For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહિલાઓમાં PCOSની સમસ્યા ડાયાબિટીસનું કારણ બની શકે છે - સ્ટડી

By Lekhaka
|

એક અભ્યાસ મુજબ પૉલિસિસ્ટિક ઓવરી સિંડ્રૉમ એટલે કે પીસીઓએસથી પીડિત મહિલાઓને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનો ખતરો ચાર ગણો વધી જાય છે.

શોધકર્તાઓ મુજબ ટાઇપ 2 ડાયાબિટીસનાં ઉપચાર માટે પીસીઓએસ પીડિત મહિલાઓની સરેરાશ વય 31 વર્ષ હતી. પીસીઓએસ વિના ટાઇપ 2 ડાયાબિટીસનો ઉપચાર કરાવનાર મહિલાઓની વય સરેરાશ 35 વર્ષ હતી.

ડેન્માર્કની ઓડિન્સે યુનિવર્સિટી હૉસ્પિટલનાં ડોર્ટે ગ્લિંટબોર્ગનાં શોધકર્તાઓમાંનાં એકે કહ્યું, 'પીસીઓએસમાં ટાઇપ 2 ડાયાબિટીસનાં વિકાસનાં જોખિમમાં એક મહત્વની શોધ છે. ડાયાબિટીસ યુવાવસ્થામાં વિકસિત થઈ શકે છે અને ડાયાબિટીસ માટે સ્ક્રીનિંગ મહત્વનું છે. ખાસ કરીને તેવી મહિલાઓમાં કે જે મેદસ્વિતા અને પીસીઓએસનો ભોગ બનેલી છે.'

PCOS May Up Diabetes Risk In Women

જે મહિલાઓ પીસીઓએસથી પીડિત છે, તેઓ સરેરાશ કરતા વધુ ટેસ્ટોસ્ટેરોન અને અન્ય એંડ્રોજન હૉર્મોનનું વધુ ઉત્પાદન કરે છે. જોકે આ પ્રજનન હૉર્મોન સામાન્યરીતે પુરુષો સાથે જોડાયેલા હોય છે.

પીસીઓએસ એક હૉર્મોનલ ડિસઑર્ડર છે કે જેનાથી બાહ્ય કિનારાઓ પર નાના અલ્સર સાથે મોટા અંડાશય થાય છે. પીસીઓએસ સાથે મહિલાઓમાં આ હૉર્મોનનું ઊંચુ પ્રમાણ હોવાતી અનિયમિત કે અનુપસ્થિત માસિક ધર્મ અવધિ, વાંઝિયાપણુ, વજન, ખીલ કે ચહેરા અને શરીર પર વધુ વાળ હોઈ શકે છે.

ક્લિનિકલ એંડોક્રિનોલૉજી અને મેટાબૉલિઝ્મનાં જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ માટે ટીમે પીસીઓએસ સાથે બે જનસંખ્યાનું વિશ્લેષણ કર્યું. પીસીઓએસનાં નિદાન સાથે 18,477 અને એક સ્થાનિક ઉપ સમૂહ 1962 મહિલાઓની તપાસ કરવામાં આવી.

આ ઉપરાંત બૉડી માસ ઇંડેક્સ (બીએમએસ), ઇંસ્યુલિન અને ગ્લૂકોઝનાં સ્તર અને ટ્રાયગ્લિસરાઇડ્સ હકારાત્મક-ટાઇપ 2 ડાયાબિટીસનાં વિકાસ સાથે જોડાયેલા હતા, જ્યારે ઉચ્ચ સંખ્યામાં ટાઇપ 2 ડાયાબિટીસનાં વિકાસ સાથે નકારાત્મક રીતે જોડાયેલા હતાં.

English summary
Women who have polycystic ovary syndrome (PCOS) are four times at greater risk of developing Type 2 diabetes, according to a new study.
X
Desktop Bottom Promotion