For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શુક્રાણુઓની સંખ્યા (સ્પર્મ કાઉંટ) વધારવાની ખાસ ટિપ્સ

By Lekhaka
|

આધુનિક જીવનશૈલીની કિંમત પુરુષોએ પોતાનાં શુક્રાણુઓની સંખ્યા (સ્પર્મ કાઉંટ) ગુમાવીને ચુકવવી પડી રહી છે. તેનાથી તેમની પ્રજનન ક્ષમતા પ્રભાવિત થઈ છે અને સ્પર્મની ગુણવત્તા પણ ઘટી છે. બ્રિટનમાં થયેલ એક અભ્યાસમાં આધુનિક જીવનશૈલીનાં કારણે પુરુષોની પ્રજનન ક્ષમતા પર થઈ રહેલી નકારાત્મક અસરોનો ખુલાસો થયો છે. અભ્યાસમાંથી આ ખૂબ જ ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે કે આજથી 50 વર્ષ પહેલા પુરુષોનાં એક મિલીલીટર સીમનમાં શુક્રાણુઓની સંખ્યા 11 કરોડ 30 લાખ હતી કે જે વર્ષ 1988માં ઘટીને છ કરોડ વીસ લાખ રહી ગઈ તથા આજે તે માત્ર ચાર કરોડ સિત્તેર લાખ સુધી નીચે આવી ગઈ છે.

વધતી તંગદિલી, મેદસ્વિતા, ખરાબ લાઇફસ્ટાઇલ અને પ્રદૂષણ સંસારનાં પુરુષો માટે ખતરાનાં મોટા કારણો જેવા સાબિત થઈ શકે છે. આ વાત પુરુષો માટે કોઇક આઘાતથી ઓછી નથી, પરંતુ હજી પણ સ્થિતિ સંભાળી શકાય છે. જો પુરુષો પોતાની આદતોમાં કેટલાક સુધારા કરી લે, તો તેઓ અવશ્ય જ પિતા બનવાને કાબેલ થઈ શકે છે.

કોઈ પણ જાતનાં નશા અને માચો મૅન બનવાની આકાંક્ષામાં લેવાતી દવાઓનો ઉપયોગ પર રોક લગાવા, ખોટુ ખાન-પાલન, ડાયેટમાં ફેરફાર લાવવા, શરીરનાં તાપમાનને ઓછું કરવા, કૅફીનનો ઓછો ઉપયોગ કરવા અને મોબાઇલનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાથી શુક્રાણુઓને થતા નુકસાનને ઓછું કરી શકાય છે અને સ્પર્મ કાઉંટ વધારી શકાય છે. આ ઉપાયો અપનાવી સારા પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા શુક્રાણુઓનું બનવું શક્ય કરી શકાય છે.

સ્મૉકિંગ છોડો

સ્મૉકિંગ છોડો

નિષ્ણાતોનું કહેવું છે કે સ્મૉકિંગ પુરુષોમાં સ્પર્મ કાઉંટ ઓછું કરી દે છે તથા તેમની ક્વૉલિટી પણ ખરાબ કરી નાંખે છે. તેથી તેને છોડવું જોઇએ. તેનાથી કિડનીઝને બ્લડ સપ્લાય ઓછું થઈ જાય છે અને બ્લડ પ્રેશર વધી જાય છે.

દરરોજ કસરત કરો

દરરોજ કસરત કરો

દરરોજ એક્સરસાઇઝ કરવાથી મેદસ્વિતા અને તાણ ઘટશે તથા તે સમગ્ર શરીરને સ્વસ્થ બનાવશે. બહુ વધારે કઠોર એક્સરસાઇઝ તથા ટ્રેનિંગ પ્રોગ્રામ કરવાથી બચો.

સ્વસ્થ વજન જાળવી રાખો

સ્વસ્થ વજન જાળવી રાખો

શરીર ન વધુ દુબળુ જ હોય કે ન વધુ જાડું, કારણ કે શરીરનું વજન જ એસ્ટ્રોજન તથા ટેસ્ટોસ્ટેરોનની કક્ષા પર અસર કરે છે.

સ્ટીમ બાથથી બચો

સ્ટીમ બાથથી બચો

અઠવાડિયામાં એક વાર સોના બાથ અને ગરમ પાણીથી નહાવું બરાબર છે, પરંતુ 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ ટેંપરેચર સુધી પણ વાષ્પ અને ગરમ પાણી આપનાં સ્પર્મની ગણતરી ઓછી કરી શકે છે.

મોબાઇલને પૉકેટમાં ન રાખો

મોબાઇલને પૉકેટમાં ન રાખો

મોબાઇલ કે પછી લૅપટૉપને પોતાનાં પૉકેટ કે જાંઘ પર ન રાખો. પોતાનાં અંડકોષને તેમના દ્વારા નિકળતી તીવ્ર ગરમીથી બચાવો.

ટાઇટ અંડરવૅર ન પહેરો

ટાઇટ અંડરવૅર ન પહેરો

જો ટાઇટ અંડરવૅર અને પેંટ પહેરશો, તો અંડકોષ પુરતા શુક્રાણુઓનું ઉત્પાદન નહીં કરી શકે તથા ઓછા શુક્રાણુઓની ગણતરી થશે. જ્યારે આપે ક્યાંક વધુ વાર સુધી માટે બેસવાનુંહોય, તો ટાઇટ અંડરવૅર ન પહેરો.

અત્યધિક લુબ્રિકૅન્ટનો ઉપયોગ

અત્યધિક લુબ્રિકૅન્ટનો ઉપયોગ

અત્યધિક લુબ્રિકૅન્ટનાં ઉપયોગથી બચો. તે પણ શુક્રાણુઓનાં મોતનું કારણ બની શકે છે.

ન પીવો વધુ કૉફી

ન પીવો વધુ કૉફી

દરરોજ એક કે બે કપ કૉફીથી કોઈ ફરક નહીં પડે, પરંતુ દરરોજ ભારે પ્રમાણમાં કૉફી પીવાથી ફરક પડશે. તેનાથી સ્પર્મની ગતિશીલતા ખરાબ થઈ જાય છે.

English summary
How to increase your sperm count? Here are some points you need to keep in mind if you want to increase you sperm count:
Story first published: Wednesday, January 11, 2017, 15:52 [IST]
X
Desktop Bottom Promotion