For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

૬૬ વર્ષની ઉંમરમાં પણ જવાનો જેવો જોશ છે મોદીમાં, જાણો તેમનો ફિટનેસ સીક્રેટ

By KARNAL HETALBAHEN
|

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉંમર ભલે કેટલી પણ મોટી કેમ ના હોય, તેમના ચહેરા પર તમને જરા પણ થાક નહી દેખાય. ૬૬ વર્ષની ઉંમરમાં પણ તે નવજુવાનની જેમ દિવસ રાતે કામ કરતા નજરે આવે છે.

મોદીને ર્ડોક્ટરની એક ટીમ આપવામાં આવી છે, જેમાંથી એક ર્ડોક્ટરનું કહેવું છે કે નિયમીત યોગ, વેજિટેરિયન ડાયેટ, દારૂ અને તમાકુનું સેવન ના કરવું વગેરે, જ તેમને અત્યાર સુધી નવજુવાન બનાવી રાખે છે.

પૂર્વ પ્રધાનમંત્રીઓમાં મોદી જ એક એવા વ્યક્તિ છે, જેમને અત્યાર સુધી સ્વાસ્થ્ય સંબંધી કોઇ સમસ્યા આવી નથી. આ કારણ છે કે મોદી પોતાની ફિટનેસને લઈને દિવસ રાત સોશિયલ મિડીયા પર ચર્ચાનો વિષય બનેલા રહે છે.

તેમના સવારના ઉઠવાના સમયથી લઈને રાતે સૂતા સુધીનો સમય બંધાયેલો છે.

ફિક્સ ટાઇમ છે ઉઠવાનો

ફિક્સ ટાઇમ છે ઉઠવાનો

નરેન્દ્ર મોદી રાત્રે ગમે તેટલા મોડા કેમ ન સૂવે, પરંતુ સવારે 5 વાગે જરૂર ઉઠી જાય છે.

નિયમિત યોગ કરવાની ટેવ

નિયમિત યોગ કરવાની ટેવ

સવારે પોતાને ફ્રેશ રાખવા માટે મોદી નિયમિત રીતે એક કલાક યોગાસન કરે છે. સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ અને યોગાસનથી તે પોતાને ઉર્જાવાન બનાવી રાખે છે.

દુનિયાના ખબર-અંતર લેવા પણ જરૂરી

દુનિયાના ખબર-અંતર લેવા પણ જરૂરી

યોગ બાદ તેમને દુનિયાભરના સમાચાર જાણવા માટે ન્યૂઝપેપર વાંચવાનું પસંદ કરે છે. જો તે કોઇપણ યાત્રા પર નિકળે છે તો, પણ પોતાની સાથે સમાચારપત્રો લઇ જવાનું ભુલતા નથી. તેમણે જાણવું સારું લાગ છે તેમના ટીકાકારો તેમના વિશે શું વિચારે છે.

શાકાહારી ભોજનથી પ્રેમ

શાકાહારી ભોજનથી પ્રેમ

તેમને શાકાહારી ભોજન ખૂબ પસંદ છે એટલા માટે ગુજરાતી વ્યંજન ભાખરી અને દાળ ખિચડી તેમનું મનપસંદ ભોજન છે. આ ઉપરાંત તેમનો પ્રયત્ન હલકું ફુલકું ભોજન ખાવાનું જ રહે છે, જેમ કે પૈઆ, ઇડલી અથવા ઢોસા.

નવરાત્રિના વ્રત પણ રાખે છે

નવરાત્રિના વ્રત પણ રાખે છે

મંત્રીજી નવરાત્રિના 9 દિવસોના વ્રત પણ રાખે છે અને ફક્ત એક ફળ ખાય છે.

દિવસનું ભોજન કેવું હોય છે

દિવસનું ભોજન કેવું હોય છે

દિવસમાં પણ તે ગુજરાતી ભોજન કરે છે. સામાન્ય રીતે ચોખા, દાળ, શાકભાજી અને દહી તેમના બપોરના ભોજનમાં સામેલ છે.

ઓફિસ માટે ક્યારેય લેટ થતા નથી

ઓફિસ માટે ક્યારેય લેટ થતા નથી

તે સવારે જલદી જ ઓફિસ પહોંચી જાય છે અને 10 વાગ્યા સુધી અથવા જરૂરિયાત સુધી કામ કરતા રહે છે.

નવશેકું પાણી પીવે છે

નવશેકું પાણી પીવે છે

મોદીના ભાષણ હંમેશા ઉંચા અવાજવાળા અને જોશીલા હોય છે, જેના માટે પોતાના ગળાનો હંમેશા ખ્યાલ રાખે છે. ગળું હંમેશા સારું રહે તે માટે તે હંમેશા નવશેકુ પાણી પીવાનું પસંદ કરે છે.

સૂતાં પહેલાં ધ્યાન લગાવે છે

સૂતાં પહેલાં ધ્યાન લગાવે છે

સૂતાં પહેલાં તે મોડા સુધી ધ્યાન કરે છે જેથી દિવસભરનો તણાવ દૂર કરી શકે અને કદાચ આ કારણે છે કે તે ઓછા સમયમાં સારી ઉંઘ લઇ શકે છે.

નવયુવાનોને લેવી જોઇએ તેમનામાંથી શીખામણ

નવયુવાનોને લેવી જોઇએ તેમનામાંથી શીખામણ

તો મિત્રો જો તમારે હંમેશા ફિટ રહેવું છે, તો મોદીમાંથી પ્રેરણા લો અને પોતાની જીંદગીને સ્વસ્થ બનાવો અને ખુશ બનાવો.

English summary
Narendra Damodardas Modi, popularly known as Narendra Modi, is a fitness freak- he begins his day with yoga. And theres nobody to overtake the new PM when it comes to diet and nutrition.
X
Desktop Bottom Promotion