For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જીરૂં અને આદુથી બનેલ આ ડ્રિંકથી 10 દિવસમાં જ ઓછી કરો પેટની ચરબી

By Lekhaka
|

આજનાં સમયમાં સૌ કોઈ પોતાનાં વધેલા વજન અને જાડાપણાથી પરેશાન છે, કારણ કે આવી પરિસ્થિતિમાં તેઓ પોતાનો મનગમતો ડ્રેસ નથી પહેરી શકતાં. તેનાંથી બચવામાટે દરરોજ એક્સરસાઇઝ કરવી તો જરૂરી છે જ, પરંતુ આ ઉપરાંત કેટલાક ઘરગથ્થુ ઉપાયો આપની બહુ મદદ કરી શકે છે. આ આર્ટિકલમાં અમે આપને એક એવો જાદુઈ નુસ્ખો બતાવવા જઈ રહ્યાં છીએ કે જેની મદદથી આપ માત્ર 10 દિવસોમાં જ પેટનું જાડાપણુ ઓછું કરી શકો છે. તેમાં આદુ અને જીરૂંનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આદુનાં ફાયદા : દરેક ઘરમાં આદુ મોજૂદ હોય છે અને સદીઓથી તેનો ઉપયોગ ઔષધિ તરીકે થતો આવ્યો છે. આપને જણાવી દઇએ કે આદુમાં મોજૂદ એંટી-ઑક્સીડંટ શરીરનાં મેટાબૉલિઝ્મને વધારવામાં મદદ કરે છે. સાથે જ આપનાં પાચન તંત્રને પણ સ્વસ્થ રાખે છે આદુ. તેમાં થર્મોજેનિક ક્ષમતાઓ હોય છે કે જે શરીરનું તાપમાન નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

Instant Belly Fat Burner

જીરૂંનાં ફાયદા :

આદુની જેમ જ જીરૂંપણ આરોગ્ય માટે બહુ ફાયદાકારક છે. તેમાં આયર્ન, ફાયબર અને પોટેશિયમનું પ્રમાણ બહુ વધારે હોય છે અને તેનું દરરોજ સેવન કરવાથી શરીરનું કૉલેસ્ટ્રૉલ નિયંત્રિત રહે છે.

રેસિપી :

એક ચમચી જીરૂં લો અથવા જીરૂં પાવડર લો અને તેને 500 એમએલ પાણીમાં મેળવી દો. આ પાણીને ત્યાં સુધી ઉકાળો કે જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય. ઉકળેલા પાણીમાં આદુ નાંખો અને તેને થોડીક વાર વધુ ઉકળવા દો. તે પછી તેમાં તજ અને એલચી મેળવો અને તેમાં લિંબુનો રસ નાંખો. તેનાંથી આ ડ્રિંકનો સ્વાદ વધી જાય છે. આ ડ્રિંકને આપ ઓછામાં ઓછું 10 દિવસો સુધી દરરોજ સવારે પીવો. તે પછી ઓછામાં ઓછી 45 મિનિટ એક્સરસાઇઝ જરૂર કરો.

આ કેવી રીતે મદદ કરે છે : જીરૂં અને આદુનું મિશ્રણ આપનાં મેટાબૉલિઝ્મને શ્રેષ્ઠ બનાવે છે અને તેનાંથી આપ જે પણ ખાઓ છો, તે આસાનીથી પચવા લાગે છે. થોડાકજ દિવસોમાં તેની અસર આપનાં આરોગ્ય પર નજરે પડવા લાગશે અને પેટની ચરબી ઓછી થવા લાગે છે. આ ડ્રિંક આપની ભૂખ પણ નિયંત્રણમાં રાખે છે કે જેથી આપ વગર કારણે કંઇક ખાવાથી બચી જાઓ છો.

English summary
ginger and cumin, this combination will also help reduce cravings and hence prevent you from unnecessary and unhealthy binging.
Story first published: Wednesday, September 27, 2017, 17:15 [IST]
X
Desktop Bottom Promotion