For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સિંહાસન કરવાના આ છે ૧૦ જબરદસ્ત લાભ, તમારા શરીરને રાખશે સ્વસ્થ

By Karnal Hetalbahen
|

સિંહઆસન એક અત્યંત લાભકારી આસન છે. તમે તેને જો નિયમિત કરો તો તમને ઘણા રોગોથી છુટકારો મળી જશે. સિંહનો અર્થ સિંહની સમાન મુદ્રા બનાવવી થાય છે. આ આસન અનેક રોગોમાં લાભકારી છે. યોગિઓએ આ આસનને ખૂબ જ મહત્વપૂર્ણ આસન કહ્યું છે.

કેમકે આ આસનમાં ત્રણ બંધોની સિદ્ધિ ભેગી થઈ જાય છે. આ બ્રહ્મચર્યની પ્રાપ્તિનો સારો માર્ગ છે. આ આસનમાં સિંહના સમાન ગર્જના કરવી પડે છે. એટલે આ આસને એકાંત અને શાંત સ્થાન પર કરવુ જોઈએ. તેને કરવા માટે પગને ઘુંટણમાંથી વાળીને આગળની તરફ કરીને કરો.

તેના પછી એડી પર બેસી આગળની તરફ ઝુકો અને બન્ને હાથને બન્ને ઘુટણોની વચ્ચે આંગળીઓને અંદરની તરફ હથેળીઓને જમીન પર ટેકવીને રાખો. જેમકે તમને ફોટોમાં જોવા મળશે કે તમારે સિંહની માફક બેસવાનું છે. આ રીતે તમે આ આસનને કરી શકો છો.

હકલાવાની સમસ્યાને દૂર કરે છે

હકલાવાની સમસ્યાને દૂર કરે છે

ઘણી વખત જોવા મળે છે કે કેટલાક લોકો બાળપણથી જ હકલાય છે. કેટલાક લોકોની આ સમસ્યા સમયની સાથે દૂર થઈ જાય છે પણ કેટલાક લોકો હમેંશા આ સમસ્યાથી પીડાતા રહે છે. એટલા માટે તમારે સિંહ આસન કરવાની જરૂરિયાત છે. તેને કરવાથી તમારી હકલાહટ દૂર થઈ જાય છે.

ગળાની ટોસિલ દૂર કરે છે

ગળાની ટોસિલ દૂર કરે છે

જો તમારા ગળામાં ટોસિલ થઇ ગયા હોય તો તમાને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. તે ઘણું દર્દ પણ આપે છે. તેનાથી બચવા માટે તમારે સિંહ આસન કરવું જોઈએ. આ કરવાથી તમને આ સમસ્યાથી છુટકારો મળી જશે.

ભય દૂર થાય છે

ભય દૂર થાય છે

જો તમને એમજ કોઈ વાતનો ડર લાગતો હોય અને તમે નાની નાની વાતોમાં ડરી જાઓ છો તો તમારે સિંહ આસન કરવું જોઈએ. તેનાથી ભય દૂર થાય છે.

ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે

ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે

જો તમારી વધતી ઉંમરની સાથે તમારા ચહેરા પર કરચલીઓ પડવા લાગી છે તો તમને આનાથી ઘણો આરામ મળશે. સિંહ આસન રોજ કરવાથી તમારા ચહેરાની કરચલીઓ દૂર થાય છે.

થાઈરોઈડમાં રાહત

થાઈરોઈડમાં રાહત

તમને જણાવી દઈએ કે જો તમને થાઈરોઈડની સમસ્યા છે તો તમારે સિંહ આસન કરવું જોઈએ. તેને કરવાથી તમને થાઇરોઈડમાં રાહત મળે છે. તેની સાથે જ તમને ગુદા સંબંધિત સમસ્યા પણ દૂર થઈ જાય છે.

અંગ કરે છે યોગ્ય રીતે કામ

અંગ કરે છે યોગ્ય રીતે કામ

તમારા શરીરના મહત્વપૂર્ણ અંગોને યોગ્ય રીતે કામ કરવા માટે આગળ કરે છે. આમાશય, નાનાં આંતરડા, મોટા આંતરડા, ગુર્દા, કાળજું તે સાફ થઇને પોતાનું કામ યોગ્ય રીતે કરવા લાગે છે. સિંહ આસનના આ ફાયદા છે.

આંખ અને કાન સશક્ત થાય છે.

આંખ અને કાન સશક્ત થાય છે.

સિંહ આસનને રોજ કરવાથી તમારા આંખ અને કાન બન્નેને ફાયદો થાય છે. તેનાથી આંખ, નાક, કાન, જીભ વગેરે પુષ્ટ થાય છે અને જીભ, તાળવું અને દાંતના જડબા સશક્ત થાય છે. તમારે આ આસનોને જરૂર કરવા જોઈએ.

ગળાની સમસ્યાઓમાં રાહત

ગળાની સમસ્યાઓમાં રાહત

ગળાની બધી સમસ્યાઓમાં રાહત મળે છે સિંહ આસન. તેને કરવાથી તમારા ગળાનો દુખાવો અને જકડન વગેરેથી તમને બધી રીતે રાહત મળે છે.

આંખોની રોશની વધારે છે

આંખોની રોશની વધારે છે

સિંહ આસન એક એવું આસન છે જેને કરવાથી તમારી આંખોની રોશની વધે છે. તેને કરવાથી તમારી અંદરની શક્તિ પણ વધારે છે. તમારે આ આસનને રોજ કરવું જોઈએ.

English summary
Simhasana is a very beneficial posture. If you do this regularly then you will get rid of the kind of diseases. The meaning of lion is making the same currency as the lion. This posture is beneficial in many diseases.
Story first published: Thursday, November 30, 2017, 19:04 [IST]
X
Desktop Bottom Promotion