ ઉપચાર ગણવામાં આવ્યો છે, કારણ કે લિંબુમાં પ્રાકૃતિક એસિડનાં ગુણો હોય છે કે જે ત્વચાની સફાઈ કરી શરીરનાં બૅક્ટીરિયા ખતમ કરવામાં સહાયક હોય છે. તેથી આપ પોતાનાં અંડરઆર્મ્સમાં લિંબુનો રસ લગાવી દરરોજ સફાઈ કરો.

4. શરીર પર લગાવો ડિયોડ્રંટ :

4. શરીર પર લગાવો ડિયોડ્રંટ :

શરીરની ગંધની સમસ્યાથી છુટકારો પામવા માટે આપ એક સારૂં સુગંધિત ડિયોનો પણ ઉપયોગ કરો અને તેને કાયમ પોતાની પાસે રાખો કે જેથી જરૂર પડ્યે આપ તેનો ઉપયોગ કરી શકો.

5. વધુ સ્પાઇસી ફૂડથી રહો દૂર :

5. વધુ સ્પાઇસી ફૂડથી રહો દૂર :

વધુ મસાલેદાર વસ્તુઓ ખાનાર લોકોનાં શરીરમાંથી પરસેવો મોટા પ્રમાણમાં નિકળે છે અને આવા લોકોનાં શરીરમાંથી સૌથી વધુ દુર્ગંધ પણ આવે છે. તેથી આપે મસાલેદાર વસ્તુઓ ખાવામાંથી બચવું જોઇએ.

6. તુલસીનો ઉપયોગ :

6. તુલસીનો ઉપયોગ :

તુલસી શરીરમાંથી આવતી ગંધને દૂર કરવાનો સૌથી સારો ઉપાય છે. શરીરમાંથી આવતી તીવ્ર દુર્ગંધને દૂર કરવા માટે ટી-ટ્રી ઑયલના કેટલાક ટીપાં સાથે તુલસીનાં પાંદડાઓનો રસ મેળવી એક પેસ્ટ તૈયાર કરી લો અને આ પેસ્ટને શરીર પર લગાવી થોડીક મિનિટો સુધી છોડી દો. થોડી વાર બાદ તેને સાફ પાણીથી ધોઈ લો. આ પ્રયોગથી આપને શરીરમાંથી આવતી દુર્ગંધથી રાહત ચોક્કસ મળશે.

7. પાણીનું સેવન વધુ કરો :

7. પાણીનું સેવન વધુ કરો :

પાણી શરીરમાં પેદા થતા વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેની સાથે જ પાણી દિવસ ભર શરીરમાંથઈ નિકળતા પરસેવાની ઉણપને પણ પૂર્ણ કરી શરીરને હાઇડ્રેટ રાખે છે. તેથી આપે આખા દિવસમાં ઓછામાં ઓછું 2થી 3 લીટર પાણી પીતા રહેવું જોઇએ.

8. શરીરને સુકું રાખો :

8. શરીરને સુકું રાખો :

શરીરમાં બૅક્ટીરિયાનાં પ્રવેશનું સૌથી મોટું કારણ ભેજનું હોવું છે. જ્યાં ભેજનું વાતાવરણ હોય છે, ત્યાં બૅક્ટીરિયા આસાનીથી પ્રવેશ કરી જાય છે. તેથી સૌથી વધુ જરૂરી છે કે આપ પોતાની ત્વચાને કાયમ શુષ્ક રાખો. કે જેથી પરસેવો ઓછો થવાની સાથે બૅક્ટીરિયા વધવાનાં ખતરામાંથી પણ છુટકારો મળી શકે.

English summary
Body odor can be one of the biggest problems people have
Story first published: Tuesday, July 11, 2017, 9:36 [IST]
X
Desktop Bottom Promotion