For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આપનું સ્મિત ખતમ કરી શકે છે આ બેદરકારી, આવી રીતે રાખો પોતાનાં દાંતનો ખ્યાલ

By Lekhaka
|

દાંત આપણી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. જો આપનાં દાંત સ્વસ્થ અને સુંદર છે, તો આપ ક્યાંય પણ દિલ ખોલીને હસી શકો છો. સામાન્ય રીતે જોવામાં આવે છે કે આપણે દાંતોને લઈને થોડીક બેદરકારી કરીએ છીએ કે જેથી દાંતોમાં પીળાશ અને કીટાણુ લાગી જાય છે.

આવુ થતા આપનું સ્મિત જાણે ક્યાંક ખોવાઈ જાય છે. દાંતની બીમારીઓનાં કારણે પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ જન્મ લઈ શકે છે. આવો જાણીએ કે આપણે દાંતોને લઈને ક્યારે બેદરકારી કરીએ છીએ, જ્યારે એ સમય દાંતોની દેખરેખનો હોય છે...

શું કહે છે રિસર્ચ ?

શું કહે છે રિસર્ચ ?

આપણે જ્યારે પણ દાંતોની સમસ્યાથી પીડાતા હોઇએ છીએ; જેમ કે જો આપણાં દાંતોમાં દુઃખાવો થવા લાગે છે, તો આપણે એમ સમજીને અવગણી દઇએ છીએ કે થોડી વારમાં પોતાની મેળે દુઃખાવો મટી જશે.

વધુ દુઃખાવો થતા આપણે ઘરગથ્થુ નુસ્ખાઓ અપનાવીએ છીએ કે જેનાથી થોડીક વાર માટે તો રાહત મળે છે, પરંતુ તે સમસ્યાનું સમાધાન નથી.

જ્યારે આ અંગે શોધ કરવામાં આવી, તો જાણવા મળ્યું કે ભારતમાં લગભગ 95 ટકા લોકોને દાંતોની બીમારી છે અને 50 ટકા લોકો તો સવારે ટૂથબ્રશ જ નથી કરતાં.

આમ રાખો પોતાનાં દાંતોનો ખ્યાલ

આમ રાખો પોતાનાં દાંતોનો ખ્યાલ

દાંતોની સંભાળ માટે સૌપ્રથમ એ ધ્યાન રાખો કે આપ દિવસમાં જ્યારે પણ જમો, તો જમ્યા બાદ પોતાનાં દાંત જરૂર સાફ કરો.

પરંતુ ધ્યાન રહે કે જમ્યાનાં તરત બાદ આપે દાંત સાફ નથી કરવા, કારણ કે જ્યારે આપ ભોજન કરો છો, ત્યારે ભોજનમાં મોજૂદ એસિડથી દાંતોમાં એનેમલ બને છે કે જે આપનાં દાંતને મુલાયમ કીર દે છે.

જલ્દી બ્રશ કરવાથી દાંતોનાં સાંધાઓમાં સમસ્યા થઈ શકે છે. તેથી ધ્યાન રહે કે જમ્યાનાં ઓછામાં ઓછા 1 કલાક બાદ જ બ્રશ કરો.

જાણો દાંતોને યોગ્ય રીતે બ્રશ કરવાની રીત

જાણો દાંતોને યોગ્ય રીતે બ્રશ કરવાની રીત

સામાન્યતઃ જોવામાં આવે છે કે જ્યારે આપણે બ્રશ કરીએ છીએ, તો ઉતાવળમાં રહીએ છીએ અને એક-બે રાઉંડ બ્રશ કરી કોગળા કરી લઇએ છીએ.

આપને જણાવી દઇએ કે આ રીત બિલ્કુલ બરાબર નથી. આપણે લગભગ 2 મિનિટ સુધી બ્રશ કરવું જોઇએ. આપ ઇચ્છો, તો દિવસમાં બે વાર બ્રશ કરી શકો છો.

બ્રશ કરતી વખતે જોર ન લગાવો

બ્રશ કરતી વખતે જોર ન લગાવો

આપ જે પણ ટૂથબ્રશનો ઉપયોગ કરો છો, તેનો લાંબા સમય સુધી ઉપયોગ ન કરો, પણ સમયાંતરે બદલતા રહો. વધુ જોર લગાવીને જે લોકો કોગળા કરે છે, તેનાથી પેઢા નબળા પડી જાય છે અને હાલવા લાગે છે.

ધૂમ્રપાન છે નુકસાનકારક

ધૂમ્રપાન છે નુકસાનકારક

ધૂમ્રપાન કરવાથી આપણા દાંતોને બહુ નુકસાન થાય છે, કારણ કે ધૂમ્રપાન કરવાથી મોઢામાં બૅક્ટીરિયા જમા થવા લાગે છે કે જે દાંતો અને પેઢાઓને ચેપગ્રસ્ત કરી દે છે.

વિટામિન સીનો કરો ઉપયોગ

વિટામિન સીનો કરો ઉપયોગ

દાંતોની યોગ્ય સંભાળ માટે આપ ભોજનમાં વિટામિન સીનો પણ પ્રયોગ કરો. ભોજનમાં આપ સિઝનેબલ ફળો; જેમ કે સફરજન, નાશપાતી, સ્ટ્રૉબેરી, દહીં અને ઓટનો પણ ઉપયોગ કરી શકો છે. આ વસ્તુઓ આપને કૅલ્શિયમ ભારે પ્રમાણમાં આપશે.

English summary
Teeth makes our smile full of beauty. If your teeth are healthy and beautiful then you can laugh anyway and laugh
Story first published: Saturday, September 16, 2017, 14:37 [IST]
X
Desktop Bottom Promotion