For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રંગ ગોરો બનાવતી ક્રીમ લઈ શકે છે આપની જાન, વાંચો આખી ખબર

By Lekhaka
|

ગોરાપણુ કોને નથી પસંદ ? દાદી-નાનીનાં પ્રાચીન નુસ્ખાઓથી માંડી મેડિકલ સ્ટોર વાળા ભાઈ સુધી, દરેક પાસે ગોરો કરવાનાં પોતાના અલગ-અલગ હથકંડા છે.

અપ્રાકૃતિક રીતનો ઉપયોગ કરી, ક્ષણિક ગોરાપણુ પામનાર વ્યક્તિ એક પળ માટે ઇંજેક્શન ટ્રીટમેંટથી લઈ ફૅરનેસ ક્રીમો જોઈ ખુશ તો થઈ શકે છે, પરંતુ તે કાયમ આટલી ખુશ રહે, એમ કહેવું મુશ્કેલ છે. એવું એટલા માટે, કારણ કે આ પ્રોડક્ટના ઉપયોગનાં દૂરગામી પરિણામ ખૂબ ઘાતક છે.

facial creams can even cause death

હા જી, બિલ્કુલ સાચુ સાંભળી રહ્યા છો આપ. અપ્રાકૃતિક રીતથી વ્યક્તિ પોતાની જાતને ગોરી તો કરી શકે છે, પણ તેની કિંમત કદાચ તેણે પોતાની જાન આપીને ચુકવવી પડી શકે છે. આ વાંચીને ભલે આપ આશ્ચર્યમાં પડી ગયા હોવ, પરંતુ આ એક કડવું સત્ય છે.

કેટલીક લોકપ્રિય બ્રાંડ ચહેરાની ક્રીમ કે જેમને શ્રેષ્ઠ પરિણામ માટે "સક્રિય કાર્બન"યુક્ત જાહેરખબર આપવામાં આવે છે, ત્વચા માટે હાનિકારક પણ હોઈ શકે છે અને મોતનું કારણ પણ બની શકે છે.

ચહેરાની આવી ક્રીમનો લાંબા સમય સુધી ઉપયોગ વિનાશકારી બની શકે છે. પશ્ચિમ બંગાળનાં હાવરામાં ઇંડિયન ઇંસ્ટીટ્યૂટ ઑફ એંજીનિય.રિંગ સાયંસ એંડ ટેક્નોલૉજીનાં શોધકર્તાઓ દ્વારા એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે.

શોધકર્તાઓનું કહેવું છે કે ચહેરાની આ ક્રીમમાં સક્રિય માઇક્રો-કાર્બનને રિડ્યૂઝ ગ્રેફેન ઑક્સાઇડ (આરજીઓ) કહેવામાં આવે છે. પ્રકાશમાં, આરજીઓ ઑક્સીજન દ્વારા સક્રિય થઈ જાય છે અને ત્વચા માટે હાનિકારક રિએક્ટિવ ઑક્સીજન સ્પીસીસ (આરઓએસ) પેદા કરે છે. આરઓએસના સામાન્ય પ્રભાવો કૅંસર, સેલ પ્રસાર અને વૃદ્ધપણુ છે.

સંસ્થામાં કેમિસ્ટ્રી પ્રોફેસર તથા રિપોર્ટના મુખ્ય લેખક સવ્યસાચી સરકારનાં જણાવ્યા મુજબ આ પ્રકારની ચહેરાની ક્રીમ સંભવિત કૅંસર પેદા કરનાર એજંટ છે. વિટંબણા આ છે કે આપણા ફિલ્મ સ્ટાર્સ અને ખેલાડીઓને આ ખબર નથી કે તેઓ મોતને પ્રોત્સાહન આપી રહ્યાં છે.

સક્રિય કાર્બન પાવડર (જેને સક્રિય કોલસો પણ કહે છે)નું પાણીના શુદ્ધિકરણ, હવા ફિલ્ટર તરીકે, કીટનાશકો અને અન્ય હાનિકારક પદાર્થો માટે લાંબા સમયથી ઉપયોગ થઈ રહ્યો છે. જોકે ચહેરાની ક્રીમમાં તેનો ઉપયોગ ડાર્ક સ્પૉટ, ખીલ, ઑયલી ત્વચા અને એક શ્રેષ્ઠ ત્વચા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. કોઈ પણ ફેસ ક્રીમની સાઇડ ઇફેક્ટ ખંજવાળ, એલર્જી, રુક્ષ ત્વચા કે ફોટોસીટિટિવિટી છે.

રાજ્યનાં અત્યાધુનિક માઇક્રોસ્કૉપી તથા સ્પેક્ટ્રોકૉપિક ટેક્નિકનોનો ઉપયોગ કરી શોધકર્તાઓએ ત્રણ લોકપ્રિય બ્રાંડોમાં સૂક્ષ્મ કાર્બનની હાજરીની તપાસ કરી.

પરિણામો જણાવે છે કે ચહેરાની ક્રીમમાં ઉપયોગમાં કરવામાં આવતા સક્રિય માઇક્રો-કાર્બનમાં આરજીઓની પુરતી સામગ્રી હોય છે કે જેનો હાઈ સાઇટોટૉક્સિક પ્રભાવ થાય છે.

સુપરઑક્સાઇડનો કોશિકાઓ પર હાનિકારક પ્રભાવ પડે છે અને સામાન્ય. ચહેરાની કોશિકાઓને સરળતાથી બદલી દે છે. અભ્યાસથી આ તારણ નિકળ્યું છે કે ચહેરાની આવી ક્રીમનો ઉપયોગ ન કરવો જોઇે કે જેમાં માઇક્રો કાર્બનનો ઉપયોગ થાય છે.

English summary
Some popular brands of facial creams that are advertised as containing "activated carbon" for better results can be harmful to the skin and even cause death, scientists say.
Story first published: Thursday, October 12, 2017, 15:06 [IST]
X
Desktop Bottom Promotion